Link copied!
Sign in / Sign up
0
Shares

શું તમને ખબર છે કે તમારું શિશુ પણ થઇ શકે છે યૂટીઆઈ નો શિકાર😲 જાણો કેવી રીતે

આજકાલ દરેક માતા-પિતા પોતાના શિશુને ડાયપર જરૂર પહેરાવે છે. ખાસ કરીને ક્યાંક બહાર આવતી જતી વખતે અને રાતે સુવાના સમયે. પરંતુ કોઈક લોકો હોય છે જે એક જ ડાયપર લાંબા સમય સુધી પહેરાવી રાખે છે. જેના કારણે બાળકને રેશેઝ જેવી સમસ્યા થઇ શકે છે.

પરંતુ જો તમે આ આદતને સમય પર નહિ બદલો તો આનાથી તમારા બાળકને વધારે તકલીફ થઇ શકે છે. હા જો- તમે લાંબા સમય સુધી તમારા બાળકને એક જ ડાયપર પહેરાવી રાખ્યું તો તેને યુટીઆઇ ની સમસ્યા થઇ શકે છે.

તમને જણાવીએ કે બાળકને ડાયપર બદલતી વખતે ત્વચા પર મળ-મૂત્રના અંશ રહી જાય છે જેના કારણે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. જે ફંગસ ઇન્ફેકશનની (ચેપ) સમસ્યા થઇ શકે છે. કારણ કે બાળકની ત્વચા સંવેદનશીલ હોય છે એટલે બાળકને આ બીમારી થવાનો ભય રહે છે. બાળકો ની ત્વચા સંવેદનશીલ હોવાના કારણે આ બીમારીનો ભય સૌથી વધારે હોય છે.

જાણો આનું શું છે કારણ:

તમને જણાવી દઈએ કે બાળકો માટે વાપરીને ફેંકી શકાય એવા ડાયપર ને નાના-નાના ગ્રેન્યુલ કેમિકલથી બનાવાય છે. જેની ત્વચા પર હાનિકારક અસર થઇ શકે છે. એ ડાયપરની બહારની બાજુ રીફાઇન્ડ પ્લાસ્ટિક પોલિથિલિન થી બનાવેલી હોય છે. જે ગ્રેન્યુલ દ્વારા એકઠો કરેલો પેશાબ બહાર આવવા દેતી નથી. આ એક એવો લેયર હોય છે જે ત્વચાની આજુબાજુ હવા પહોંચવા દેતી નથી એટલે હવાના અભાવથી ત્વચાને નુકશાન થાય છે.

કઈ કઈ હોય શકે છે સમસ્યા?

સાધારણ રીતે, ઘણા માતા-પિતા પોતાના બાળકને ૪ થી ૫ કલાક થી પણ વધારે ડાયપર પહેરાવી રાખે છે. એટલા લાંબા સમય સુધી ડાયપર પહેરીને બાળક અસહજ થઇ શકે છે, અને આરામથી નથી રહી શકતા. લાંબા સમય સુધી ડાયપર પેહરાવના કારણે બાળકને યુટીઆઇ, જાંઘ પર રેશેઝ, પગમાં પીડા, ગંદામાં રેહવું, ચીડચીડાયપણું અને પેશાબ કરતા સમયે બળતરા અને દુખાવા જેવી સમસ્યાથી ગુજરવું પડે છે.

આ રીતે કરો ઉપચાર

તમે તમારા બાળકને યુટીઆઇથી બચવા માટે એન્ટી-રેશેઝ ક્રીમ અને કોર્ન સ્ટાર્ચ યુક્ત એન્ટી-ફંગસ ટેલકોમ પાવડર નો ઉપયપગ કરો. તમે આ પાવડરને તમારા બાળકને ડાયપર પહેરાવતા પહેલા લગાડો, એનાથી એની ત્વચા સૂકી અને સોફ્ટ રહેશે. પરંતુ જો સમસ્યા વધારે હોય તો ડોક્ટરની સલાહ લેવામાં બિલકુલ મોડું ન કરો.

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon