Link copied!
Sign in / Sign up
0
Shares

ખૂબ જ સ્ટાઇલિશ છે ટીવીની આ વહુઓ, ડ્રેસ કે સાડી નહીં, પહેરે છે આવા કપડાં👗

આજકાલ ટીવીનો પડદો કોઈ પણ બાબતે બોલિવૂડથી પાછળ નથી. સમયની સાથે માત્ર ટીવીના શોઝ અને ઈવેન્ટ્સ જ ગ્રાન્ડ નથી થયા, પરંતુ ટીવી સ્ટાર્સ પણ ખૂબ જ સ્ટાઇલિશ અને ટ્રેન્ડી થઈ ગયા છે. એક સમયે ભારી-ભરખમ સાડીઓ અને જ્વેલરીમાં જોવા મળતી ટીવી વહુઓ હવે ઓફસ્ક્રીન જ નહીં ઓનસ્ક્રીન પણ અલગ-અલગ સ્ટાઇલ સ્ટેટમેન્ટ્સ બનાવી રહી છે.

ઈશ્ક્બાઝ ની અનીકા એટલે કે સુરભી ચંદના હોય કે પછી બેહદ ની માયા એટલે કે જેનીફર વિંજેટ હોય, આ એવી ઓનસ્ક્રીન વહુઓમાંથી એક છે જે પોતાની સ્ટાઇલ અને ફેશન સેન્સથી ટીવીની વહુઓ સાથે જોડાયેલા સ્ટીરિયોટાઇપ્સ તોડી રહી છે અને ઘણી વખત નવા ટ્રેન્ડ્સ અને સ્ટેટમેન્ટ્સ પણ બનાવી રહી છે.

આ જાત-જાતના ટ્રેન્ડી, વેસ્ટર્ન આઉટફિટ્સ પણ પહેરે છે અને ઈન્ડિયનવેરને પણ તેઓ પોતાના અંદાજમાં જુદા-જુદા ટ્વિસ્ટની સાથે પહેરે છે. પછી તે શર્ટ્સની સાથે લહેંગા પેર કર્યા હોય કે પછી પેન્ટ્સની સાથે સાથે પહેરવી હોય. આ વહુઓ એક નવા જ સ્ટાઇલ સ્ટેટમેન્ટ્સ બનાવી રહી છે.

કુછ રંગ પ્યાર કે એસે ભી ની સોનાક્ષી એટલે કે Erica Fernandez શોમાં જોવા મળે છે સુંદર સિલ્ક અને બ્રોકેડ સ્કર્ટ્સની સાથે શર્ટ્સમાં.

શિવાની એટલે કે Iss Pyaar Ko Kya Naam Doon...Ek Baar Phirની ચાંદની શોમાં ભલે માત્ર ઈન્ડિયનવેરમાં જ જોવા મળતી હોય, પરંતુ તેના આઉટફિટ્સ ખૂબ જ અલગ હોય છે. સાથે જ તેને સુંદર સિલ્વર સ્ટેટમેન્ટ જ્વેલરીની સાથે પેર કરે છે.

Beyhadhમાં Jennifer Winget, Mayaનો નેગેટિવ રોલ નિભાવી રહી છે અને મેકઅપથી લઈને હેર અને આઉટફિટ્સ સુધી, બધુ જ સુપરટ્રેન્ડી છે. ઓફ-શોલ્ડર પાર્ટી ડ્રેસિસ હોય કે મોનોક્રોમ ફોર્મલ આઉટફિટ્સ, તેના કેરેક્ટરના લુક્સમાં ઘણી વેરાઇટી છે.

બહુ હમારી રજનીકાંત ની  એટલે કે રીધિમાં પંડિત ઓનસ્ક્રીન જ નહીં ઓફસ્ક્રીન પણ ખૂબ જ સ્ટાઇલિશ અને ટ્રેન્ડી આઉટફિટ્સ પહેરે છે.

ટીવીની વહુઓની છબિ બદલવાનો શ્રેય જાય છે જમાઈ રાજા ની રોશની  એટલે કે Nia Sharmaને, જે આ શોમાં જોવા મળતી હતી લાઇટ મેકઅપ, સ્ટ્રેપી સૂટ્સ, ઓ-શોલ્ડર બ્લાઉઝ જેવા અન્ય કેટલાય ટ્રેન્ડી આઉટફિટ્સમાં.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon