Link copied!
Sign in / Sign up
9
Shares

સ્તનપાન છોડાવ્યા પછી તમારા બાળકને ખોરાકમાં આ વસ્તુ જરૂર આપો

માતાનું દૂધ શિશુ માટે અમૃત માનવામાં આવે છે પણ એક સમય આવે છે જ્યારે બાળકને માતાનું દૂધ છોડાવું પડે અને તેને અન્ય વસ્તુઓ ખાવાની આદત પાડવી પડે છે. બાળકોને માતાનું દૂધ જન્મના ૮ થી ૯ મહિના સુધી આપી શકાય છે, પરંતુ આ પછી તેને અન્ય ખોરાક આપવાનું મહત્વપૂર્ણ છે. પરંતુ કોઈ પણ માતા માટે આ એક દુવિધા વાળો સમય હોય છે કારણકે દરેક માતા પોતાના બાળક માટે તંદુરસ્ત વસ્તુઓ પસંદ કરવા માંગે છે અને જ્યારે બાળક નાનું હોય ત્યારે તો આ ખૂબ જ જરૂરી થઈ જાય છે. તેથી આજે, આ બ્લોગ દ્વારા, અમે તમને કેટલીક તંદુરસ્ત ખાવાની વસ્તુઓ અને પીણાં વિશે કહીએ છીએ જે સ્તનપાન છોડાવ્યા પછી તમે તમારા બાળકને આપી શકો છો.

૧. લીલા શાકભાજી

લીલા શાકભાજી બાળક માટે ખૂબ લાભદાયી છે, નાનપણથી જ બાળકને લીલા શાકભાજી ખાતા શીખવાડો.

લીલા શાકભાજી જેમકે - વટાણા, પાલક, ગાજર, બીટરૂટ વગેરે ઉકાળો અને તેને મેશ કરી તેમાં સ્વાદનુસર મીઠું નાખો જેથી બાળકને તેનો સ્વાદ સારો લાગે. આથી તમારા બાળકને પર્યાપ્ત માત્રામાં પોષણ મળશે.

૨. ડેરી પ્રોડક્ટ

જો તમારું બાળક સ્તનપાન છોડતું હોય તો તેને યોગ્ય માત્રામાં દૂધનું પોષણ આપવું પણ જરૂરી છે જેથી તમે તમારા બાળકને થોડા ડેરી ઉત્પાદનો આપી શકો છો. તમે તમારા બાળકને દૂધ અથવા પનીર પણ આપી શકો છો જેથી તમારા બાળકને કેલ્શિયમ મળે.

૩. ફળો પણ જરૂરી છે

તમે બાળકને ફળ જેમકે - સફરજન, નારંગી, કેળા, કેરી અથવા કોઈ પણ અન્ય ઋતુનું ફળ આપી શકો છો જેથી તમારા બાળકને યોગ્ય માત્રામાં ફાઇબર અને મીનેરલ્સ મળશે.

૪. જ્યુસ પણ જરૂરી છે

જો તમારા બાળકને ફળ ખાવાનું ન ગમતું હોય અથવા તેને ચાવવામાં અસુવિધા થતી હોય તો તમે તેને ફળનો રસ પણ આપી શકો છો. તમે થોડી થોડી વારમાં તમારા બાળકને જ્યુસ આપી શકો છો જેને તમારું બાળક પસંદ પણ કરશે અને જેથી તમારા બાળકને ફાયદો પણ થશે.

૫. સૂપ પણ ફાયદાકારક હોય છે

જો તમારા બાળકને કોઈ શાકભાજી નથી ભાવતી તો તમે એનો સૂપ બનાવીને પણ એને આપી શકો છો, આનાથી તમારા બાળકને ખાલી પોષણ જ નઈ મળે, પણ એના શરીરમાં પાણીની અછત પણ નઇ થાય.

આ ઉપરાંત, તમે ડોક્ટરની સલાહ જરૂર લેજો અને તમારા બાળક માટે એક ડાઇટ ચાર્ટ જરૂર માંગજો અને જો તમારૂ બાળક કોઈ ફળ અથવા શાજભાજી ની એલર્જી ધરાવતું હોય તો એ બાબતની વાત પણ જરૂર કરી લેજો. જ્યારે બાળક સ્તનપાન છોડે છે ત્યારે બાળકને સૌથી વધારે પોષણની જરૂર હોય છે અને આ જ એવો સમય હોય છે જ્યારે તમે બાળકને તંદુરસ્ત વસ્તુઓ ખાવાની આદત પડાવી શકો છો તેથી આ સમયનો ફાયદો ઉઠાવો અને તમારા બાળકને સારું ખાવાની સાથે સાથે તંદુરસ્ત ખાવાની આદત પડાવો.

 

 

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon