Link copied!
Sign in / Sign up
3
Shares

સ્તનપાન કરવા ની કેટલીક રીત જેનાથી બાળક ને તકલીફ થઈ શકે છે

સ્તનપાન કરાવવું ખૂબ સરળ લાગે છે ને ? અમારો અર્થ એ છે કે સ્તનપાન કરાવવા ની ઘણી રીતો છે અને આ દરેક માતાને કુદરતી રીતેઆવડવું જ જોઈએ. સ્તનપાન સાંભળવુ સારું લાગે છે પણ તે કરાવવું સરળ નથી. હકીકતમાં, મોટાભાગની માતાઓ તેમના બાળકોને સ્તનપાન કરાવતી વખતે ઘણી મુશ્કેલીઓપડે છે ઘણી વખત બાળકો યોગ્ય રીતે સ્તનપાન કરી શકતા નથી, અને ઘણી વખત માતાઓ યોગ્ય સ્તનપાન કરાવી શકતી નથી. શું તમે આવી ભૂલ કરો છો?નીચે અમે કેટલાક મંતવ્યો વર્ણવ્યાં છે જેનાથી તમે તમારી ભૂલ સમજી શકશો..

તમે તમારા બાળકને યોગ્ય રીતે સ્તનપાન કરાવવા નો સમય નથી આપતા. 

સૂત્રો જણાવે છે કે જ્યારે તમે તમારા બાળકને સ્તનપાન કરાવો છો ત્યારે તમારા સ્તનના દૂધમાં ઘણા ફેરફારો આવે છે. સ્તનપાનની શરૂઆતમાં, તમારા બાળકને પાતળું દૂધ મળે છે અને ત્યારબાદ તેને ઘાટું દૂધ મળે છે. તમારા બાળકને આ બંને પ્રકારના દૂધની જરૂર છે માટે તમે બાળક ને બંને સ્તનોનું દૂધ પીવા માટેનો સમય આપો જેથી તેમની જરૂરિયાતો પૂર્ણ થઈ શકે.

તમારા બાળકને યોગ્ય સમયે સમયે સ્તનપાન કરાવો તમારા બાળકના યોગ્ય વિકાસ માટે સ્તનપાન સમયે સમયે કરાવવું યોગ્ય છે પણ સમય ને એકદમ અનુસરવું ક્યારેક હાનિકારક સાબિત થઇ શકે છે. ક્યારેક સમય નું પાલન કરતા તમે તમારા બાળકને યોગ્ય માત્રામાં દૂધ આપવાનું ચુકી શકો છો જે તમારા બાળકને કેટલાક જરૂરી પોષણથી વંચિત રાખી શકે છે.

સ્તનપાન કરતી વખતે ચિંતા કરશો નહીં.

સ્તનપાન દ્વારા માતા અને બાળક એકબીજા થી જોડાય છે. સ્તનપાન કરાવતી વખતે તમે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો તમે તમારા બાળક સાથેનો તમારો ગહેરો સંબંધ ગુમાવશો ગહેરો સંબંધ બનાવવા માટે સ્તનપાન કરાવતી વખતે તમારે તમારા બાળક ની આંખો માં જોવું જોઈએ. તો હવેથી એ બાબત નું ધ્યાન રાખજો.

તમારા સ્તનો પર દબાણ આવવું

સ્તનપાન કરતી વખતે ચુસ્ત કપડા બિલકુલ ના પહેરો . જો તમારા સ્તનો પર અમુક કારણોસર વધારે દબાણ આવે છે તો દૂધ ની કોશિકાઓ જામી જાય છે જેનાથી દૂધ આવવામાં તકલીફ થાય છે. અને સુવા માં પણ ધ્યાન રહે એવી સ્થિતિ માં સુવો કે તમારા સ્તન પર દબાણ ના આવે.

સ્તનપાન માટે શરમ અનુભવવી

તમારા બાળકને સ્તનપાન કરાવવું તે આ દુનિયામાં સૌથી સુંદર વસ્તુઓ પૈકીની એક છે અને એ શરમજનક નથી. સમાજ વિશે વિચાર કર્યા વિના, જ્યારે પણ તમારા બાળકને એની આવશ્યકતા હોય ત્યારે તમારે ગમે તે સમયે કે ગમે ત્યાં કરાવવું જોઈએ. સ્તનપાન ને શરમ વગર,ગમે ત્યાં કરાવો જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અનેતમારો અને તમારા બાળકનો સંબંધ ગહેરો બનશે.

જો તમને આવી કોઇ ટેવ ન હોય તો તમે પોતાને શાબાશી આપો કારણ કે તમે તમારી ફરજ સારી રીતે નિભાવી રહ્યા છો અને જો તમને આમાંથી કોઈ ટેવ હોય તો તેને છોડી દેવાનો પ્રયાસ કરો, આ બધી ટેવ હોવા છતાં તમે સુપર મમ્મી તો છો જ !

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon