Link copied!
Sign in / Sign up
3
Shares

તૈમુર પહેલો શબ્દ શું બોલ્યો ? જાણી ને તમને અચરજ થશે😯

ભોલી સી સુરત ,આખો મેં મસ્તી .જો આ ગીત કોઈ સુપર સ્ટાર કિડ્સ (અભિનેતા,અભિનેત્રી ના સંતાન) ઉપર બંધ બેસતું હોય તો એ બીજુ કોઇ નહિ પરંતુ એ છે ,કરીના કપૂર અને સૈફ અલી ખાન નો શહેઝાદો તૈમુર અલી ખાન એમાં કોઇ શંકા ને સ્થાન નથી કે તૈમુર ની એક ઝલક નિહાળવા બધાને જ તાલાવેલી છે .જોકે બીજા સ્ટારકીડ્સ ની અપેક્ષા એ તૈમુર વધારે ચર્ચામાં રહ્યો છે .તૈમુર શું કરે છે ,તૈમુર કયા જઈ રહ્યો છે ,તૈમુરે કયા બ્રાન્ડના કપડા પહેર્યા છે ? એ બધી બાબતો ઉપર લોકોની નજર ટકેલી હોય છે .

સેલિબ્રિટી કિડ્સ ની વાત થાય અને તૈમુર નું નામ ના આવે એવુ તો કેવીરીતે બને .તેના માસૂમ ચહેરા ના કારણે તે બોલિવૂડ અને સામાન્ય પ્રશંસક મા પ્રખ્યાત છે .સોશિયલ મીડિયા માં હમણાં જો કોઈ છવાયેલું છે તો એ છે કરીના અને સૈફ નો લાડલો તૈમુર અલી ખાન .એ જ્યાં જાય છે ત્યાં મીડિયા વાળા તેને ફોટા માં કેદ કરવા ઉત્સુક હોય છે અને તેના ફોટાઓ તરતજ વાયરલ થઈ જાય છે એના ઉપર થી તેના કેટલા ચાહકો છે તેનો અંદાજો આવી જાય છે .જોઈએ તૈમુર ના કેટલાક ફોટાઓ ,અને તેની સાથે જોડાયેલી યાદો ઉપર નજર નાખીએ .

સમય ની સાથે તૈમુર મોટો થઈ રહ્યો છે .અત્યાર સુધી તે આંખો ના ઈશારા થી વાતો કરતો હતો હવે એ ઘણા શબ્દો બોલવાનો પ્રયાસ કરે છે .જી હા , તૈમુર તેના પિતા સૈફ ને અબ્બા કહેવા લાગ્યો છે સાથે જ તે ચ્યઇંગમ ને ગમ કહેવા લાગ્યો છે .તૈમુર હવે બેબી પણ બોલતા શીખી ગયો છે .શું તમને ખબર છે કે આ નાના નવાબ ને ચાંદામામા ને નિહાળવું ખુબજ ગમે છે એટલે દરરોજ રાત્રે સૈફ અલી ખાન સાથે બેસી ને ચાંદામામા ને નિહાળે છે .

 તૈમુર નો આ વીડિયો પણ વાયરલ થઈ ગયો હતો આ વીડિયો માં તે તેની મા કરીના કપુર અને નૈની સાથે પ્લે સ્કુલ માં જતો દેખાય છે .તૈમુર કોઈ બેબીને ને જોઈને બોલાવે છે અને તેની નૈની ના ખોળા માંથી ઊતરી ને ઉતાવળે અંદર જતા પડી જાય છે જોકે તૈમુર ને પડતા જોઈ ને સોશિયલ મીડિયા માં ઘણી નારાજગી જોવા મળી હતી .

બધા જાણે છે કે કરીના કપુર એક ગ્લેમરસ અભિનેત્રી છે તેણે તૈમુર ના જન્મ પછી ઘણા ઓછા સમય પછી કમબેક કર્યું હતું .એમાં કોઈ સંદેહ નથી કે તે એક સારી અભિનેત્રી ઉપરાંત એક સારી માતા પણ છે .આજકાલ તે તેની ફિલ્મ વીરે દી વેડિંગ ના પ્રોમોશન માં વ્યસ્ત છે .તેની માતા વ્યસ્ત હોવાથી તૈમુર પોતે તેની માતા ને મળવા પહોંચી ગયો તે નાના નવાબ ને જોઈને કરીના ખુશી થી ઝૂમી ઉઠી અને તેના લાડલા લઈ લીધો .કરીના સાથે તૈમુર નો તે ફોટો પણ વાયરલ થઈ ગયો હતો તેના પ્રશંસકો એ આ મા બેટા ના પ્યાર અને પ્યારી પળ ને ખુબજ પસંદ કર્યો .

તૈમુર નો પોની( ચોટલી) વાળો દેખાવ પણ વાયરલ થઈ ગયો હતો તેને આ ક્યૂટ પોની લુક ની તેની અદા પણ લોકોને ગમી ગઈ તૈમુર ના આ દેખાવ અને કપડાં વિશે ચાહકોમાં ખૂબ ચર્ચાઓ થતી રહે છે .

તૈમુર ના આ સમર ના દેખાવ ને જોઈને તેના પ્રશંસકો નો પ્યાર ઉભરાઇ ગયો હતો .જોકે વાત એમ હતી કે ગરમી ના કારણે તેની માતા એ તેના વાળ ટુંકા કરાવી નાખ્યા હતા .ગરમી થી બચવા માટે તૈમુર ની આ નવી હેરસ્ટાઈલ પણ બહુજ લોકપ્રિય થઈ ગઈ .

તૈમુર જ્યારે તેની નાની બબીતા ના ઘરે ગયો હતો તે ફોટો પણ વાયરલ થઈ ગયો હતો .ગાડી માંથી ઉતરી ને તે તેની માતા કરીના નો હાથ પકડીને નાના નાના ડગલી ભરી ને તે નાની ના ઘરે પહોંચ્યા તેના આ ફોટા પણ લોકો ને ખૂબ ગમ્યા હતા .

સોનમ કપુર ના લગ્ન માં તેના માતાપિતા સાથે એકદમ નવાબ જેવો જ લાગતો હતો પિન્ક કલર ના કપડા અને પોનિટેલ માં તૈમુર નો અંદાજ એકદમ અનોખો લાગતો હતો .તૈમુર ના આ દેખાવ ઉપર લોકોની નજર ટીકી ગઇ હતી .

તૈમુર નો આ ફોટો પણ વાયરલ થઈ ગયો હતો નાની ઉમરે જ તૈમુર પણ ગેજેટ્સ નો દિવાનો બની ગયો છે .તે ટેબ્લેટ હાથમાં રાખીને રમવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ટી શર્ટ અને બ્લુ ડેનિમ મા તેના ભાઈ કિઆન ની સાથે સોફા ઉપર બેસી ને ખુબ ક્યૂટ દેખાતો હતો .તૈમુર ના આ હાવભાવ જોઈને એ કહેવુ ખોટું નહિ થાય કે તે હમણાં થી જ સમજણો થઈ ગયો છે .

જ્યારે તેની બહેન ઈયાના સાથે તૈમુર નો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર થયો તો તેના ચાહકો જોતા જ રહી ગયા .સૈફની બહેન સોહાઅલી ખાન ની છોકરી ઈયાના અને તૈમુર જ્યારે સાથે દેખાય છે બંને ખુબજ પ્યારા દેખાય છે.બંને એકબીજા સાથે ખુબજ આનંદ કરે છે .કાર માં બેસેલા બંને ક્યૂટ દેખાય છે .બંને જ્યારે પણ સાથે જાય છે તેમના ફોટા કેમેરા માં કેદ થઈ જાય છે .

આ ફોટો ત્યાર નો છે જ્યારે તૈમુર ખુબજ નાનો હતો .તમને જણાવી દઈએ કે ,જ્યારે આ ફોટો વાયરલ થયો તો તૈમુર ના કપડા અને બુટ વિશે ખૂબ ચર્ચાઓ થઈ કારણકે આ ફોટા માં તૈમુરે જે બુટ પહેર્યા છે તેની કિંમત લગભગ રૂપિયા ૧૩૦૦૦/ છે .જોકે આ ફોટા માં તૈમુર તેની મા કરીના સાથે ખુબજ ખુશ દેખાય છે .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon