Link copied!
Sign in / Sign up
7
Shares

તમામ ઘરોમાં રસોડાની ફક્ત એક જ સમસ્યા-વંદા; આ રીતે પામો તેનાથી કાયમ માટે છુટકારો😢😭

જયારે વાત આવે છે ઘરના કીડા-મંકોડાથી બચવાની તો સૌથી પહેલા ખ્યાલ આવે છે વંદાથી બચવાનો; આ નાના જંતુઓ આ જગતમાં લગભગ ૩૨૦ મિલિયન વર્ષોથી બધાના ઘરમાં પોતાનું ઘર એવી રીતે બનાવી રાખ્યું છે કે જેમ કે એ ઘરના માલિક, આપણે નહિ. પણ એજ છે આજકાલ જે ઘરમાં વંદાઓ જોવા મળે છે તેનો જન્મ આફ્રિકામાં થયો છે અને તે આપણા દેશમાં કેટલાય વર્ષ પહેલાથીજ મોજુદ છે. 

વંદાઓની ઘણી જાતિઓ હોય છે જેમ કે વાટર બગ, પલ્મેટ્ટો બગ અને બોમ્બે કેનેરી આ વંદાઓ તમારા ઘરના ખાવામાં બેક્ટેરિયા ઉત્પન્ન કરવામાં જાણ્યા જાય છે, જે તમને ગંભીર ફૂડ પોઇસનિંગ નો શિકાર બનાવી શકે છે. વંદાઓથી બચવાના થોડા નુસ્ખા અમે નીચે દેખાડ્યા છે.

સફાઈ

આપના ઘરને ધૂળ અને વધારે ગંદકીથી દૂર રાખો. વંદાથી પોતાના ઘરને બચાવવા માટે પોતાના ઘરને સાફ રાખવું ખુબ મહત્વપૂર્ણ છે. ખાવાનું ખુલ્લું મૂકી દેવાથી અને ગંદા વાસણો લાંબા સમય સુધી ટેબલ પર રાખવાથી વંદાને હુમલો કરવાનો મોકો મળી જાય છે તો અમે તમને સલાહ આપીએ છે કે આવી ભૂલ નહિ કરતા. એકવાર એ લોકોને ખાવાનું ઓછું મળશે તો તે આપ મેળે જ તમારા ઘરેથી ચાલ્યા જશે.

ઝાળ બિછાવો

વંદાને મારવા માટે ઝાળ બિછાવવી એટલી અસરદાર નથી હોતી જેટલી તેને ખાવાનું આપીને ફસાવવાનું. ઝાળ બીછાવવાથી તે તેમાં ફસાશે અને તેમાં ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તે મરી જાય, અને જો તે ઝહેર ભેળવેલું ખાવાનું ખાશે તો તેનાથી બીજા વંદાને પણ અસર થશે અને તે પણ વિના મોતે જ માર્યા જશે.

ઘરમાં ભેજ ઓછી કરો

વંદા પાણી વગર ૭ દિવસથી વધારે જીવી નથી શકતા, તો પોતાના ઘરમાં નમી રોકીને એને ખત્મ કરી શકાય છે. તમારું ઘર ખુલ્લું- ખુલ્લું હોવું જોઈએ કે જેનાથી તડકાના કારણે ઘરમાં રહેલું પાણી વરાળ બનીને ઉડી જાય જેનાથી ઘર સૂકું રહે અને તેનાથી વંદાને કાઈ ખાવાનો મોકો ન મળે. 

તીવ્ર સુગંધનો ઉપયોગ કરો.

પોતાના ઘરની જમીનને રોજ તીવ્ર સુગંધ વાળા ફ્લોર ક્લિનરથી સાફ કરો. તીવ્ર મહેકના કારણે જે પણ વંદા તમારા ઘરમાં ખાવાનું શોધવા નીકળ્યા હશે તે ભાગી જશે કેમ કે વધારે સુગંધ તેને દૂર રાખશે. જમીન સાફ કરવી તો જરૂરી છે પરંતુ એ પણ કે વધારે પાણીનો ઉપયોગ ન કરો કારણ કે તે વંદાને આકર્ષિત કરશે.

તેજ પત્તા

વંદાને કાયમ માટે પોતાના ઘરથી દૂર કરવા સૌથી સારી કુદરતી રીત છે. તેજ પત્તાનો ઉપયોગ કરવો જે સુરક્ષિત પણ છે અને તેમાં કોઈ પ્રકારના ઝેર ની માત્રા પણ નથી હોતી જે બાળકને નુકશાન પહુંચાડી શકે. તેજ પત્તાની તીવ્ર સુગંધ વંદાને તમારા ઘરમાં પ્રવેશ કરતા રોકશે કારણ કે તે સુગંધ સહન નથી કરી શકતા. આ તેજ પત્તા ને એવી જગ્યાએ ટીંગાડો કે જ્યાંથી વંદાપ્રવેશતા હોય અને તમને થોડા સમયમાં જ વંદા ઓછા આવવા જોવા મળશે. તમે આ પાંદડા નો પાવડર બનાવી શકો છો. આ વંદાને દૂર કરવામાં ખુબ અસરદાર રહેશે.

આપના ઘરને ઠંડુ રાખો

તમારા ઘરને ઠંડુ રાખવાથી વંદા આવવાનું ઓછું કરી શકાય છે, કારણ કે એને ઠંડી જગ્યા પસંદ નથી હોતી. એ ગરમીના સમય માં વધારે માત્રામાં નીકળે છે અને તેજ સમયે તેની પાંખ પણ નીકળે છે, જેની મદદથી તે ઘણી જગ્યાએ ઉડીને જઈ શકે છે પરંતુ જયારે જગ્યા ઠંડી હોય છે ત્યારે તે પોતાના હોલમાં ઘુસેલા રહે છે.

વંદાઓ ઘણી બીમારીના કારણ બની શકે છે અને તે ખુબ જરૂરી છે કે એક સુરક્ષિત જીવન જીવવા માટે તમે એને પોતાના ઘરમાંથી જલ્દી થી જલ્દી બહાર ફેંકી દયો.

હેપ્પી ક્લીનીંગ !!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon