Link copied!
Sign in / Sign up
71
Shares

શું તમને ખબર છે પ્રેગનેન્સીમાં રોવાથી તમારા બાળક પર શું અસર થાય છે?

ઘણી વાર મોટા વૃદ્ધ લોકો પણ આ સલાહ આપે છે કે પ્રેગનેન્સી માં બધી મહિલાઓએ ખુશ રેહવું જોઈએ. ખુશ રેહવાથી એક તો તમારી સેહત સરસ રેહશે અને બીજી જે તમારી અંદર નાનું જીવ જેન્મે છે તે પણ હૃષ્ટ પુષ્ટ જન્મી શકે છે. પ્રેગ્નેન્સીમાં રોવું જેટલું તમારા માટે હાનીકારક છે તેટલુંજ તમારા બાળક માટે પણ હાનીકારક છે.

તમને જણાવીએ કે જે સ્ત્રી પ્રેગનેન્સી દરમિયાન વાત વાત પર રોવા લાગે કે લાંબા સમય સુધી ચિંતા માં રેહતી હોય તો તેનો પ્રભાવ તમારા બાળક પર પણ પડે છે 

એક રીસર્ચ પ્રમાણે જે સ્ત્રી પ્રેગ્નેસી દરમિયાન રોતા રહે કે ચિંતા માં રહે તો તેઓ કોલિક બેબીને જન્મ આપવાની શક્યતા વધી જાય છે 

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે કોલિક બાળકોનો અર્થ છે કે જે બાળકો વધારે પડતા બસ રોતાજ રહે છે. જો તમે હમેશા તણાવમાં રેહશો તો તે તમારા બેબી પર નુકસાન પ્રભાવ પાડશે. જોકે ક્યારેક દુ: ખી હોવું પ્રગ્નન્ટ સ્ત્રી માટે સામાન્ય બાબત છે કારણ કે, શરીરમાં ઘણા ફેરફારો તમારી મૂડમાં નોંધપાત્ર પરિવર્તન લાવે છે. જેને મૂડ સ્વિંગ કહેવાય છે.

જો પ્રેગ્નેસી દરમિયાન તમને વધારે રોવું આવે તો ચેતી જજો. કોશિશ કરો કે વધારે પડતી ચિંતા અને તણાવથી દૂર રહો. તમે ચિંતા થી દૂર રેહવા માટે સકારાત્મક વિચારો મગજમાં લાવાવની કોશિશ કરો. જે વસ્તુ કે જે વિચાર તમને ખુશી આપે તે બાબતો પર વિચાર કરો. 

જો તમે ઘરમાં એકલા હોવ અને જેવા તેવા વિચારો હેરાન કરે તો તમારા દોસ્તોને અથવા ફેમીલીમાં કોઈને ફોન કરી તેમની સાથે વાતો કરો. આમ કરવાથી તમે સારું અનુભવશો.

આના સિવાય તમે બહાર ફરવા જઈ શકો છો કે પછી તમારી મનપસંદ ફિલ્મ જોઈ શકો છો અને સાથે કોઈ સકારાત્મક પુસ્તક વાંચી શકો છો જે તમને સારા વિચારો આપે.

અમે આશા કરીએ છીએ કે આ ટીપ્સ તમને કામ આવે. તમારું ધ્યાન રાખજો :)

Click here for the best in baby advice
What do you think?
20%
Wow!
80%
Like
0%
Not bad
0%
What?
scroll up icon