Link copied!
Sign in / Sign up
3
Shares

શું તમને ખબર છે અડધી રાતે નીંદર ઉડવાનો અર્થ શું થાય છે?😴😲😴😲

દરેક માણસના સારા સ્વાસ્થ્ય માટે, જેટલું મહત્વ યોગ્ય ખાવા-પીવાની હોય છે, તેટલું જ એક સારી ઊંઘનું પણ હોય છે. જો કોઈની નીંદરમાં થોડો ખલેલ પડે તો એનાથી ફક્ત આગલો દિવસમાં જ નહિ પણ એના સ્વાસ્થ્યમાં પણ ખુબ અસર થાય છે.

એટલે કાયમ પ્રયત્ન કરો કે તમને એક સારી ઊંઘ મળે કે જેથી આવતી સવાર તમારા માટે ખુશનુમા રહે પરંતુ આજના ભાગદોડ ભરેલા સમયમાં અને તમામ પ્રકારના તણાવમાં સૌથી વધારે અસર ઊંઘ પર થાય છે. લોકો થોડા પણ હેરાન હોય તો તેમની ઊંઘ ઉડી જાય છે.

રાતના સુતા સમયે ઘણીવાર એની આંખ ખુલી જાય છે. જો તમારી પણ રાતના સુતા સમયે ઊંઘ ઉડી જતી હોય તો તમારે તેને ગંભીરતાથી લેવું જોઈએ, કેમ કે આ તમારા સ્વાસ્થ્યમાં આવી રહેલા બદલાવો તરફ ઈશારો કરે છે.

આવો જાણીએ રાતના ઊંઘ ઉડી જવી તમારા સ્વાસ્થ વિશે શું દર્શાવે છે.

રાતના ૧૧ થી ૧ વાગ્યાની વચ્ચે

જો તમને જલ્દી સુવાની આદત છે અને તમારી આંખ ૧૧ વાગ્યાથી ૧ વાગ્યાની વચ્ચે ખુલ્લી જાય છે તો એનો અર્થ છે કે તમે કોઈ વાતને લઈને ખુબ ચિંતિત છો. એટલે તમે પ્રયત્ન કરો કે સુતા પહેલા એ બધી જ વાતોને, જે તમને હેરાન-પરહેસાન કરતી હોય, તમારા મનમાંથી બહાર કાઢી નાખો. એ બધી જ નકારાત્મક વાતોને સુતા પહેલા પોતાથી દૂર કરો, જેથી તમને તણાવ થાય છે.

જો ૧ થી ૩ વાગ્યાની વચ્ચે આંખ ખુલ્લે તો

રાતના ૧ થી ૩ વાગ્યાની વચ્ચેનો સમય એવો હોય છે જયારે તમે ભર ઊંઘમાં હોવ છો પરંતુ આની વચ્ચે તમારી આંખ ખુલ્લી જાય તો આ લીવર સબંધિત મુશ્કેલીઓને દર્શાવે છે. આની સાથે એ વાતને પણ દર્શાવે છે કે તમે કદાચ અંદર થી ખુબ ગુસ્સામાં છો. એટલે તમે આ સમયે આંખ ખુલ્લે તો પાણી પીવો અને પોતાનું મન શાંત રાખવાનું પ્રયત્ન કરો. એ બધી જ વાતોને મનમાંથી કાઢીને સુવો જેથી તમને ગુસ્સો આવે છે.

જો તમારી આંખ ખુલ્લે ૩ થી ૫ વાગ્યાની વચ્ચે તો

જો તમારી આંખ ૩ થી ૫ વાગ્યા વચ્ચે ખુલતી હોય તો એ ફેફસાના સબંધિત સમસ્યાને દર્શાવે છે.

૫ વાગ્યાથી ૭ વાગ્યા વચ્ચે ખુલ્લે આંખ તો

આ એ લોકો માટે નથી જેને જલ્દી ઉઠવાની આદત હોય. જે લોકો ખાસ કરીને આ સમયે નથી ઉઠતા પણ અચાનક ગભરાહટ ના કારણે એની આ સમયે આંખ ખુલ્લી જાય છે.આ એ વાત તરફ સંકેત કર છે કે તમે ભાવુકપણે ખુબ દુઃખી છો. એટલે તમે પોતાને કસરતની મદદથી તણાવથી દૂર રહેવાનો પ્રયત્ન કરો.

પરંતુ તમને જણાવીએ કે જો તમારી સાથે એકાદ બે વાર આવું થાય તો વધારે ગભરાવાની જરુર નથી. પણ જો આ વારંવાર થઇ રહ્યું હોય તો એકવાર પોતાના ડોક્ટરનો સંપર્ક જરૂર કરો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon