Link copied!
Sign in / Sign up
0
Shares

શિયાળા માં શિશુ ના માલિશ માટે શ્રેષ્ટ તેલ

ઠંડી ની મૌસમ શરુ થઇ છે. આ સાથે જ બધાએ પોતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને જયારે બાળક ની વાત આવે, ત્યારે તે વધુ મહત્વની બની જાય છે. આમ તો બારે મહિના બાળકની સંભાળ લેવી જોઈએ પણ ઠંડી માં આ વધારે જરૂરી થઇ જાય છે. આમ તો ઠંડી માં બાળક ને વધારે નવરાવું ન જોઈએ, પણ જો નવડાવો અથવા ભીના કપડાં થી લૂછો તો, પહેલા અને પછી માલિશ જરૂર કરો. બાળક ને નવરાવની ની પેહલા તેલ માલિશ તો કાયમિક થઇ ગયું છે. ડૉક્ટર પણ એની સલાહ આપે છે કેમ કે તેલ માલિશ થી બાળક ને ખુબજ ફાયદો થાય છે. જેમકે ઇમ્યુન સિસ્ટમ અને હાડકા મજબૂત થવા તથા ત્વચા મુલાયમ થવી. માલિશ માટે ચોક્કસ તેલ વાપરવું જરૂરી છે કારણ કે બજારમાં ઘણા પ્રકારના તેલ ઉપલબ્ધ હોઈ છે. તમારે એ જાણવું જરૂરી છે કે કયા મૌસમ માં કયું તેલ વાપરવું. આજે આ લેખ દ્વારા અમે તમને જણાવીએ છે કે ઠંડી માં કયું તેલ બાળકોના માલિશ માટે વાપરવું.

૧. ઓલિવ ઓઇલ અથવા જૈતૂન નું તેલ

ઓલિવ તેલ દરેક ના સ્વાસ્થ માટે ફાયદાકારક હોઈ છે પણ શું તમે જાણો છો કે આ તેલ તમારા બાળક માટે ખુબજ ફાયદાકારક છે, આ તેલના માલિશ થી શિશુ ના હાડકા મજબૂત થાય છે અને વાળ ઓછા હોઈ તો વાળ વધે છે. આમ તો આ તેલ થી ત્વચા ની એલર્જી મટે છે, પણ જો શિશુ ની ત્વચા ખુબજ સંવદેનશીલ હોઈ તો, એનો ઉપયોગ ન કરો.

૨.રાય નું તેલ

રાય નું તેલ ભારત માં શરુ થીજ પ્રચલિત છે અને શરીર ના માલિશ માં તો આ ખુબજ ફાયદાકારક છે. આ તેલ ગરમ હોઈ છે આનાથી બાળક નું માલિશ કરવા થી તે શરદી-ઉધરસ થી બચે છે અને હાડકા મજબૂત થાય છે. જો બાળક ના શરીર પર વાળ વધારે હોઈ તો, આ તેલ થી વધારાના વાળ ઓછા થાય છે. પણ ધ્યાન રાખજો ગરમી માં આ તેલ બાળક પર ન વાપરતા, નહિ તો ખંજવાળ અથવા એલર્જી થઇ શકે છે.

૩. નારિયળ નું તેલ

નારિયળ નું તેલ મોટા સાથે બાળક માટે પણ લાભદાઇ હોઈ છે. જો બાળક નું માલિશ નારિયળ તેલ થી થાય તો તેને ચેપ લાગતો નથી. તેની ચામડી તૈલી રહે છે અને ચામડી ને નરમ રાખે છે.

૪. બદામનું તેલ

બદામનું તેલ ઉપયોગી છે કારણ કે તેમાં વિટામિન ઈ અને વિટામિન ડી હોઈ છે જે ઠંડી માં લાભદાયી છે. આનાથી બાળક ના શરીર ને પૂર્ણ શુરક્ષા મળે છે અને આનાથી ચામડી સુકાતી નથી. આ તેલ હલકું હોઈ છે જેથી શિશુ ને ખુબજ રાહત મળે છે અને ઊંઘ સારી આવે છે.

૫. સૂરજમુખી નું તેલ

આ તેલ થી બાળક ને ચેપ લાગતો નથી. આ તેલ ખાસ તો અધૂરા મહિને જન્મેલ બાળક માટે લાભદાયક છે કારણ તેમને ચેપ લાગવાનો વધુ ભઈ હોઈ છે. શિશુ ને માલિશ ખુબ જરૂરી છે અને ઠંડી માં તો ખાસ. આથી આમાંનું કોઈ પણ તેલ શિશુ માટે વાપરી શકો છો પણ ધ્યાન રાખજો કે ડૉક્ટર ની સલાહ લઇ ને વાપરવું , કારણ કે બધા બાળક ની ત્વચા એક જેવી નથી હોતી અને બની શકે કે તમારા બાળક ને કોઈ ચીજથી એલર્જી હોઈ એટલે માટે તમે તમારા ડૉક્ટર ની સલાહ જરૂર લેજો અને તે જે તેલ વાપરવાનું કહે તેજ વાપરવું.

હેપ્પી વિન્ટર અને હેપ્પી પેરેન્ટિંગ :).

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon