Link copied!
Sign in / Sign up
1
Shares

શું સાચેજ ગ્રહણથી ગર્ભવતી મહિલાઓને ખતરો છે?😱😱

ભારતીય પંરપરાઓમાં અંધશ્રદ્ધાઓનું એક અલગ જ સ્થાન છે અને તે ભાગ્યે જ સાચી હોવા છતા પરંપરાગત રીતે તેને ફોલો કરવામાં આવે છે. ખૂબ જ થોડી આવી માન્યતાનો વૈજ્ઞાનિક આધાર છે. ત્યારે ગર્ભવતી મહિલાને ગ્રહણથી કોઈ નુકસાન થાય છે કે તે પણ ફક્ત માન્યતા છે.

પ્રચલિત માન્યતાઓ

એવું માનવામાં આવે છે કે ગ્રહણના કારણે ગર્ભવતી મહિલા જો સીધી જ ગ્રહણના સંપર્કમાં આવે અથવા તો રાંધેલો ખોરાક ખાય તો તેનું આવનારુ બાળક ખોડખાપણવાળું જન્મે છે. ગ્રહણપૂર્ણ થયા બાદ નહાવું જોઈએ. તેમજ આ દરમિયાન કોઈ ગૃહકામના કાર્યો કરવા જોઈએ નહીં. તેમજ ગ્રહણ દરમિયાન કાતર કે છરી પણ યુઝ કરવી ન જોઈએ તેનાથી બાળક પર બર્થમાર્ક રહી શકે છે. જુદી જુદી સંસ્કૃતિમાં આ જુદી જુદી માન્યતાઓ છે. ભારતીય ઉપરાંત અન્ય પણ બીજા કલ્ચરમાં ગ્રહણને ખરાબ ગણવામાં આવ્યું છે.

શું તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો છે?

જોકે, વિજ્ઞાન પણ માને છે અને તેની પાસે પુરાવા છે કે ગ્રહણ નુકસાનકર્તા છે ફક્ત પ્રેગ્નેન્ટ સ્ત્રી માટે જ નહીં અન્ય લોકોને પણ તે હાની પહોંચાડે છે. પરંતુ શું તે એટલું બધું હાનિકારક છે જેવું આપણે પરંપરાગત રીતે તેને દૈવિ આપત્તિ સાથે જોડીને જોઈએ છે. તો તેના અંગે નિષ્ણાંતો ધરાવે છે આવો અભિપ્રાય

શું કહે છે સાયન્સ

ગ્રહણ અંગે માનવામાં આવતી જુદી જુદી અસરો પૈકી બે જ અસર એવી છે જેને વિજ્ઞાનનો સાથ મળ્યો છે. જેમ કે…

ઘરમાં રહો અને સૂર્ય સામે ન જુવો

પ્રેગ્નેન્ટ વુમન જ નહીં દરેક લોકોને આ લાગુ પડે છે. વિજ્ઞાનને પુરાવો મળ્યો છે કે જો સૂર્ય ગ્રહણ દરમિયાન સીધુ જ સુર્ય સામે જોવામાં આવે તો તમારી આંખોને નુકસાન થઈ શકે છે. કેમ કે આ સમયગાળા દરમિયાન સુર્યનું રેડિએશન ખૂબ હોય છે. તેમ છતા જો તમે જોવા માગતા હોવ તો યોગ્ય પ્રકારની સાવધાની અને પ્રિકોશન રાખીને જોઈ શકો છો. નિષ્ણાંતો કહે છે કે સૂર્ય ગ્રહણને નરી આંખે જોવાથી રેટિના બર્ન અને અંધત્વ આવી શકે છે.

ગ્રહણ દરમિયાન રાંધો નહીં કે ખાવ નહીં

આ ભારતીય પરંપરાને પણ સાયન્સ માને છે. વિજ્ઞાન ખુલાસો કરે છે કે સૂર્યના કિરણો આપણા માટે ખૂબ જરુરી છે. ત્યાં સુધી કે આપણી મોટાભાગની એનર્જી સૂર્ય કિરણોમાંથી આપણને મળે છે. સૂર્યના કિરણો આપણી સુરક્ષા પણ કરે છે. તે હાનિકારક માઇક્રોબ્સ અને જર્મ્સનો નાશ કરે છે પરંતુ સૂર્ય ગ્રહણ દરમિયાન તેના કિરણો અટકી જવાના કારણે ફૂડ અને ખોરાકમાં મોટા પ્રમાણમાં ખરાબ અને ઝેરી જીવાણુઓ પેદા થાય છે. આ જર્મ્સ, માઇક્રોબ્સ અને બેક્ટેરિયા આરોગ્ય માટે ખૂબ હાનિકારક સાબિત થઈ શકે છે.

પરંતુ ઓછી માત્રાના ગ્રહણમાં નથી થતી અસર

વૈજ્ઞાનિકો કહે છે કે જો સૂર્ય ગ્રહણ ખૂબ નાનું હોય તો આટાલ સમયગાળામાં તેની કોઈ ખરાબ અસર થતી નથી. આવા સમયે ગ્રહણ ન જોવું કે તે દરમિયાન ન ખાવું જેવા કોઈ બાબતથી નુકસાન થતું નથી. આજના આધુનિક સમયમાં જ્યારે તમારુ બધુ ફૂડ રેફ્રિજરેટરમાં રહે છે ત્યારે તેમાં કિટાણું કે બેક્ટેરિયાની એકદમ વૃદ્ધીના ચાન્સ ખૂબ ઓછા છે. તે જ રીતે પ્રેગ્નેન્ટ સ્ત્રી પર પણ આવા ગ્રહણનું કોઈ નુકાસાન થતું નથી.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon