Link copied!
Sign in / Sign up
1
Shares

સ્ત્રીઓ જાણીલો કે તમારે પ્રેગ્નન્ટ થવાથી કઈ બાબતો અટકાવે છે:

એક સ્ત્રીના જીવનમાં માતા બનવું એ ખૂબ મહત્વનું છે પરંતુ પેહલા કરતા, આજના સમયમાં સ્ત્રીઓને માતા બનવામાં ઘણી સમસ્યાઓ આવવા લાગી છે. કારણ સ્પષ્ટ છે, જીવનશૈલી.

આજની બદલાતી જીવનશૈલીની અસર ખાલી સામન્ય સ્વાસ્થ્ય પર નથી પડતી પરંતુ તેમના હોર્મોન્સ પર પણ પડે છે જેના લીધે કેટલીક સ્ત્રીઓ માતા બનવાના સુખથી વંચિત છે. હોર્મોનલ બદલાવ ના લીધે તમામ પ્રયત્નો પછી પણ ગર્ભધારણ નથી કરી શકતી.

જો તમે પણ માતા બનવાની પ્લાનિંગ કરો છો પણ ફૈલ થાઓ છો તો તમે પણ આ કારણો ને જાણો જે તમને માતા બનવાથી રોકે છે.

ઇન્ડોમેટ્રીઓસીસ:

ઘણી સ્ત્રીઓને ઇન્ડોમેટ્રીઓસીસ ના લીધે પ્રેગ્નન્ટ થવામાં સમસ્યા આવે છે. આમાં, એન્ડોમેટ્રાયલની દિવાલો ગર્ભાશયની બહાર તરફ વધે છે, જોકે સામાન્ય રીતે તે અંદર વિકસે છે. આના લીધે માસિક દરમિયાન પણ ખૂબ જ દુઃખે છે.

પીસીઓ:

આમાં, અંડાશયોથી ભરપૂર પ્રવાહી તમારા હોર્મોનલ સંતુલનને બગાડી શકે છે અને તેથી અનઓવલ્યુશન નું જોખમ રહે છે, જેના કારણે ગર્ભધારણ કરવામાં સમસ્યાઓ આવે છે.

થાયરૉઇડ પણ એક કારણ છે:

ઘણી સ્ત્રીઓ ને થાયરૉઇડની સમસ્યાનો સામનો કરવો પડે છે જેની અસર તેમની ફર્ટિલિટી પર પડે છે. તેથી તમે જો બાળકની પ્લાનિંગ કરી રહ્યા છો તો થાયરૉઇડની તપાસ જરૂરથી કરાવો.

પેલ્વિક ઇનફલૈમટોરી ડિસીઝ:

તમને જણાવી દઈએ કે આ સેક્સુઅલી ટ્રાન્સમિટેડ રોગથી થતા ઇન્ફેક્શન ના કારણે થાય છે. આની અસર સ્ત્રીઓના પ્રજનન અંગો પર પડી શકે છે. જો તમને સેક્સ અથવા પેશાબ કરતા સમયે પીડા, ખંજવાળ અને બળતરા થતી હોય, તો પછી તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો અને તપાસ કરાવો.

દવાઓ ના લીધે:

તમારે જણાવી દઈએ કે બજારમાં એવી ઘણી બધી દવાઓ મળે છે જેની અસર સ્ત્રીઓની ફર્ટિલિટી પર પડતી હોય છે. ખાસકરીને ગર્ભનિરોધક દવાઓનો વધારે પડતો ઉપયોગ પ્રજનન ક્ષમતાને અસર કરે છે. આ દવાઓના કારણે, ઇનફર્ટિલિટીનું જોખમ વધે છે. તેથી આ દવાઓનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જોઈએ.

ઉંમર:

આને ઉપરાંત નબળી ગુણવત્તા, અનિયમિત દિમ્બોસર્જન, હોર્મોન ની કમી, અનિયમિત પીરિયડ્સ, જેવી સમસ્યાઓ ને લીધે સ્ત્રીઓને પ્રેગ્નન્ટ થવામાં મુશ્કેલી થતી હોય છે. આ બધી મોટાભાગની મુશ્કેલીઓ ઉંમરથી સંબંધિત છે, ખાસ કરીને ફર્ટિલિટીની ઘટતી ગુણવત્તા. ઉંમર ગર્ભધારણ કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. તેથી ડોકટરો સ્ત્રીઓને સમયસર ગર્ભધારણ કરવાની સલાહ આપે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon