Link copied!
Sign in / Sign up
0
Shares

😮શું તમે હોટલમાં જઇને સૂપ-સેલડ ખાઓ છો? તો ચેતી જજો કારણકે..😮

જે લોકો હેલ્થનું ખૂબ ધ્યાન રાખે છે અને જેમને ખબર છે કે બહારના ખોરાકમાં ઘણી વધારે પડતી કેલરી અને બેડ ફેટ્સ છે એ લોકોને પણ બહાર મીટિંગ માટે, ફેમિલી-ફંક્શનમાં, ફ્રેન્ડ્સ પરાણે ખેંચી જાય ત્યારે કે બાળકો જીદ કરે ત્યારે બહાર ખાવા તો જવું જ પડતું હોય છે. જો કે ઘણા તો એવા છે કે જેમને ખુદ જ બહાર જઈને ખાવાનું એટલું ગમતું હોય છે કે એ લોકો રહી શકતા નથી.

જો કે આવી પરિસ્થિતિમાં મોટા ભાગના લોકો વચ્ચેનો રસ્તો અપનાવે છે. એ રસ્તો એ છે કે હોટેલમાં જઈને સૂપ કે સેલડ ઓર્ડર કરીને ખાવાનાં. બીજું કંઈ પણ ખાઓ એના કરતાં સૂપ-સેલડ હેલ્ધી છે એવું લોકો માને છે અને એ માટે એ જ ઓર્ડર કરીને તેમને લાગે છે કે આપણે બહાર ખાઈ પણ લીધું અને હેલ્થને પણ નુકસાન ન થવા દીધું. પરંતુ મોટા ભાગના ડાયટિશ્યન બહાર જઈને ખાવાની વાત આવે ત્યારે હંમેશાં મેઇન ર્કોસ પર ફોકસ આપવાનું કહે છે એટલે કે બહાર જઈને રોટલી, શાક, દાળ, ભાત જેવું કંઈ પણ ખાઓ તો ચાલે; પણ સૂપ કે સેલડ નહીં. પણ આવું શા માટે? સૂપ અને સેલડ ઘરે ભરીને- ભરીને ખાવાનું કહે છે અને બહાર જાઓ ત્યારે એનાથી બચવાની સલાહ આપે છે. આવું શા માટે આવો આજે જાણીએ.

સામાન્ય રીતે કાચું સેલડ જેમાં ગ્રીન સેલડ મેઇન છે, જે આપણે હોટેલમાં જઈને ઓર્ડર કરીએ છીએ એ આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. બહાર આપણે જે પણ ખોરાક ખાઈએ એ હંમેશાં પકવેલો હોય એ ખૂબ જરૂરી છે. બહારના ખોરાકથી આપણને ઇન્ફેક્શન થવાની શક્યતા વધુ રહે છે અને એ શક્યતા ઓછી કરવા માટે ખોરાકને પકવવો જરૂરી છે. જ્યારે આપણે કાચો ખોરાક ખાઈએ છીએ ત્યારે બીમાર પડવાનું રિસ્ક ઘણું વધી જતું હોય છે. એટલે સારામાં સારી હોટેલમાં જઈને પણ ગ્રીન સેલડ ન ખાવું જોઈએ.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon