Link copied!
Sign in / Sign up
0
Shares

સ્વમીનારાયણ મંદિરે પોતા કરિ સેવા પ્રદાન કરતા જોવા મળ્યા જેઠાલાલ🙏🏾🙏🏾👌🏾👌🏾

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે દીલિપ જોષી સ્વામિનારાયણ ભગવાનમાં આસ્થા ધરાવે છે. હાલમાં જ જેઠાલાલે અક્ષરદેરીમાં સેવા આપી હતી. જેઠાલાલે અક્ષરદેરીમાં પોતા કર્યાં હતાં.

બાપાને કારણે જેઠાલાલ બદલાઈ ગયાઃ

પ્રમુખસ્વામીમાં અપાર શ્રદ્ધા ધરાવતા દિલીપ જોષીએ થોડાં સમય પહેલાં જ પ્રમુખ સ્વામીનો જન્મદિવસ સાળંગપુરમાં ઉજવ્યો હતો અને આશીર્વાદ લીધાં હતાં. દિલીપ જોષી માને છે કે સત્સંગને કારણે તેમના મનમાં ચાલતા અનેક વિચારો આવતા બંધ થયા છે. દ્રષ્ટિ બદલાઈ અને વિચારોમાં સ્પષ્ટતા આવી ગઈ હતી.

પ્રમુખસ્વામીમાં અપાર શ્રદ્ધાઃ

જેઠાલાલ જ્યારે પ્રમુખસ્વામી બ્રહ્મલીન થયા ત્યારે પણ તેમના અંતિમ દર્શનાર્થે સાળંગપુર આવ્યાં હતાં. દિલીપ જોષી સૌ પહેલાં 2008માં પ્રમુખ સ્વામીને મળ્યાં હતાં. તેઓ જ્યારે પહેલીવાર ગયા ત્યારે બાપા દૂર બેઠાં હતાં અને વચ્ચે મોટું ટેબલ હતું. બાપાને પગે લાગવાની મનાઈ હોય છે. ટેબલ પર જ હાથ મૂકીને બાપાના દર્શન કરીને આશીષ લેવાના છે. ગુજરાતી એક્ટર અરવિંદ પંડ્યાનાં પુત્ર દેવલ પંડ્યા સાથે જેઠાલાલ ગયાં હતાં. 

દેવલે જ બાપા સાથે દિલીપ જોષીની ઓળખાણ કરાવી હતી. બાપાએ જેઠાલાલનાં હાથનો સ્પર્શ કર્યો હતો અને અડધી સેકેન્ડ સામે જોયું હતું. બાપાના ચહેરા પરનું નૂર અને અને આંખોમાં રહેલો ભાવ દિલીપ જોષી ક્યારેય ભૂલી શકે તેમ નથી. દિલીપ જોષી સત્સંગની સૂચનાઓ કે પછી સંવાદોનું રેકોર્ડિંગ કરવાનું કામ તરત જ કરી આપતાં. બધા જ કામો પડતાં મૂકીને જેઠાલાલ આ કામને પ્રાથમિકતા આપતાં.

જય સ્વામીનારાયણ !!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon