Link copied!
Sign in / Sign up
57
Shares

શું સાસુ સસરા આટલા કઠોર હ્રદયના હોઈ શકે ખરી? 😣😒

પરી ખુબ જ સારી અને સંસ્કારી છોકરી હતી બધા કામ મા પાંરગત અને નવા નવા લોકો ને મળવા નું એને ગમતું દસ ધોરણ ભણી પછી આગળ પી.ટી.સી. કર્યું પછી બી.એ.સી. કર્યું આમ આ છોકરી બધાં કામમાં ખુબ હોશિયાર એને આળસ શું એ ખબર નહીં સમજદાર હતી

ઘરમાં એવી કેડવાયેલી કે ઘરના કામ હોય કે બાર ના બઘામાં હોશિયાર અને સ્વભાવ મિતભાષી અને બોલકણી આવતાં જતાં બધા જોડે ખુશી મજાક કરતી

ભણતર પુરું કરી હવે એના લગ્ન નો સમય આવી ગયો પરી ના પિતાને એક ચિંતા હતી કે જ્યાં એના લગ્ન થાય ત્યાં એના માન સન્માન ની કદર થાય એના કામ ની કદર થાય અને એના દિલ ની વાતો સમજી શકે એવો પતિ મળે. પોતાની દિકરી ને નાની થી મોટી કરી એમાં ખૂબ માવજત થી સંસ્કારો નું સિચંન કયું છે તે સંસ્કાર નું માન થાય . અને દિકરી સાસરે સુખી થાય એવી પરી ના પિતાની દિલ ની તમન્ના . આમ દિવસો જતા વાર ના લાગી અને પરી માટે એક લગ્ન નું માગું આવ્યું. સામાન્ય પરીવાર હતું પણ રાજ એક સમજદાર લાગણીશીલ છોકરો હતો . બે ભાઇ અને મમ્મી – પપ્પા અમે નાનું કુટુંબ હતું . પરી અને રાજ એકબીજાને પસંદ કરતાં હતા પણ પરી ના પિતા નુ મન જરા ખચકાતું હતું. કે દિકરી લાડ કોડ મા ઉછરેલી એને ફાવશે કે નહીં . આમ વિચારો ના કસમકસ મા પરી અને રાજ ની સગાઈ થઈ ગઈ.

ઘર ના બધા ખુશી થી સગાઈ માણી છુટા પડ્યા . આમા પરી અને રાજ ની નવી જિંદગી શરૂ થઇ આમ મિઠો ઝગડો અને પ્રેમ સાથે દિવસ જવા લાગ્યા ઘણી વાર પરી રાજ ને મડવાં પણ આવતી અને રાજ ના ઘરે રોકાઈ જતી રાજ પણ પરી ને મડવા એના ઘરે જતો આમ સગાઈ ના સમય મા પરી રાજ ના ઘર મા દુઘ મા સાકર ભળે એમ ભળી ગઈ સાસુ સસરા મા પોતાના મમ્મીને અને પપ્પાને જોવા લાગી જેઠ જેઠાણી ને પોતાના માનવા લાગી આમ પરી પોતાની સપના ની દુનિયામાં ખુબ જ ખુશ હતી.આમ જોત જોતા મા દિવસો એક પલ મા જાણે પાણીની જેમ વહી ગયા .અને લગ્ન નો દિવસે સોળે કળા ખીલી હોય એમ સોહામણો બનીને આવી ચડ્યો. પરી નુ ઘર એક દુલહન ની જેમ સજાવેલું હતું અને પરી અને રાજ નીની પણ જોડી મહાદેવ અને પાવૅતિમાતા જેવી લાગતી હતી. આમ આજે બન્ને જણા ખૂબ ખુશખુશાલ હતા. આખા ઘરની ખુશી જાણે પરી અને રાજ ને જોવા મા જ હતી પણ આ ખુશી ☺☺☺ મા પણ પોતાના દિલ પર ના જાણે કેટલાય ભાર નો પથ્થર મુકી પરી ના મમ્મીને પપ્પા દિકરી ના લગ્ન માણી રહ્યા હતા . લગ્ન પુરા થયા અને વિદાય ની ઘડી આવી ગઈ . જાણે આકાશ માથી આસુ પડતા હોય એમ પરી ના મમ્મીને પપ્પા બન્ને જાણે જિંદગી માથી ધબકાર ચાલ્યો ગયો હોય એમ ભાંગી પડયા અને ખુબ કઠણ કાડજે દિકરી ને સાસરે વડાવી .આમ દિકરી ના સાસરી વાળા ને ખુબ સુંદર રીતે વિદાય આપી .મન મા ખુબ સારા સપના લઇને પરીએ સાસરે ગઈ પણ કેવાય ને કે

નવી વહુ નવ દિવસ ની

આમ બિચારી પરી જાણે કોઇ જગ્યા એ કેદી બની ગઈ હોય એમ થઇ ગઈ એક પંખી ની જેમ સાસરીયા રુપી પાંજરા મા પુરાય ગઈ એમ તો પરી ને રાજનુ સુખ સારું હતું બન્ને જાણા એકબીજા પર આંખ મીચીં ને વિશ્વાસ રાખતા ને એકબીજાને ખૂબ ચાહતા. પણ કેવાય ને કે ” સાપ કરડે તો પણ ઝેર ચડે અને વીંછીં કરડે તો પણ”આમ ઘર મા સાસુ સસરા બન્ને જણા ભણેલા પણ નઇ અને આ પાણી ના પ્રવાહ ની જેમ આગળ વધતા જમાના થી ખુબ જ અંજાન એમને કોઇ પ્રકાર ની વધારાની જાણકારી જ નહી. અને જયારે જયારે પરી જમાના પ્રમાણે ચાલવા ની કોશિશ કરે ત્યારે એમનો પથ્થર થીય કઠોર સ્વાભાવ દેખાઇ આવે અને પરી સાથે આવું વારંવાર થતું પણ રાજ ના કારણે એ કઇ બોલાતી નહીં પરી ની કિંમત એક કામવાળી હોય એવી થઇ ગઈ સવારથી ઉઠીને બધા કામ કરે બધા નું ધ્યાન રાખે પણ આ બધા મા બિચારી પરી ક્યાં ખોવાય ગઈ તેની ખબર આખા ઘર મા કોઇ જાણતુ જ ન હતુ.

આખા ઘર નુ કામ કરે ઘર ના બધા ની મરજી મુજબ નુ જમવા નુ બનાવે બસ પરી ઘર મા એક કામવાળી હોય એમ રહ્યા કરે એનું પોતાનું કોઈ અસ્તિત્વ જ ના હોય એમ લાગે આમ એના મન મા સવાલો નો ઢગલો થયો અને મનમા ને મનમાં એને ગુંગળામણ થવા લાગી બધા પોત પોતાની જીદગી મા મસગુલ હતા પરી રાજ ને પણ કહી શકતી નહીં કારણ કે રાજ ના ઘર ના બધાં સભ્યો કાચીંડો જેમ રંગો બદલે એમ રંગો બદલતા રાજ ને પણ ખબર હતી પરંતુ એને એવું હતું કે પ્રેમ થી એક ના એક દિવસ બધા ના મનમાં પ્રેમ જાગૃત થશે પણ એવું કાંઈ થયું નહીં કેવાય ને કે ***કુતરા ની પુંછડી વાકીં તે વાકીં*** આમ કોઇના દિલ મા દયા નહીં સાસુ કડક હોય તો સસરા એના થીય બાર કદમ આગળ તે છતાં પરી કઇ પણ કહ્યા વગર કામ કર્યાં કરતી મમ્મીને પપ્પાને યાદ કરી કોઇ જોઈ નહીં એમ આંસુ સારી લેતી મમ્મી પપ્પા જોડે વાત કરે તો પણ જણાવતી નહીં આમ દિકરી ની વાતો થી બાપ અન માં ખુશી થી ભીની આંખે આંસુ સારી લેતાં આમ પરી દુઃખી મને જીવન જીવતી ગઇ.

આમ એક દિવસે ખબર પડી કે પરી માં બનવાની છે આ સમાચાર સાંભળી ને પરી અને રાજ ખુબ ખુશ થઇ ગયા અને પરી ના માતા અને પિતા ની પણ ખુશી નો અંદાજો ના રહ્યો આમ પરી ને થયું હવે સારાં દિવસો આવશે આમ પરી મનો મન ખુબ જ ખુશ હતી પરી અને રાજે ડૉક્ટર ને બતાવી જાણ્યું કે બધું બરાબર છે પરંતુ પરી ને ડૉક્ટર એ ફુલ આરામ કરવા જણાવ્યું પરી ને થયું હવે દુઃખ ના દિવસ ગયા અને સુખ ના દિવસ આવ્યા પણ શેનું સુખ મમતા ના ઓટલે બેઠેલી પરી સાથે સાસુ સસરા ખુબ ઝગડો કરતાં અને ખરાબ વતૅન કરતાં પરી ને થયું કામ ની બાબત માટે આવું થતું હશે. આમ વિચારી પરી આવી હાલતમાં પણ ઘરના બધા કામો કરતી ગઈ સાસુ ને આવે સમયે પણ દયા ના આવી જાણે એક સ્ત્રી થઇ ને એને એટલું ના સમજાયું કે પરી ની હાલત હમણા શું છેઃ આમ એક દિવસ આવ્યો જાણે કાળ લઇ ને આવ્યો હોય એમ પરી ને તે દિવસે કસુવાવડ થઇ ગઈ અને પરી અને રાજ ના પ્રેમ નો દિવડો ઓલવાય ગયો પરી ના બાળક નો આ દુનિયામાં આવવા પેલા જ અંત થઇ ગયો પરીતો જણે જીવતે જીવ લાસ બની ગઇ. પોતાના બાળકને ગુમાવ્યા પછી પરી લાચાર બની ગઈ.

અંતે પરી એટલું જ કેવા માગે છે કે જે બન્યું તેને શું સમજવું??? આ એ સમય નુ ફાળ મળ્યું કે બધા ની હસતાં મોઢે સેવાચાકરી કરી????

કે પછી પરી ના નસીબ નો વાક કે આવું થયું ???

દોસ્તો છેલ્લે એટલું જ કહીશ કે કોઇ સાસુ કેવી રીતે પોતાના છોકરા ની પત્ની સાથે આવો વેવાર કરી શકે અને કોઇ સસરા કેવી રીતે પોતાની પત્ની નો સાથ આપી પોતાના જ દિકરા ની પત્ની સાથે આવુ કરી શકે. માની શકાય કે બધી સાસુ થોડી કડક હોય પરંતુ એક સસરા જે સસરા કરતા પ્રથમ એ એક પિતા છે જેમના માટે પોતાના છોકરા ની પત્ની વહુ કરતા દિકરી બની હોય………. આ બધુ થયા પછી પરી અને રાજ બન્ને ના સંબધ પર કેવી અસર પડી હશે એ તમે અને મે વિચારી પણ ના શકીએ ✎✎✎

એટલા માટે જ ઘરમાં આવતી વહુ ને માન સન્માન આપો અને પોતાના દિકરા ને લગ્ન પછી પોતાની પત્ની સાથે ખુશી ખુશી જીવન જીવવા દો ના કે પછી એ બન્ને ની જીંદગી મા દખલગીરી કરો. જેમ આપણી છોકરી બીજા કોઇ ના ઘર ની વહુ છે એમ આપણી વહુ પણ કોઇની દિકરી હશે ….

આમ ભાય બધી દિકરી કઇ ખરાબ નાહોય ✿✿✿ દિકરી તો ફુલ છે ગુલાબ નું એની સુગંધ લેજો ના કે એને ચૂંટી દેજો પાંખડી મા અને ચૂંટી દેશો જો પાંખડી મા તો રહી જશે સુંગધ એની તમ હાથ✋મા દિકરી તો છે ફુલ ગુલાબ નું✿✿✿

ગમે તો જરૂર શેર કરજો……..

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon