Link copied!
Sign in / Sign up
2
Shares

શું તમે ગર્ભાવસ્થામાં કે એના તરત પછી જ વેક્સ કરાવો છો?

એક વાર જો તમારી વેક્સિંગ પછીની કોમળ ચામડી તમે અનુભવી, તો એ પછી તમે ક્યારેય શેવિંગ કરવા નહિ ચાહો. પરંતુ ગર્ભાવસ્થામાં અને એના તરત પછી વેક્સિંગ કરવા માટે ઘણી માતાઓના સવાલ ઉઠે છે. વેક્સિંગ કરવાની સુરક્ષા માટે વિચારવાથી તમારી અને તમારા પતિ પ્રત્યેની નજદીકી ઓછી થઇ શકે છે. આ સામાન્ય દુવિધાની બાબત છે,જેનો તમારા મનમાં પણ વિચાર આવી શકે છે.

નીચે આપેલી હકીકત નોંધી લો:

ગર્ભાવસ્થાની પરિસ્થિતિમાં :

મોટાભાગની સ્ત્રીઓ પોતાના વાળ કાઢવાનું પસંદ કરે છે, જેનાથી એની ચામડી વધારે સારી લાગે.ગર્ભાવસ્થામાં એ સાચું છે કે,તમારી ચામડી વધારે સંવેદનશીલ થઇ જાય છે. તમારી ચામડી એક હદ સુધી એટલી ખેંચાય છે, કે એના કારણે ચામડી ખેંચાવાના નિશાન થઇ જાય છે. પહેલાથી ખેંચાવાના નિશાનની સાથે વેક્સની પટ્ટી ખેંચાવાથી વધારે ઈજા પહોચવાનો ડર રહે છે. જો તમે વાળના દેખાવાથી ખુબ વધારે અસુવિધા અનુભવો છો તો તમે આગળ ચાલીને વેક્સ કરાવી શકો છો. પરંતુ તમે એ ધ્યાન રાખો કે પહેલા કરતા હવે તમારી આ ક્રિયામાં સાવધાની રાખવી પડશે. તમે જે પાર્લર માં જવાના છો તેની બરાબર તાપસ કરો. ઘણા પાર્લર ગર્ભાવસ્થામાં વેક્સ કરવા માટે પ્રખ્યાત હોય છે, એટલે એવા પાર્લર ને ગોતવાના પ્રયાસ કરો. એ લોકો એ વસ્તુનું ધ્યાન રાખે છે કે ગર્ભાવસ્થામાં તમારી ચામડી બીજા ગ્રાહકની તુલનામાં વધારે સંવેદેનશીલ છે. ઘરે વેક્સિંગ કરવાનું કોઈ પણ હાલતમાં તમારે ટાળવું જોઈએ, વિશેષરૂપે બિકીની વિસ્તારમાં, કારણ તમારું પેટ વધારે વધેલું હોય છે જેના લીધે તમે તે વિસ્તારને સરખી રીતે નહિ જોઈ શકો. જ્યાં તમારે વેક્સ કરવાનું છે , તેથી તમે તમારા અંગત અંગો ને ઇજા પહોંચાડી શકો છો. તમારી સંવેદનશીલ ચામડી સાથે એવું થવાથી બચો. એક સારું પાર્લર તમારી આ પરેશાનીનું હલ સારી દેખભાળથી કરી શકશે.

પ્રસુતિ પછી

પ્રસુતિ પછી તરત તમે ગર્ભાવસ્થા પહેલાનું શરીર પ્રાપ્ત કરવા ઈચ્છઓ છો પરંતુ તે નામુમકિન છે. આ વાત અસંભવ છે ભલે મશહૂર ફિલ્મી સિતારો આ બદલાવ ને સરળ ભાષામાં દેખાડે છે. પણ આ અશક્ય કાર્ય છે. ડૉક્ટર પણ પ્રસુતિ પછી વેક્સ કરવાની સલાહ નથી આપતા. તમારું શરીર હમણાં જ પીડાથી મુક્ત થયું છે તો તેને તરત બીજી પરેશાની આપતા પહેલા પહેલી વાળીથી મુક્ત થવાનો સમય આપો. 

ખાસ કરીને વાત તમારા બિકીની વિસ્તારની હોય તો એ વિસ્તારમાં અને તેની આસપાસની ચામડીમાં મામૂલી ખેંચાણ પણ ખુબ હાનિકારક થઇ શકે છે. એ પીડાથી મુક્ત થવામાં સમય વધારે જઈ શકે છે, જો એ જ પીડામાં પાછી ઇજા થાય તો એ બરાબર નથી. કારણ પ્રસુતિ પછી એ વિસ્તાર વધારે સંવેદનશીલ થઇ જાય છે. આ કારણે વેક્સ કરવા માટે તમારે ઓછામાં ઓછી ૮ થી ૯ મહિના રાહ જોવી પડશે. ખાસ કરીને બિકીની વિસ્તારમાં વેક્સ કરવા માટે તો તમારે એટલો સમય લેવો જ જોઈએ.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon