Link copied!
Sign in / Sign up
2
Shares

સ્તનપાન બંધ કરવાનાં ક્યા રસ્તાઓ છે?


શું તમે ૬ મહિનાઓ થી વધારે તમારા બાળકને સ્તનપાન કરી રહ્યાં છો? વિચારી રહ્યાં છો કે ક્યારે સ્તનપાન કરાવુ બંધ કરવુ? સારુ, અમે અહીં તમારા બચાવ માટે છીએ. જેમ આપણે બધા જાણ્યે છીએ, માતા નું દુધ એક માત્ર સ્ત્રોત હોય છે પોષણનું, નવજાત બાળકો માટે, ૬ મહિના નાં સમયગાળા દરમ્યાન. તમે ધીરે ધીરે સોલીડ/સેમી સોલીડ ખોરાકનો પરિચય કરાવી શકો છો ( જે સારી રીતનાં છુંદેલા હોવા જોઈએ) ૬ મહિના પછી સ્તનપાન કરાવતી વખતે. મહિલાઓ ને પીડા અને અગવડતા, કામનું દબાણ, બાળકને પર્યાપ્ત પોષણ ના મળવાનાં કારણે, વગેરે કારણોસર તેને સ્તનપાન બંધ કરવુ હોઈ શકે છે. અહીં થોડા રસ્તાઓ છે જે સ્તનપાન બંધ કરવાની પ્રક્રિયાને સરળ કરી દેશે.

૧. સ્તનપાન ઘટાડવુ

ધીરેથી સ્તનપાન કરાવાનાં સેશન ને ધટાડી દો. તેને સરળ રીતનાં મુકવા, સ્તનપાન કરવાની આવૃતિને ઘટાડી દો. એક વાર માં જ બંધ ના કરી દો. એ જેટલુ મોહક લાગે, તમારા બાળકને કદાચ પુરતુ પોષણ ના મળે. તમે સેશન ને કાપી શકો છે જેમાં બાળક ઓછુ દુધ લેશે.

૨.બીજા ખોરાકનો પરીચય કરાવો

ઉપર જણાવ્યા પ્રમાણે, તમે જ્યારે સ્તનપાન નાં સેશન કાપવાનું શરુ કરશો, ધ્યાન રાખો કે બાળકને પુરતુ પોષણ મળે છે. ભાત અને દાળ, વેજીટેબલ પુરી, વગેરે જેવા સેમી સોલીડ ખોરાકનો પરીચય કરાવો. તે જ સમયે, બાળક જ્યાં સુધી સોલીડ ખોરાક થી ટેવાય નાં જાય સ્તનપાન શરુ રાખો.

૩. અલગ સુવો

આ ચોક્કસપણે માતાઓ માટે અઘરુ પડશે. પણ સ્તનપાન બંધ કરવા માટે, તમારે આ કંટાળાજનક કાર્ય લેવુ પડશે. જ્યારે તમે બાળક સાથે સુવો છો, તે દુધ માટે શોધશે. તેથી, થોડા દિવસો માટે, અલગ સુવો. જેમકે, અલગ પલંગ પર સુવો જે બાળક થી નજીક હોય.

૪. પરીવારની મદદ લો

જો તમે કાર્યરત માતા હોવ અથવા કામ કરવા માટે તૈયાર થઈ રહ્યા હોવ, તમારે અંતે સ્તનપાન નાં સેશન્સ ઓછા કરવા જ પડશે. તેવી બાબત માં, તમારા પરીવારજનો ની મદદ લો. તમે તેમને બાળકનું થોડી વાર ધ્યાન રાખવા માટે વિનંતી કરી શકો છો. તે બાળકની સ્તનપાન કરવાની વૃતિથી દુર કરશે.

૫. બાળકને ધાવણ છોડાવવુ

ધાવણ છોડાવવું એક પ્રક્રિયા છે જેમાં બાળક સ્તનપાન બંધ કરે છે અને બીજા સ્ત્રોત માંથી પોષણ લે છે. આ બાબતમાં, બાળક સ્તનનાં દુધ માગતુ બંધ થઈ જશે, એક વાર તે બીજા ખોરાક માંથી પોષણ મેળવવાનું શરુ કરી દે. આવા કિસ્સાઓ માં, તમારુ કામ ઘણુ સરળ થઈ જશે. પણ યાદ રાખો, બધા બાળકો સરખા નથી હોતા. અમુક સરળતા થી બીજા ખોરાકનેપસંદ કરી લેશે, જ્યારે બીજા કદાચ ના કરે. ધીરજ રાખો અને બાળક ને નવા વાતાવરણ માં ગોઠવવા નો સમય આપો.

૬.ધીરજ રાખો

સ્તનપાન મુકવુ એ તમારી કે તમારા બાળક માટે સરળ વાત નથી. કોઈદિવસ એક વાર માં નાં બંધ કરવુ. ધીરે ધીરે મુકો. ધીરજ રાખો અને જ્યાં સુધી બાળક નવી જીવનશૈલીમાં ટેવાય નાં જાય તેને આરામ આપો. તમે બાળકને પકડીને તમારી નજીક લાવીને, તેમની સાથે રમીને અને ગીત ગાઈ ને આરામ આપી શકો છો. તેમનું ધ્યાન બીજે રખાવો અને ધીરજ ને કોઈ દિવસ નાં જવા દો. સ્તનપાન તમારી અને તમારા બાળક વચ્ચે સુંદર બોન્ડ બનાવે છે. પહેલા કીધુ તેમ, તે બાળક નાં પહેલા મહિનાઓ નું એક માત્ર સ્ત્રોત હોય છે. પણ જેમ સમય જાય છે, આ પોષણ બાળક માટે પર્યાપ્ત નહીં હોય.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon