Link copied!
Sign in / Sign up
43
Shares

શું તમે સગર્ભા થવાનો સૌથી ઝડપી અને સરળ રસ્તો જાણો છો?😍😍

જો તમે સગર્ભા થવાની રાહ જોઈ રહ્યા હોવ અને મુંઝવણમાં ખોવાય ગયા હોવ કે તેનો સૌથી શ્રેષ્ટ સમય કયો છે તો ચિંતા ન કરશો, તમે એકલા નથી! ઘણા અન્ય યુગલો પણ આ જ સ્થિતિમાં હોય છે. શું કરવું તે ખબર નથી હોતી અને આ જ મુંઝવણના કારણે તેઓ નિરાશ થઇ જાય છે.

આ ઉપરાંત, વધુ ગૂંચવણમાં નાખે છે માદા પ્રજનન તંત્ર કારણ તેઓ જટિલ હોય છે. આ કારણે, ઘણા શિક્ષિત લોકો પણ વડીલો, સાથીદારો અને ઇન્ટરનેટ જેવા વિવિધ સ્રોતોનો સહારો લે છે.

સગર્ભા થવું કેમ છે મુશ્કેલ?

સગર્ભા થવામાં અક્ષમ હોવા બદલ બદલાતી જીવનશૈલીનો દોષ છે. ઘણા લોકો ખુબ તણાવ, વિલંબિત લગ્ન, અસ્વસ્થ આહારની આદતો, લગ્નમાં નિરાશા વગેરે.. અનુભવે છે.

અન્ય કારણો જેથી બાળક નથી થતું:

નર

-ઈરેકશન તકલીફો

-૩૦ વર્ષથી વધુ ઉમર

-તણાવ

-સ્પર્મ્સની ગુણવત્તા અને સંખ્યા

માદા

-અનિયમિત માસિક

-પી.સી.ઓ.ડી

-માસિકનો અભાવ

-હોર્મોનલ અસંતુલન

-૩૦ વર્ષથી વધુ ઉમર

-થાઇરોડ

-ક્લોગડ ફેલોપીઅન ટ્યૂબ

-કસુવાવડનું ઇતિહાસ

હવે તમે જાણો છે બાળક ન થવાના કારણો, તેથી આજે અમે તમને ગર્ભવતી થવાની શ્રેષ્ઠ અને સૌથી સરળ રીત કહીશું:

૧. જાણો કે ક્યારે છે તમારો ઓવ્યુલેશન નો સમય

સરેરાશ, એક તંદુરસ્ત સ્ત્રી ઓવ્યુલેશન દરમિયાન સરળતાથી સગર્ભા થઇ શકે છે. સામાન્યતઃ માસિક ચક્ર ૨૮ દિવસે આવે છે અને ઓવ્યુલેશન આશરે ચક્રના ૧૪ મા દિવસે શરૂ થાય છે. યુટેરસ દ્વારા બહાર કાઢવામાં આવેલા ઇંડા ફેલોપિયન ટ્યુબની નીચે જાય છે અને જો તે ફેર્ટીલાઇઝ થઇ જાય છે તો તે ગર્ભાશયની દીવાલ રોપાય છે અને બસ!! તમારી અંદર એક બાળક આવી ગયું.

૨. ઓવ્યુલેશન પહેલા ખુબ સેક્સ કરો

પુરુષ સ્પર્મ્સ તમારા શરીર માં લગભગ ૩ દિવસ સુધી ટકી શકે છે, પરંતુ ઈંડા ફક્ત ૧૨ - ૨૪ કલાક રહે છે. એટલે જ, માસિક પછી તરત સેક્સ કરવાથી સકારાત્મક પરિણામો મેળવવા માટે વધુ તક રહે છે, કારણ કે આ સમયે સ્પર્મ્સ સરળતાથી તમારા શરીર દ્વારા રિલીઝ કરેલા તાજા ઈંડા સુધી પહોંચી શકે છે.

૩. સ્થિતિઓ અને સમયનું ખુબ મહત્વ છે

જોકે આ એક જૂની કેહવત છે કે સંભોગની પોઝિશન, ગર્ભવતી થવા માટે ખુબ મહત્વની હોય છે. આ ઘણી સ્ત્રીઓ માટે કામ કર્યું છે એટલે વિવિધ સ્થિતો અપનાવા માટે કોઈ હાનિ નથી, જ્યાં સુધી તમને આનંદ મળે છે. ફક્ત યાદ રાખો કે તમે પીઠ પર સૂઈ પછી પ્રયાસ કરો કારણ તેથી યોની નીચેની તરફ નહિ ઢળે. તમારા પગને એલિવેટેડ રાખવાથી ક્યૂઝન પ્રક્રિયામાં મદદ મળે છે.

૪. લુબ્રિકેશન (ઉંજણ) ન વાપરો

ઘણા લોકો ઊંગણ નો ઉપયોગ કરે છે, કારણ તેથી સ્પર્મ્સને મદદ મળે છે એવું માનવામાં આવે છે. જો કે, તે સાચું નથી. વાસ્તવમાં તે તમારા યોનિની કુદરતી પીએચમાં અવરોધે છે અને સર્પમ્સની ગતિશીલતા ઘટાડે છે.

આ ઉપરાંત, કસરત અને મેડિટેશન કરવું અનિવાર્ય છે. જો તમે ખરેખર સગર્ભા થવાનો પ્રયાસ કરી રહ્યા હોવ, તો અસરકારક પરિણામો માટે ધુમ્રપાન અને દારૂ પીવાનું બંધ કરો! આ નુસ્ખાઓ અપનાવી જુઓ અને અમને જણાવો કે તમને સહેલાઈથી સગર્ભા થવામાં મદદ મળી કે નહિ!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon