Link copied!
Sign in / Sign up
0
Shares

સ્ત્રીઓના ઝાંઝર પહેરવા પાછળના આશ્ચર્યજનક કારણો

એક સોહાગણ સ્ત્રીના સોળ શણગારમાં ઝાંઝર મુખ્ય ભૂમિકા ભજવે છે.ઘૂંઘૂરીઓના છમ-છમ અવાજ થી સંકળાયેલી ઝાંઝર સોહાગણ સ્ત્રીના પગની સુંદરતાને વધારે છે ને નિખારે છે. આજથી જ નહિ પણ વર્ષોથી સોહાગણનો ઝાંઝર પેહેરવાનો રિવાજ છે. આની પાછળ પણ ઘણા કારણ છે. પ્રાચીનકાળમાં સ્ત્રીઓને એક મહત્વપૂર્ણ કારણથી ઝાંઝર પહેરવામાં આવતા.પ્રાચીનકાળથી જ સ્ત્રીઓને ઝાંઝર પહેરવાની જરૂરી પરંપરા છે કેમ કે પહેલાના સમયમાં સ્ત્રીઓને સર્વત્ર જવાની પરવાનગી નહોતી અને તે લોકો ખુલે આમ કોઈની પણ સામે આવી જઈ શકતા નહોતા.એટલે સ્ત્રીઓના કિધર વગર જ એના ઝાંઝર ના અવાજથી જ બધા સભ્ય સમજી જતા કે કોઈ સ્ત્રી અહીં આવી રહે છે કે જાઈ રહે છે. આથી ઘરના પુરુષો અને વૃદ્ધો સમજી જતા કે વહુ આવી રહી છે. એટલે તે લોકો પહેલાથીજ સતર્ક અને વ્યવસ્થિત થઇ જતા હતા.આના સિવાય પણ બીજા ઘણા કારણ છે કે સ્ત્રીઓ પગમાં ઝાંઝર પહેરે છે. આ લેખનથી જ એના આશ્ચર્યજનક કારણો જણાવશું.

૧. નકારાત્મક શક્તિઓનો અંત કરે છે.

એ તો બધાને ખબર છે કે ઝાંઝર સોહાગણનો શણગાર વધારે છે અને એનો છમ-છમ રણકાર પુરુષોને આકર્ષે છે પણ આથી વિશેષ, આનો મધુર રણકાર નકારાત્મક શક્તિને ખતમ કરી ઘણી દૈવી શક્તિ સક્રિય કરીને ઘરમાં સકારાત્મક ઉર્જા લઇ આવે છે અને આસપાસનું વાતાવરણ પવિત્ર કરે છે.

૨. સ્વાસ્થ્ય માટે ગુણકારી.

ઝાંઝર પહેરવું ફક્ત પરંપરા નથી પણ આનાથી સ્ત્રિઓનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.ખાસ તો ઝાંઝર ચાંદીનું પહેર્યું હોય ત્યારે. કારણકે આજકાલ ઝાંઝર પહેરવું એક ફેશન બની ગઈ છે.એટલે સ્ત્રીઓ અલગ અલગ પ્રકારના ધાતુની અથવા ઇમીટેશન ની ઝાંઝર પણ પહેરે છે.જેનાથી ફજત સુંદરતા વધે છે પણ ફાયદો નથી થતો.પણ જો સ્ત્રી ચાંદીના ઝાંઝર પહેરે તો તેના સ્વાસ્થ્ય સંબંધિત ઘણા ફાયદા થાય છે.જેમ કે કમર, પીઠ, એડી, ઘૂંટણ ના દર્દમાં રાહત મળે છે. આથી વિશેષ ચાંદીના ઝાંઝર હંમેશા પગ સાથે ઘસાવા થી સ્ત્રીઓના હાડકા ને પણ ઘણા લાભ થાય છે કારણકે આથી હાડકા મજબૂત થાય છે.

૩. સુંદરતા નું પ્રતીક.

ઝાંઝરને ખુબ જ પવિત્ર માનવા માં આવે છે અને તે સ્ત્રીના પગની સુંદરતા પણ વધારે છે. આજકાલના અલગ અલગ ડિઝાઈંન વાળા ઝાંઝરાઓ સ્ત્રીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon