Link copied!
Sign in / Sign up
8
Shares

શુ તમે જાણો છો કે તમારા બાળક ને ઠંડી સૌથી વધારે ક્યાં લગે છે?

ઠંડીની ઋતુ એમની ચરમ સીમાએ પહોંચી ગઈ છે અને આ ઋતુ ને માણવા વાળા લોકો આમા કોઈ કસર છોડતા નથી. ઠંડી ની ઋતુ તો હોય છે મસ્ત પણ એમની સાથે બધા રોગો પણ લાવે છે. જેમાં સૌથી સામાન્ય છે શરદી ખાસી થવી.

ઠંડી ના વાતાવરણમાં તમે સહેજ પણ બેદરકારી કરી તો લેવાના દેવા પડી શકે છે. શરદીમાં પ્રતિરક્ષા નબળી પડી જતી હોય છે એટલા માટેજ કોઈ પણ રોગ તમને જલ્દી જકડી લે છે. એટલા માટેજ આ ઋતુમાં ખાસ ધ્યાન રાખવાની જરૂરત હોય છે.

એજ વાત જો બાળક ની કરવી હોય તો એમનું ધ્યાન તો હજી સાવચેત થઈને રાખવું જોઈએ. કારણકે તમારું બાળક બોલી નથી શકતું તો એ એમની તકલીફ વ્યક્ત નથી કરી શકતું. એટલા માટેજ એમના નવા જન્મેલા બાળક નું ધ્યાન માતા - પિતા એ હાજી સારી રીતે કરવી જોઈએ.

જો બાળક મોટું હોય અને બોલી શકે છે કે એને ક્યાં બાજુ ઠંડી લગે છે તો તમારું કામ અડધું સહેલું થઈ જાય છે પણ જ્યારે વાત નવા જન્મેલા બાળક ની આવે છે તો તમારે પોતે એ જોવાનું છે કે તમારા બાળક ને ક્યાં ઠંડી લાગે છે. આજે અમે તમને બતાવીસુ કે બાળક ને ઠંડી કયા કયા અંગ પર લાગી શકે છે.. નાખો એક નજર...

માથા પર ઠંડી

નવા જન્મેલા બાળક ને સૌથી વધારે ઠંડી માથામાં લાગતી હોય છે અને માથામાં લાગેલી ઠંડી આખા શરીર માં અસર કરે છે. એટલા માટે તમે ધ્યાન રાખો બાળકનું માથું ઢંકાયેલું રહે. એને માથા પર ટોપી પહેરવો જેથી કરી એ ઠંડી થી બચી શકે. પણ તમે એ વાત નું ધ્યાન રાખી એને રૂ ની ટોપી પહેરવો જેથી એને ચકામાં થવાનું જોખમ ના રહે, કારણકે બાળક ની ચામડી ઘણી નાજુક હોય છે.

પગ માં ઠંડી 

આના સિવાય બાળક ને પગ માં પણ ઘણી ઠંડી લાગતી હોય છે. તમે જોયું જ હશે કે બાળક ના પગ ઠંડી ના કારણે એકદમ બરફ જેવા ઠંડા થઈ જાય છે. એટલા માટે તમે એને મોજા પહેરાવી રાખો અને એમને તડકા માં ચોક્કસ લઈ જાઓ. જ્યારે બાળક તડકા માં હોય ત્યારે એના મોજા ઉતારી દો.

હાથ

આની સાથે સાથે તમારા શિશુ ને હાથમાં પણ બઉજ ઠંડી લાગતી હોય છે. હાથ માં ઠંડી લાગવા થી બચાવા માટે તમે તમારા બાળક ને રૂ ના હાથમોજા પહેરાવી શકો છો. પણ, રાત્રે ઊંઘતી વખતે એને નિકાળી દેજો કારણકે ઘણા બાળકો આનાથી અસહજતા અનુભવતા હોય છે.

નાક

શરદીમાં બાળક ની નાક પર પણ બઉ અસર થતી હોય છે. તમે જોયું હશે કે ઠંડી ના કારણે તમારા બાળક ની નાક બરફ જેવી ઠંડી અને લાલ થઈ જતી હોય છે. એવામાં એમને શરદી થઈ જવાનું પણ જોખમ રહે છે. એટલા માટે તમે એમને હલકા ગરમ હાથ વડે શેક આપો.

તમારા બાળક ને આવી રીતે બચાવો ઠંડી થી
નવશેકયા તેલ થી માલિશ

તમે તમારા બાળક ને સરસિયા નું તેલ નવશેકું ગરમ કરીને એનો માલિશ કરી શકો છો. આનાથી ખાલી બાળક ને ઠંડી થી રાહત જ નઈ મળે પણ એમના શરીર માં પણ ગરમહાટ રહેશે.

કરાવો સ્તનપાન

કેમકે ઠંડી માં બાળકોની પ્રતિરક્ષા પ્રભાવિત થતી હોય છે એટલા માટે તમે એમને સ્તનપાન કરાવજો. માં નું દૂધ એવું હોય છે જે એમને રોગો થી લડવામાં મદદ કરે છે. ખાસ કરીને આ શરદી, ખાંસી અને ચેપ થી બચાવે છે. 

 

 

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon