Link copied!
Sign in / Sign up
6
Shares

શું C-Section કરાવવાની પણ કોઈ લિમિટ હોઈ શકે ?

સી-સેક્શન કરવાનાં નિર્ણયને સગર્ભા માતાઓ અને તબીબો આસાનીથી નથી લેતાં. યૂએસમાં આ સર્જરી કુશલ પ્રશિક્ષિત તબીબો દ્વારા કરવામાં આવે છે કે જે એ સુનિશ્ચિત કરે છે તેનાંથી માતા અને બાળકને કોઈ ખતરો તો નથી.

પરંતુ શોધો પરથી જાણવા મળ્યું છે કે તે માતાઓ કે જે પોતાનાં પ્રથમ બાળકને જન્મ આપતી વખતે સીઝેરિયનનો વિકલ્પ પસંદ કરે છે, તેઓ ભવિષ્યમાં થનાર પોતાનાં બાળકો માટે પણ સીઝેરિયનનો વિકલ્પ જ પસંદ કરે છે.

દરેક સી સેક્શન સાથે માતા અને બાળક પર ખતરો વધી જાય છે અને આ પ્રક્રિયા વધુ જટિલ થતી જાય છે. જોકે શોધોમાં ફિક્સ સંખ્યાની જાણ નથી થઈ, પરંતુ તે મહિલાઓ કે જેમનાં ઘણા સીઝેરિયન ઑપરેશન થયા છે, તેમને આ વાતોનો ખતરો અધિક થઈ જાય છે :

ગર્ભાશય અને શરીરનાં અન્ય અંગો પર નિશાન ધરાવતો ઉત્તુક : 

દરેક સી સેક્શન સાથે ડાઘા ધરાવતો ઉત્તુક જેમ કે બૅંડ્સ કે જેમને એડહીશન કહેવાય છે, તે રહી જાય છે. તેની મર્યાદા જુદી-જુદી હોય છે, પરંતુ ગાઢ એડહીશન માતા માટે સમસ્યા ઉત્પન્ન રી શકે છે કે જેથી પ્રસૂતિમાં વધુ સમય લાગી શકે છે.

 મૂત્રાશય અને આંતરડામાં ઈજા : 

એક બાજુ અગાઉ સી સેક્શનથી કોઈ નુકસાન નથી થતું, બીજી બાજુ બાદનાં અન્ય સી સેક્શન બાદ મૂત્રાશય અે આંત્રમાં ઈજાનો ખતરો વધી જાય છે. આ મુખ્યત્વે સી સેક્શન દરમિયાન વિકસિત થનાર એડહીશનનાં કારણે થાય છે કે જેમાં મૂત્રાશય ગર્ભાશય સાથે બંધાઈ જાય છે. તેનાથી મળ ત્યાગમાં પણ સમસ્યા આવી શકે છે.

 બહુ વધારે બ્લીડિંગ :

 દરેક સી-સેક્શન બાદ વધુ બ્લીડિંગ થવાનો ખતરો વધી જાય છે. તેનાથી હિસ્ટરેક્ટમી કે ગર્ભાશયને કાઢવાની શક્યતા વધી જાય છે કે જેથી વધુ બ્લીડિંગને નિયંત્રિત કરી શકાય. તેમાં રક્ત આપવાની જરૂરિયાત પડી શકે છે.

સી સેક્શન પછી રિકવરી

દરેક મહિલા અલગ હોય છે કે જેનો એ મતલબ છે કે કેટલીક મહિલાઓની રિકવરી તીવ્ર ગતિથી થાય છે, જ્યારે કેટલીક મહિલાઓની રિકવરી બહુ ધીમી અને કષ્ટદાયક હોય છે. આપે એ સમજવુ જરૂરી છે કે સી સેક્શન એક જટિલ પ્રક્રિયાછે કે જેમાં આપને હૉસ્પિટલમાં વધુ સમય રોકાવું પડી શકે છે કે જેથી આપનું શરીર સારી રીતે રિકવર થઈ જાય. અહીં જણાવાયું છે કે સી સેક્શન પછી આપે શું કરવું જોઇએ :

 વધુ આરામ કરો : સામાન્ય રીતે આપને બેથી ત્રણ દિવસ સુધી હૉસ્પિટલમાં રોકાવવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ પોતાનાં ડૉક્ટરની વાત માનો અને આપને સાજા થવામાં જેટલા દિવસો લાગે, તેટલા દિવસો હૉસ્પિલમાં રહો. ઘરે પહોંચ્યા બાદ પણ શક્ય હોય તેટલો આરામ કરો. આ મુશ્કેલ હોય છે, કારણ કે આપનાં પ્રથમ બાળક અને નવજાત બાળક બંને પર આપે ધ્યાન આપવાની જરૂર હોય છે. તેના માટે પોતાની બહેનપણીઓ, સાથી અને સંબંધીઓની મદદ લો. જ્યારે બાળક સૂવે, ત્યારે આપ પણ આરામ કરો.

પોતાનાં શરીરની વધારાની સંભાળ રાખો : 

પોતાનાં શરીરની તેટલી જ સંભાળ રાખો કે જેટલી આપ પોતાનાં શિશુની રાખી રહ્યાં છો. તેમાં સીડી ન ચડવી, દરેક વસ્તુ (જેમ કે ડાયપર, ભોજન વગેરે) એવી જગ્યાએ રાખવું કે જ્યાં આપ આસાનીથી પહોંચી શકો. ઘરમાં પીવાની વસ્તુઓ એકત્રિત કરી રાખો અને બીજા બાળકની સંભાળ માટે બેબી સીટર રાખી લો.

પોષણ પર ધ્યાન આપો : 

સંતુલિત આહાર લેવુ ખૂબ મહત્વનું છે. પોતાનાં શરીર, બાળક અને શિશુનું ધ્યાન રાખવાનું કામ થકવી દેનારૂ હોય છે, પરંતુ તેના માટે મદદ લો અને એવી પરિસ્થિતિઓને રોકો કે જ્યાં આપે રસોઈ કરવી પડે. ઈઝી ટૂ હીટ ખાદ્ય પદાર્થ ફ્રીઝમાં રાખો, બહુ બધારે શાકભાજીઓ ખાવો અને તે તમામ તરળ પદાર્થ ખાવો કે જેનું સેવન આપ આસાનીથી કરી શકો.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon