Link copied!
Sign in / Sign up
2
Shares

શું તમારા બાળકને પણ તમારા સ્તન ને બટકુ ભરવાની આદત છે? તો આને જરુર વાંચો

જ્યારે એક મહિલા મા બને છે તો બાળક ના જન્મનાં અમુક મહિનાઓ સુધી તે બાળક ને સ્તનપાન કરાવે છે. કેમકે થોડા મહિનાઓ સુધીતો બાળક ખાલી મા ના દુધ પર જ નિર્ભર કરે છે તો એવામાં મા ને દિવસમાં થી ઘણીવાર બાળક ને સ્તનપાન કરાવુ પડે છે. જ્યાં સુધી બાળકનાં દાંત નથી નિકળતા ત્યાં સુધી તો બરાબર પણ જ્યારે તમારા બાળક ના નાના નાના દાંત નિકળે છે તો તે દુધ પીતા સમયે મા નાં સ્તનો ને બટકુ ભરી લે છે. કેમેક સ્તન ઘણા સંવેદનશીલ હોય છે તો તેવામાં ઘણી પીડા થાય છે. જો તમારા બાળક પણ દુધ પીતા સમયે તમારા સ્તનો ને બટકુ ભરે છે અને ઘણી પીડા થાય છે તો તમે નીચે બતાવેલ વાતો પર ધ્યાન આપો.

બાળકને અનુભવ કરાવો કે તમને વાગે છે

બાળકને પ્રેમથી બતાવો કે તમને પીડા થાય છે.તેને કહો " બેટા ધીરેથી, મમ્મીને દુખે છે" બાળક સમજી જાય છે મમ્મીને પીડા થાય છે તો બીજી વાર ધ્યાન રાખશે. 

બાળકને સ્તનપાન પુરો થઈ ગયો હોવાનો આભાસ અપાવો

તમારી આંગળીને ધીરે થી બાળકનાં મોં માં નાખો, અને તેને નિપલ ચુસતા ધીરે થી રોકો. આનાથી બાળકને ખબર પડી જશે કે હવે તેનો ખોરાક થઈ ગયો છે. જો બાળક તમને બટકુ ભરે છે તો તમે આ કરી શકો છો. જો બાળક ને જટકા થી નિપલથી દુર કરશો તો તેને જીભ માં બેસ્વાદ અને કડવુ અનુભવ થશે. બાળક તમને બટકુ ભરશે ત્યારે તમે તેને હટાવશો અને ૧૫ મિનીટ સુધી નિપલ ચુસવા નઈ દો તો બાળકને પોતાની ભુલનો આભાસ થશે. બીજી વાર એવુ નહીં કરે.

બાળકના ઈશારા ને સમજો

કોઈ કોઈ બાળક ગુસ્સામાં આવી ને માનાં નિપલને બટકુ ભરી લે છે. જો તમે બાળકને અવાજમાં અથવા સરખી રીતે સ્તનપાન નહી કરાવો તો બાળક તમારા નીપલને બટકુ ભરી શકે છે. તેથી બાળક ને શાંત જગ્યાએ શાંતિથી બેઠાડી ને ખવડાવો. કદાચ આ કારણે બાળક તમને બટકુ નહીં ભરે.

બાળકનાં નવા દાંત આવવા

જ્યારે બાળકનાં દુધનાં દાંત આવવા લાગે છે તો જાણ-અજાણમાં બાળક પોતાની માના નિપલને બટકુ ભરી લે છે. તમે આ વાતને ચેક કરી લો કે બાળક નાં નવા દાંત તો નથી આવી રહ્યાં ને અને જો આવી રહ્યાં હોય તો તમે તેને હળવેક થી નિપલથી દુર કરો.

બાળકને સ્તનપાન માટે સરખી રીતના બેસાડ્યુ છે કે નહીં

આવી સ્થિતિમાં જ્યારે બાળકને વિચિત્ર રીતનાં મા સ્તનપાન કરાવે છે તો બાળક માંના નિપલને બટકુ ભરી લે છે. નિપલ જ્યારે બાળકનાં મોં થી નિકળી જાય છે તો બાળક તેને પકડવા નાં પ્રયત્નમાં માનાં નિપલને બટકુ ભરી લે છે. તેથી તમે બાળકને સરખી રીતે બેઠાડી ને દુધ પીવડાવો. યાદ રાખો, આ થોડા દિવસો સુધીની ક્રિયા છે. જેમ જેમ બાળક વિકસશે તેની નિપલને બટકુ ભરવાની આદત છુટી જશે. જો તમારુ બાળક પણ તમને હેરાન કરે છે, તો તેને મનાવો. તાલમેલ બેસાડો અને સુપરમોમ બનો!

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon