Link copied!
Sign in / Sign up
6
Shares

સ્તનપાન કરાવવું સહેલું નથી-કરાવતા પહેલા અપનાવો આ નુસ્ખા👌🏾👌🏾

પહેલું બાળક થવું તે કદાચ માતા-પિતા નો સૌથી શ્રેષ્ટ અનુભવ હોય છે. નવ મહિના બાળકે તમારા પેટમાં વિતાવ્યા છે, જે હલચલ અને એહસાસ તે આપે છે તે તમારા સિવાય બીજું કોઈ મેહસૂસ ન કરી શકે. જે પ્રેમ અને અટૂટ સબંધ તમે અને તમારું નાનુસુ બાળક બાંધો છો તે અદભુત છે. એનું પહેલીવાર રડવાથી, એ જતાવે છે એ જીવિત છે, તમે જાણો છો કે તમે હંમેશા એની માટે એ બધું જ કરશો જેનાથી તે ખુશ અને સુરક્ષિત રહે.

માતૃત્વના સફરમાં પગ મૂકીને જ પહેલી વાત તમે શીખો છો તો એ છે કે તમારું નવજાત બાળક દરેક નાની વાતમાં તમારા પર નિર્ભર હોય છે. સ્તનનું દૂધ પહેલી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જે તમારા બાળકને સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે. શરૂઆતમાં સ્તનપાન કરાવવાનું કઠિન લાગી શકે છે પરંતુ હેરાન ન થાવ, સમયની સાથે એ સહેલું થઇ જાય છે.

જો માતાઓ પહેલી વાર સ્તનપાન કરાવી રહી હોય તો તેની માટે અમે સ્તનપાનના આઠ જરૂરી નુસ્ખાની તૈયારી કરી છે-

સાર્વજનિક નર્સિંગનો અભ્યાસ કરો

જો તમારા બાળકને ત્યારે ભોજનની જરૂર પડે જયારે તમે બહાર હોવ તો એમાં શરમિંદગી મેહસૂસ ન કરો. આ માતૃત્વનું કુદરતી અને સુંદર અંગ છે એટલે તમારે તેના માટે શરમાવવું ન જોઈએ. જો તમને એવું લાગે કે લોકો તમને તાકી રહ્યા છે તો એના તરફ ન જોવો. તમારા ખુશ અને સ્વાસ્થ્ય શિશુને જોવો કારણ કે એજ માન્ય રાખે છે. જો તમને ચિંતા થઇ રહી હોય કે તમે આ કેવી રીતે કરશો તો અરીસાની સામે અભ્યાસ કરો, તમને ખબર પડશે કે કઈ સ્થિતિ અને કપડાં તમારા માટે યોગ્ય છે.

 

સ્તનપાન માટે આરામદાયક કપડાં

જયારે તમે તમારા બાળકને સ્તનપાન કરાવી રહ્યા હોવ તો આરામદાયક અને સુવિધાજનક કપડાં પહેરો. હર વખતે સ્તનપાન કરાવવા માટે પોતાનું ટીશર્ટ કે કુર્તી ઉપર કરવી અસુવિધાજનક હોય છે એટલે ચેન વાળી બ્રા, ટોપ ખરીદો જે તમે તમારી જેકેટ, કાર્ડિગન અને જપ-અપ હુંડીને નીચે પહેરી શકો. સાથે જ નર્સિંગ પેડ પણ ખરીદો, જે તમારા સ્તનને આરામ આપવામાં મદદ કરશે, જયારે તમે સ્તનપાન ન કરાવી રહ્યા હોવ.

 

અભ્યાસ તમને હોશિયાર બનાવશે

જેટલો તમે સ્તનપાન કરાવવાનો અભ્યાસ કરશો, તે એટલું જ સહેલું થશે. શરૂઆતમાં થોડા અઠવાડિયામાં એ મુશ્કેલ લાગશે પરંતુ સમયની સાથે તમારા શરીરને તેની આદત થઇ જશે. સાથે જેમ તમે વધારે સ્તનપાન કરાવશો, તમારું બાળકને જરૂર પૂરતું દૂધ મળશે.

મોશચરાઈઝર

જયારે તમે દૂધ ન પીવડાવી રહ્યા હોવ, તમારા નીપલને મોશચરાઇઝર કરો. તમે નીપલને આરામ પહુંચાડવા નીપલ ક્રીમ કે નીપલ બટર કે જૈતૂનનું તેલ અને મોશચરાઇઝર કરવા માટે પોતાના દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. એવા મોશચરાઈઝર નો ઉપયોગ કરો, જેનાથી સ્તનપાન દરમિયાન સાફ કરવાની જરુરુ ન પડે, જેનાથી તમારું કામ ઓછું થઇ જશે.

 

પોતાને હાઈડ્રેટેડ રાખો

સ્તનપાન કરાવવા માટે પોતાને હાઈડ્રેટેડ રાખવું જરૂરી છે. તમે હાઇડ્રેટ રહો તે નક્કી કરવાનો એક ઉપાય છે કે તમે સ્તનપાન ઘરે કરાવો. પોતાની પાણીની બોટલ, પોષ્ટીક સ્નેક્સ, એક ડાયરી જેમાં બ્રેસ્ટફીડિંગ વિશેની જાણકારી લખેલી હોય, થોડી મેગેજીન અને ટેલીવિજનનું રિમોટ પોતાની સાથે રાખો અને પોતાની નીપલ ક્રીમ ને પાસે રાખો, કે જરૂર પડે તો તમે તે લગાડી શકો.

ખાવાનું

એ વાત નક્કી કરો કે તમે આ દરમિયાન જરૂરી માત્રામાં આહાર લઇ રહ્યા હોવ, કેમ કે તમારું બાળક પ્રત્યક્ષ રૂપે તમારાથી જ પોષણ લઇ છે. સાથે જ સ્તનપાન દરમિયાન ઘણી કેલેરીનો ઉપયોગ કરો છો અને તમારે તેની ભરપાઈ સરખી રીતે ખાવાનું ખાયને કરવી પડશે. જો તમે સરખી રીતે આહાર નહિ લ્યો તો તમને થાક લાગશે અને તમારા બાળકને જરૂરી માત્રામાં પોષણ નહિ મળે.

 

સરખામણી ન કરો

પોતાની સરખામણી બીજી માતાઓ સાથે ન કરો. દરેક માતાના અલગ ગુણ હોય છે. ઘણી માતાઓને વધારે દૂધ આવે છે. ઘણી માતાઓને સ્તનપાન દરમિયાન દુખાવો નથી થતો તો ઘણાને એટલો દુખાવો થાય છે કે તે સ્તનપાન ન કરાવવાનો નિશ્ચય કરે છે. જો તમને વધારે દુખાવો થાય છે, તો પણ સ્તનપાન કરાવવા માંગો છો તો ફોર્મ્યુલા ફીડને અજમાવો, એમાં કોઈ જ નુકશાન નથી. એ વાત પર બિલકુલ ધ્યાન ન આપો કે બીજા લોકો શું કહેશે. તમે તમારા બાળકને ફોર્મ્યુલા આપી શકો છો અને તે તેના માટે બિલકુલ સુરક્ષિત છે.

પોતાના પતિની મદદ લ્યો

તમારા પતિ બોટલના દૂધ પીવડાવવા કરતા વધારે મદદ કરી શકે છે. તમે તેને તમારા માથામાં અને પગમાં માલિશ કરવા માટે કહી શકો છો અથવા તમારા માટે પાણી કે ભોજન માટે કહી શકો છો. જયારે તમે આરામ કરી રહ્યા હોવ, એ વાત કરવા માટે તમારા સાથી થઇ શકે છે અને તમારી મદદ કરી શકે છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon