Link copied!
Sign in / Sign up
3
Shares

સ્તનપાન અને ડાયાબીટીસ: તમે આ બંને વચ્ચે ના સંબંધ ને જાણો છો?

નવી માતાઓ માટે સ્તનપાન ખૂબ જ આનંદદાયક અનુભવ છે. આ વસ્તુ તમારા નાના બાળક ને સારો પોષણયુક્ત ખોરાક આપવા ઉપરાંત તમારા માટે પણ ઘણું ફાયદાકારક છે. આથી તમે 500 કેલેરી બાળી શકો છો તથા સારા હોર્મોન ને દૂર કરી શકો છો. તથા તમને કેન્સર થવાની અને ટાઇપ -2 ડાયાબિટીસ થવાની શક્યતાઓ પણ ઓછી રહે છે. અને આ બધ કેવી રીતે થાય એ સમજવા નીચે નું વાચો.

હાલ માં સગર્ભાવસ્થા નો ડાયાબિટીસ દિવસે ને દિવસે વધી રહ્યો છે.વધુ માં વધુ જે મહિલાએ હાઇ બ્લડ શુગર નો સામનો નથી કર્યો એવી મહિલાઓ માટે પણ આ ડાયાબિટીસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. અને અયોગ્ય સગર્ભાવસ્થા નો ડાયાબિટીસ ગર્ભાવસ્થા પછી ટાઇપ 2 ના ડાયાબિટીસ ને પણ નોતરે છે. ટાઇપ 2 ડાયાબિટીસ માં તમારું શરીર યોગ્ય પ્રમાણ માં ઇન્સુલિન ઉત્પન્ન નથી કરતું અથવા તે ઇન્સુલિન નો પ્રતિકાર કરે છે. એનો મતલબ એ છે કે તે તમારા બ્લડ શુગર ના પ્રમાણ ને આસમાને પહોચાડે છે. જેના કારણે તમને હ્રદયરોગો  કિડની ના રોગો તથા અંગવિચ્છેદન ની સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.

સ્તનપાન કરાવતી મહિલાઓ વિષે નો અભ્યાસ દર્શાવે છે કે સ્તનપાન થી તેમનું શરીર ઇન્સુલિન સાથે કઈક જુદી રીતે વર્તે છે. તે ઇન્સુલિન પ્રત્યે ની સંવેદાંશીલતા માં સુધારો લાવે છે અને ગ્લુકોજ ની ચયાપચય ની પ્રક્રિયા ને ઝડપી બનાવે છે.

આ સંશોધન જુદા જુદા વાતાવરણ માથી આવેલી 1000 મહિલાઓ વચ્ચે લેવામાં આવ્યું. અને તેમના ગર્ભાવસ્થા ના 2 વર્ષ સુધી તેમનું શુગર નું પ્રમાણ જોવામાં આવ્યું. અને એ નક્કી કરવામાં આવ્યું કે જે મહિલાઓ સ્તનપાન ના અડધું સ્તનપાન કરાવતી હતી તેમના માં બ્લડ શુગર નું પ્રમાણ માં તથા ટાઇપ 2 ડાયાબિટીસ ના પ્રમાણ માં વધારો જોવા મળ્યો.

અને એવી ઘણી બધી સ્તનપાન કરાવતી માતાઓ કે જેમને ડાયાબિટીસ છે.(અને ડાયાબિટીસ ધરાવતી માતાઓ માટે સ્તનપાન કરાવવું એ સંપૂર્ણ સુરક્ષિત છે. ) તેમને તેમના બ્લડ શુગર ને નિયંત્રિત રાખવા માટે ઘણા ઓછા પ્રમાણ માં ઇન્સુલિન ની જરૂર પડે છે. તેથી આ એ દર્શાવે છે કે સ્તનપાન અને ડાયાબિટીસ વચ્ચે કેવો ઝીણો સંબંધ છે.

ડાયાબિટીસ નું જોખમ માતાઓ કેટલા લાંબા ગાળા સુધી સ્તનપાન કરાવે છે તેના પર નિર્ભર છે. માતાઓ કે જે 2 મહિના ના ગાળા સુધી સ્તનપાન કરાવે છે તેમને ડાયાબિટીસ થવાની શક્યતાઓ 50% ઓછી હોય છે. અને જે માતાઓ 5 મહિનાઓ સુધી સ્તનપાન કરાવે છે તેઓ ની ડાયાબિટીસ થવાની શક્યતાઓ નહિવત હોય છે. અને આ વાત એ વસ્તુ તરફ પણ ધ્યાન ખેચે છે કે માતાઓ જેટલું વધારે સ્તનપાન કરાવે છે તેટલું તેમનું વજન ઘટે છે અને વધારે વજન હોવું એમાં ડાયાબિટીસ નું જોખમ હોય છે.

અને એમ જોવા જઈએ તો બધી જ સ્ત્રીઓ જુદી જુદી હોય છે. અને અગર તેઓ સ્તનપાન કરાવતા હોય તેમ છતાં ડાયાબિટીસ થવાની શક્યતાઓ પણ જુદી જુદી હોય છે. અને તમે એવા વ્યક્તિ છો કે જેમને ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભાવસ્થા નો ડાયાબિટીસ થયો હોય તો, એ સમજવું જરૂરી છે કે તમે જરૂરી પ્રમાણ માં પોષક તત્વો લો અને વ્યાયામ કરો કે જેથી તમે બાળક ના જન્મ પછી પણ ખુશ રહો. અને ચિકિત્સક સાથે સલાહ લો અને તમે ગર્ભાવસ્થા દરમિયાન તમારા નજીક ની વ્યક્તિ ની મદદ લેતા ખચકાવ નહીં.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon