Link copied!
Sign in / Sign up
1
Shares

શું તમે જાણો છો કે પીરિયડ્સમાં કેટલી વાર પૈડ બદલવું જોઈએ?🤔

પીરિયડ્સ એક એવી શારીરિક પ્રક્રિયા છે કે જેનાથી બધી સ્ત્રીઓ ને પસાર થવું પડે છે. આ દિવસો જેટલા તેમના માટે કઠિન હોય છે એટલું એમને પોતાનું ધ્યાન રાખવું પડતું હોય છે. આ દિવસોમાં શું ખાવું જોઈએ અને શું નહીં આ વાતનું પણ સ્ત્રીઓને ખાસ ધ્યાન રાખવું પડે છે.

આની સાથે-સાથે તેમણે સાફ-સફાઈની પણ ખૂબ કાળજી રાખવી પડે છે. સાફ-સફાઈમાં બેદરકારી ના લીધે તમે ઘણા રોગોના શિકાર બની શકો છો. જેમાં મોટાભાગે યુટીઆઈના કેસ જોવાં મળે છે. તેથી આવા સમયે જરૂરી છે કે તે પીરિયડ્સ દરમિયાન સમય પર પૈડ બદલે.

પરંતુ શું તમે જાણો છો કે પીરિયડ્સ દરમિયાન તમારે એક દિવસમાં કેટલી વાર પૈડ બદલવું જોઈએ. જો નહીં, તો જરૂરથી આ વાંચો કે પીરિયડ્સ દરમિયાન કેટલી વાર પૈડ બદલવું જોઈએ....

હેલ્થ એક્સપર્ટનું માનીએ તો પીરિયડ્સ દરમિયાન મહિલાએ દર 4 કલાકે પૈડ બદલવું જોઈએ. એના ઉપરાંત જો તમે પૈડને બદલે ટૈમ્પૉન વાપરો છો તો એને દર 2 કલાકે બદલવું જોઈએ. જો કે પૈડ બદલવાનો સમય એ વાત પર પણ નિર્ભર કરે છે કે તમે કાઈ ક્વોલિટીની પૈડ વાપરો છો અને તમારે કેટલો ફલૉ થાય છે. કેટલીક સ્ત્રીઓને હેવી બ્લડ ફ્લો થાય છે અને કેટલીક સ્ત્રીઓને ઓછો ફ્લો થાય છે તેથી તમારે જરૂરત પ્રમાણે પૈડ બદલવું જોઈએ.

આ બાબતોનું ધ્યાન રાખો:

આમ તો તમારે જરૂરિયાત પ્રમાણે પૈડ બદલવો જોઈએ, પરંતુ જો તમને ઓછો ફ્લો થતો હોય અને તમને એવું લાગે કે આ પૈડ વધુ સમય સુધી ચાલી શકે તેમ છે તો પણ વધુ સમય સુધી આનો ઉપયોગ ન કરવો જોઈએ કારણકે એ પૈડ ઓછા બ્લડથી પણ બગડી જાય છે. લાંબા સમય સુધી એક જ પૈડનો ઉપયોગ વૈજાઈનલ ઇન્ફેક્શન, યુટીઆઈ અને સાથે-સાથે ત્વચા પર થતા રૈશેઝના જોખમ ને વધારે છે.

એકજ રીત અપનાવો:

જ્યારે કેટલીક સ્ત્રીઓને બ્લડ ફ્લો વધારે હોય છે ત્યારે તે ૨ પૈડ અને કપડાંનો ટુકડો અથવા ઘણી વાર ટૈમ્પૉન અને સૈનિટરી નેપકીનનો ઉપયોગ એકસાથે કરે છે. જો કે આ રીત હેવી બ્લીડિંગથી બચવા માટે બઉ મદદરૂપ થઈ શકે છે પરંતુ આ એક સારો ઓપ્શન નથી. સૈનિટેશન ની ૨ રીતનો પ્રયોગ કરવાથી તમે વારંવાર પૈડ બદલવામાં કાપ મુકશો. આના લીધે વૈજાઈનલ ઇન્ફેક્શન અને ત્વચા પર રૈશેઝ થવાનું જોખમ વધી જાય છે. ઉપરાંત જો તમે ટૈમ્પૉન નો ઉપયોગ કરો છો તો તમારે ટૉક્સિક શૉક સીંડ્રોમ પણ થઈ શકે છે.

પીરિયડ્ પૈડ વારંવાર બદલો:

આવું ઘણી સ્ત્રીઓમાં જોવા મળ્યું છે કે પીરિયડ્સના પ્રથમ ૨-૩ દિવસોમાં તેમનો બ્લડ ફ્લો આછો હોય છે પરંતુ એનો મતલબ એવો નથી કે જો તમારું પૈડ ગંદુ નથી થયું તો તમારે તેને બદલવાની જરૂર નથી. તમારે એ દરમિયાન પણ પૈડ બદલતું રેહવું જોઈએ જેથી તમારે કોઈ હેલ્થને લાગતી તકલીફ ન થાય.

અમે આશા કરીએ છે કે અમારો આ બ્લોગ તમને મદદરૂપ થયો હશે કારણકે સારી હેલ્થ તમને સારું જીવન આપશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon