Link copied!
Sign in / Sign up
0
Shares

શું ગર્ભાવસ્થા દરમિયાન ગેજેટસ નો ઉપયોગ કરવો સુરક્ષિત છે?

આ જાણીને તમને આશ્ચર્ય થશે કે ગર્ભાવસ્થા દરમિયાન તાર રહિત( વાયરલેસ ) ગેજેટ્સનો ઉપયોગ કરવો તમારે બાળક માટે સમસ્યા ઊભી કરી શકે છે. તેથી તમે તેનો ઉપયોગ કરવાનો પૂરેપૂરો પણ બંધ ન કરો, પણ તેનો ઉપયોગ કરવાનો જરૂરથી ઓછો કરી દો. તારરહિત ગેજેટ્સમાં ઉચ્ચ વિકિરણ (રેડીએશન) ઉત્પન્ન કરવાની પ્રવૃતિ જોવા મળે છે, જેના કારણે તમારા બાળકમાં વ્યવહારિક વિકાર ઉત્પન્ન થઈ શકે છે. વધારે પડતાં કિસ્સાઓમાં બાળકમાં જોવા મળતી વિકૃતિનું કારણ ગેજેટ્સના વિકિરણ (radiation)જ હોય છે.

ગર્ભાવસ્થા દરમિયાન તમારા માટે ઉચિત એ જ છે કે તમે લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ ન કરો અને લેપટોપને પણ પોતાના પેટ પર મૂકીને તેનો ઉપયોગ ન કરો કેમકે તેનાથી બાળકના મગજના વિકાસ પર સીધો અસર પડે છે. તેથી જો ફોન વાઇબ્રેશન મોડ પર હોય તો, તેને પોતાની પાસેથી દૂર રાખો. કોઈપણ વસ્તુની લત નુકસાનકારક બની શકે છે, તેથી આ વાતનું ધ્યાન આપો કે ફુરસતના સમયમાં આની લત લાગી ન જાય અને ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન ! જોકે થોડા ઘણા ઉપયોગથી શિશુના સ્વાસ્થ્યમાં ખરાબ પ્રભાવ નથી પડતો.

કરવામાં આવેલી શોધખોળોના આધારે એ સૂચન આપવામાં આવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન તારરહિત ગેજેટ્સનો ઉપયોગ કરવાથી શરીરને નુકસાન થાય છે અને તે ગર્ભમાં ઉછરી રહેલા બાળકના વિકાસને પણ પ્રભાવિત કરે છે. આ કારણથી લાંબા સમય સુધી જો ગર્ભવતી સ્ત્રી આનો પ્રયોગ કરે, તો તેમનામાં વિકૃતિઓ આવી શકે છે. તેથી એ જ સૂચન આપવામાં આવે છે કે આ ગેજેટ્સનો ઉપયોગ ઓછો કરો.

ઇન્ટરનેટ અને તારરહિત ગેજેટ્સનો ઉપયોગ ઓછો કરવાથી તમારું સ્વસ્થ મસ્તિષ્ક વધારે સક્રિય રહેશે અને આગળ ચાલીને તમે તમારા બાળક સમક્ષ સારું ઉદાહરણ પણ મૂકી શકશો. જો તમે આ ગેજેટ્સથી પોતાને અને બાળકને દૂર રાખશો તો આગળ ચાલીને તમે એક વ્યાવહારિક બાળકની માતા બનશો. તમારું બાળક સમયનો ઉપયોગ, સારી વસ્તુઓમાં કરવાનો, એ તમારાથી જ શિખશે.

હેપ્પી પ્રેગ્નન્સી !

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon