Link copied!
Sign in / Sign up
1
Shares

શું તમને ખબર છે પ્રેગ્નેન્સીમાં વાળ કલર કરવાથી બાળક સાથે શું થાય છે?

જયારે કોઈ સ્ત્રી પ્રેગનેન્ટ થાય છે ત્યારે તેને ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. સ્ત્રીએ પોતાની સાથે તેના બાળકનું પણ ધ્યાન રાખવાનું હોય છે. આમ તો મોટા ભાગની સ્ત્રીઓ ફેશનના મામલા માં બહુજ સખ્ત છે. સમય સમયે પાર્લર જવું અને ટ્રેન્ડ સાથે ચાલતા રેહવું આ બધું આજની સ્ત્રીઓ બરાબર ફોલો કરતા હોય છે. આજના સમયમાં વાળ કલર કરવાનું અને વાળ સ્ટ્રેટ કરવાની ફેશન બહુજ વધી ગઈ છે. 

જો તમે પ્રેગનેન્ટ છો અને હેર કલર કે હેર સ્ટ્રેટનીંગ કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ સમયે નાં કરાવો. કારણકે આનાથી તમારા બાળક પર બહુજ ખરાબ પ્રભાવ પડશે. આટલુજ નહિ પ્રેગ્નેસીમાં હેર ડાઈનો ઉપયોગ પણ ટાળવો જોઈએ.

એક રીસર્ચ માં સામે આવ્યુંછે કે પ્રેગનેન્સી દરમિયાન વાળ કલર કરવા કે સ્ટ્રેટ કરવાથી બાળક પર બહુજ ખરાબ અસર થઈ શકે છે. રીસર્ચ દ્વારા શોધી કાઢવામાં આવ્યું છે કે સ્ત્રીઓ પ્રેગ્નન્સીમાં કલર અથવા વાળ સ્ટ્રેટ અથવા તો કોઈ પણ કેમિકલ ની ટ્રીટમેન્ટ વાળમાં લીધી હોય તો તેમના બાળકોમાં લ્યુકેમિયાનું જોખમ ખૂબ વધારે થઈ જાય છે.

 

સર્વેમાં 419 મહિલાઓ સામેલ હતા, જેમાંથી 179 મહિલાઓના બાળકોને એક્યુટ એંટોક લિમ્ફોસાયટિક લ્યુકેમિયા અને 55 મહિલાઓના બાળકોને એક્યુટ મેલોડ લ્યુકેમિયા સાથે સંકળાયેલા હતા. અને આ બધી સ્ત્રીઓએ ગર્ભવસ્થામાં બાળ કલર અથવા સ્ટ્રેટ કરાવ્યા હતા.

તેથી ડૉકર્સે બધી ગર્ભવતી સ્ત્રીઓને આ સૂચના આપી છે કે પ્રેગ્નેસી દરમિયાન ક્યારેય પણ કેમિકલ સાથે વાળની સારવાર નાં કરે. આથી તમારા બાળક પર ઘાતક અસર થાય છે. 

ત્યાં એક બીજા સંશોધનમાં આગળ આવ્યું કે પ્રેગ્નન્સી દરમિયાન જે મહિલાઓએ વાળ ટ્રીટમેન્ટ લેધી છે તેમના બાળકોને ન્યુયુરોબ્લાસ્ટોમા અથવા કેન્સર થવાનું જોખમ રહે છે. ડૉક્ટર પણ આ જ સલાહ આપે છે કે પ્રેગ્નન્સી દરમિયાન તમે વાળ કલરથી દૂર રહો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon