Link copied!
Sign in / Sign up
5
Shares

સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે આં જાણવું ખૂબ જ જરૂરી છે..😲આને અવગણશો નહી

માં બનવું એ દરેક સ્ત્રી માટે નસીબ ની વાત હોય છે, જેને નવ મહિના સુધી પોતાના ગર્ભ માં વેઠ્યું હોય એને પોતાના ખભા પર ઉચકવાનું સુખ ને એ લાગણી દરેક માં માટે ખાસ હોય છે. પણ માં બનવાની સાથે સાથે ઘણી જવાબદારી પણ આવે છે, એક માં જ હોય છે જે પોતાના નવજાત શિશું ની બધી તકલીફો ને સમજી શકે છે અને એને તકલીફો થી દૂર રાખે છે. એક નવજાત શિશુ માં ના દૂધ પર નિર્ભર હોય છે અને સ્તનપાન થીજ માં અને બાળક નો સંબંધ સારો થાય છે પણ સ્તનપાન કરાવનારી માં એ અમુક મહત્વ ની વાતો ને ધ્યાન રાખવું જોઈએ કારણકે ક્યારેક સ્તનપાન કરાવતી વખત એક નાની બેદરકારી પણ બાળક ના સ્વાસ્થ્ય માટે જોખમકારક સિદ્ધ થઈ શકે છે. આજે આં બ્લોગ ના માધ્યમ થી અમે તમને અમુક મહત્વ ની વાતો જણાવી રહ્યા છે, જેને દરેક સ્તનપાન કરતી સ્ત્રીઓ એ ધ્યાન માં રાખવું જોઈએ.

૧. બ્રા ની કરો બરાબર પસંદગી

ગર્ભાવસ્થા ના સમય થી જ સ્ત્રી ના પેહરાવ માં ફેરફાર જોવા મળે છે અને આ માં બન્યા પછી પણ જોવા મળતું હોય છે. પણ માં બન્યા પછી ખાલી ઉપર ના કપડા માં જ નઈ પણ અંદર ના કપડા માં પણ ફેરફારો થવા જોઈએ. સ્તનપાન કરતી સ્ત્રીઓ એ ક્યારે પણ ટાઇટ બ્રા અથવા તો ટાઇટ કપડા પહેરવા જોઈએ નઈ કારણકે આનાથી ખાલી દૂધ પીવડાવામાં જ તકલીફ નથી પડતી બલ્કે આં તમારા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. જે સ્ત્રીઓ સ્તનપાન કરે છે એમના સ્તન પેહલા ની તુલના માં વધારે સંવેદનશીલ હોય છે અને ટાઇટ કપડા પહેરવાથી સ્તન માં દુખાવો કા તો ચકામાં થઈ શકે છે. એટલે જો તમે સ્તનપાન કરો છે તો ઢીલા કપડા પહેરો અને આજકાલ તો નર્સરી બ્રા નું ચલણ પણ વધ્યું છે જે ખાસ કરીને સ્તનપાન કરતી માં માટે છે તો આવી બ્રા ની પસંદગી કરો.

૩. ચોખ્ખાઈ છે જરૂરી

બાળક બઉ જ કોમળ અને નરમ હોય છે એટલા માટે જ એમની સાફ સફાઈ નું પણ પૂરતું ધ્યાન રાખવું જરૂરી છે કારણકે એમને ચેપ જલ્દી લાગી જાય છે. એટલા માટે જ માં એ એમના બાળક નું ધ્યાન રાખવાનું હોય છે ને ચોખ્ખાઈ નું ધ્યાન તો સ્તનપાન કરતી વખતે પણ રાખવું જોઈએ. જ્યારે પણ માં બાળક ને સ્તનપાન કરાવવા જાય તો એના પેહલા ખાલી હાથ ને નઈ પણ નિપ્પલ અને સ્તન ને સાફ કરી લે. રૂ, ટિસ્યુ કા તો હળવા ગરમ પાણી માં ચોખ્ખા કપડા પલાડી ને નિપ્પલ્સ ને સાફ કરી લો, આનાથી બાળક ને ચેપ નઈ લાગે કારણકે ક્યારેક શરીર માં પસીના ના લીધે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે જે સ્તનપાન વખતે બાળક ની અંદર જાય છે એટલા માટે સ્તનપાન કરાવતા પેહલા દર વખતે સ્તન અને નીપ્પલ્સ ને ચોખ્ખા રાખો.

૩. સાબુ નો ઉપયોગ ના કરો

નહાતી વખતે પ્રયત્ન કરો કે સાબુ તમારા સ્તન અને નીપ્પલ્સ પર ના લાગે કારણકે સાબુમાં ઘણા જાત ના કેમિકલ્સ હોય છે જે તમારા સ્તન અને નીપ્પલ્સ ને કોરા બનાવી દેશે અને તમારા નીપ્પલ્સ કડક પણ બની શકે છે. આના સિવાય ભૂલ થી પણ તમારા નીપ્પલ્સ કા તો સ્તન માં સાબુ લગાવી રહ્યા છો તો આ દૂધ ની સાથે તમારા બાળક ના પેટ માં જઈ શકે છે અને તમારા બાળક ને બીમાર કરી શકે છે એટલા માટે નાહતા સમયે તમારા સ્તન અને નીપ્પલ્સ ને ખાલી ગરમ પાણી થીજ સાફ કરો.

૪. સ્વસ્થ ખાઓ

સ્તનપાન કરતી માં એ એમના ખાવાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કારણકે આં સમયે જે પણ વસ્તુ, માં ખાસે, એનો સીધો જ અસર એમના બાળક પર થશે. એટલા માટે જ હેલ્ધી વસ્તુઓ ખાવો જેથી તમારા બાળક ને પૂરતું પોષણ મળે ને આના સિવાય પૂરતી માત્રા માં આહાર લો કારણકે આવા સમયે ઊર્જા ની અછત વધારે હોય છે એટલા માટે આખું ખાવાનું જરૂરી હોય છે જેથી કરી માં ને નબળાઈ ના આવે.

૫. માલિશ પણ છે જરૂરી

સ્તનપાન કરતી માં ને ક્યારેક સ્તન માં દુખાવા ની ફરિયાદ પણ હોય છે જે સ્તન માં ગાંઠ થવાના કારણે પણ થઈ શકે છે એટલા માટે દર રોજે હળવે થી તમારા સ્તન ની માલીશ કરો કા તો મસાજ કરો એનાથી ગાંઠ નઈ બને અને લોહી નું પરિભ્રમણ ઝડપી થશે જેનાથી દૂધ ની માત્રા પણ વધશે. પણ માલિશ પછી જો પણ તમારા સ્તન માં દુખાવો થતો હોય તો વાર કર્યા વગર ડૉક્ટર ને મળીને સલાહ જરૂર થી લો.

સ્તનપાન કરવું ખાલી બાળક માટે ફાયદાકારક નથી પણ માં માટે પણ એટલું જ જરૂરી છે. માં નું દૂધ પીવાથી બાળક તંદુરસ્ત થાય છે અને પ્રતિરક્ષા માં વધારો આવે છે, ને જે માં સ્તનપાન કરાવી રહી છે એ કેન્સર અને અન્ય બિમારીઓ થી સુરક્ષિત રહે છે. આ બધા સિવાય માં નું દૂધ એક બાળક અને એની માં ની વચ્ચે નો સંબંધ વધારે મજબૂત કરે છે. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon