Link copied!
Sign in / Sign up
0
Shares

સ્તનપાન કરાવતી મહિલાઓ માટે આ કેટલાક પીણાંઓ અમૃત નુ કામ કરશે

એક નવજાત શિશુ ખુબજ નાજુક અને કોમળ હોય છે એટલે જન્મબાદ તુરંત એને માતા નુ દુધ આપવુ ખૂબ જરૂરી છે અને માં નું દુધ બાળક માટે અમૃત સમાન જ હોય છે પરંતુ કેટલીક નવી નવી માં બનેલી સ્ત્રીઓને દુધ એટલે કે ધાવણ બહુજ ઓછું આવે છે અને એ કોઈ પણ સ્ત્રી માટે ચિંતા નુ કારણ હોય છે .કેમકે કોઈ પણ માં પોતાના બાળકને ભૂખ્યું નથી જોઈ શક્તી એટલે એવી સ્થિતિમાં સ્તનપાન કરાવતી સ્ત્રીઓ એ પોતાનું અને પોતાના ખોરાક નું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી પુરતી માત્રા મા દૂધ બની શકે .એટલે આ બ્લોગ દ્વારા અમે તમને થોડાક પીણાં જણાવશું જેને પીવાથી નવી બનેલી માં ના શરીર માં પાણી ની માત્રા પૂરતા પ્રમાણમાં રહે છે અને એ શિશુ ને જોઈતી માત્રા નું દૂધ પીવડાવી શકશે.

(૧)- સૌથી મહત્વપૂર્ણ પાણી

પાણી એ સૌ કોઇ માટે મહત્વપૂર્ણ પીણું છે .પાણી દ્વારા શરીર સૌથી વધારે હાઈડ્રેટેડ રહે છે .સ્તનપાન કરાવતી દરેક મહિલાઓ એ દિવસોમાં ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી પીવું જોઈએ કારણકે તમને એ જાણી ને નવાઈ લાગશે કે સ્તન ના દૂધ મા લગભગ ૯૦% પાણી જ હોય છે એટલે પાણી ખૂબ પીવું જોઈએ .

(૨)- બદામ વાળું દુધના ફાયદા

બદામ તો આપણા સ્વાસ્થય માટે ખૂબ જ ફાયદાકારક છે .પણ સાથે સાથે બદામ વાળું દૂધ પણ એટલું જ ફાયદાકારક છે .બદામ મા ઘણી માત્રા મા વિટામિન એ ,ડી, અને ઈ હોય છે જેનાથી દુધ ની માત્રા મા ક્યારેય કમી નથી રહેતી. આખી રાત બદામ ને પાણી મા પલાળી ને રાખવી સવારે ઉઠીને એ પલાળેલી બદામ ને પીસી ને દુધ મા ભેળવી ને પીવું એના થી તમને શક્તિ મળશે અને સાથે સાથે દુધની માત્રા પણ વધી જાશે .અને એનાથી તમારા શિશુ ને પણ પૂરતું દુધ અને આહાર મળી રહેશે.

(૩)- ખૂબ જ ઉપયોગી ફળો નો રસ

કોઇપણ માતા માટે ફળો નો રસ ખૂબ જ ફાયદાકારક હોય છે .એમાં થી ખૂબ જ પોષણ મળે છે .એટલે મહિલાઓ એ એક દિવસ મા ૨ થી ૩ ગ્લાસ ફળો નો રસ પીવો જોઈએ .પણ જો તમને કોઇક ફળ ની એલર્જી હોય તો એવા ફળો નહી ખાવા અને ઠંડી ની ઋતુ માં ઠંડા ફળો ખાવા જોઈએ નહી.

(૪) - વરિયાળી માંથી બનેલી ચા

સ્તનપાન કારવતી સ્ત્રીઓ માટે વરિયાળી માંથી બનેલી ચા ખૂબ જ ફાયદાકારક હોય છે .કેમકે એના થી માતા ના ધાવણ ની માત્રા વધે છે.આ ચા પીવાથી સ્ત્રીઓ ના શરીર ને જરૂરી હોર્મોન્સની માત્રા વધે છે જેનાથી ધાવણ ની માત્રા મા પણ વધારો થાય છે.

(૫) - ગ્રીન ટી 

ગ્રીન ટી બધા માટે ફાયદાકારક છે અને વાત જો સ્તનપાન કારવતી સ્ત્રીઓની હોય તો એમના માટે પણ આ ચા એટલીજ ફાયદાકારક છે. જો કે એમાં કેફીન નામનું દ્રવ્ય પણ હોય છે એટલે એ વધારે માત્રામાં પીવી જોઈએ નહિ. કેમકે એના લીધે શિશુ ઓ ને વધુ ઊંઘ આવે છે .એટલે દિવસ મા એક અથવા બે વાર જ લીલી ચા પિવી જોઈએ અને લીલી ચા ક્યારેય ખાલી પેટે પીવી જોઈએ નહિ .

પીવા ના પદાર્થની સાથે સાથે ખાવામાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કેમકે તમે જે પણ ખાઓ છો એ તમારા દુધ દ્વારા તમારા શિશુ ને પણ મળશે એટલે સ્વસ્થ ખાઓ અને તમારા શિશુ ને પણ સ્વસ્થ ખવડાવો અને સ્વસ્થ રાખો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon