Link copied!
Sign in / Sign up
8
Shares

શિશુઓમાં પેટનાં દુખાવાની સમસ્યાને આ ઘરેલું ઉપચારોથી ઘટાડો👍

નવજાત બાળકને કોઈને કોઈ શારીરિક સમસ્યા રહેતી જ હોય છે કારણકે એમનું ઇમ્યુન પાવર નબળું હોય છે અને આ કેટલીક સમસ્યાઓ માંથી એક છે પેટનો દુખાવો. ક્યારેક આ ખુબજ દુઃખદાયક હોય છે અને શિશુ તે બોલી નથી શકતા અને કલાકો સુધી રડતા રહે છે અને આ કોઈપણ માતા-પિતા માટે ખૂબ જ મુશ્કેલનો સમય હોય છે. નવજાતમાં પેટનો દુખાવો ખૂબ જ સામાન્ય સમસ્યા છે અને આ ઘણા કારણોના લીધે હોઈ શકે છે. આ ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે અને તેથી આ વધારે સારું રહેશે કે તમે ભરોસાપાત્ર ઘરેલું ઉપચારો અપનાવી તમારા બાળકને થોડો આરામ આપો.

નવજાતમાં પેટના દુખાવાના કારણો શું હોય છે?

માતા-પિતા હોવાને કારણે તમે તમારા બાળકનું ખૂબ ધ્યાન રાખો છો પરંતુ આ ઉપરાંત બાળકોમાં પેટમાં દુખાવાના અનેક કારણો હોઈ શકે છે. એના મહત્વપૂર્ણ કારણોની સૂચી આ પ્રમાણે છે:

ચેપ:

બાળકની રોગપ્રતિકારક શક્તિ વિકાસશીલ હોય છે અને તેથી વાયરસની અસર સરળતાથી થઈ શકે છે. અજાણતામાં વ્યસકથી આ ચેપ બાળકને લાગી શકે છે. રોટાવાઇરસ નવજાત શિશુમાં ગેસ્ટ્રોએન્ટેરાઇટીસનું કારણ બને છે અને એના કારણે પેટમાં દુખાવાની સાથે સાથે ઉલ્ટી પણ થાય છે. સ્ટ્રેપ્ટોકોક્સ અને એડેનોવાઇરસ જેવા અન્ય વાઇરસ પણ સરળતાથી અસર કરી શકે છે.

ફૂડ એલર્જી:

બાળકને કઈ ખાવાની વસ્તુથી કેવી પ્રતિક્રિયા થશે એ આપણે ત્યાર સુધી નહીં ખબર પડે જ્યાં સુધી આપણે બાળકને એક વખત એ વસ્તુનું સેવન નહીં કરાવીએ. મોટાભાગના બાળકોને નવું ખોરાક આપવાથી તેને ડાઈજેસ્ટ કરવામાં અસહજતા અને તકલીફ મહેસૂસ થાય છે. જે બાળક સ્તનપાન કરે છે તેમને પણ આ સમસ્યા આવી શકે છે. આનું કારણ એ ખાવાની વસ્તુ પણ હોઈ શકે છે જે માતા ખાય છે.

કોલિક:

જ્યારે બાળક કોઈ કારણ વગર કલાકો સુધી રડે છે તેને કોલિક કહેવામાં આવે છે. રડવાના લીધે ડાયફગ્રામમાં સંકોચન થઈ શકે છે, જેના લીધે પેટમાં મરોડ પડે છે અને દુખાવો થાય છે. બાળકને ચૂપ કરવાની સામાન્ય રીતો એમને શાંત કરી શકે છે. જેમકે બાળકને ખોળામાં લેવું અથવા તેને ફરવા લઈ જવું.

 

પિડિયાટ્રિક હર્નિયા:

હર્નિયા ત્યારે થાય છે જ્યારે આંતરડા પેટની પોલાણ દ્વારા સ્લીપ થાય છે. આનાથી અસહજતા થાય છે અને ક્યારેક આ ચેપનું કારણ પણ બની શકે છે. હર્નિયાને લઈને વધારે હેરાન ન થાઓ, આ સરળતાથી ખબર પડી જાય છે અને આપોઆપ થોડા સમયમાં સારું થઈ જાય છે. કેટલાકને ખૂબ પીડા થઈ શકે છે તેથી તમારા બાળરોગ એક્સપર્ટને સંપર્ક કરો.

ગેસ્ટ્રોઇસોફેગલ રિફ્લેક્સ:

આમાં ઇસોફેગલ સ્પિનકચર યોગ્ય રીતે બંધ નથી થતું જેના કારણે ખાવાનું ઉપર આવે છે અને તકલીફ થાય છે. આનાથી ખાવાનું ખાતા જ ઉલ્ટી થાય છે અને પેટમાં દુખાવો થાય છે. ડોક્ટર્સ આ માટે ભારે ફર્મ્યુલા આપી શકે છે જેનાથી ખોરાક ભારી થઈ શકે છે અને પેટની સપાટી પર રહે છે.

એપેન્ડિક્સ:

એપેન્ડિક્સ એક ઉપલો છે જે આપણા શરીરમાં મોટા આંતરડાના ખૂણાથી સીધી જોડાયેલ છે. કારણકે આ ટ્યુબ છેલ્લે હોય છે, તેથી કોઈ પણ ખાવાની વસ્તુથી આમાં અવરોધ પેદા થાય છે. આનાથી એપેન્ડિક્સમાં ખૂબ જ દુખાવો થાય છે અને બાળક રડવાનું શરૂ કરી દે છે. જો આ સમસ્યા હોય, તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો.

આંતરડામાં અવરોધ:

આ બે પ્રકારના હોય છે, એક ફિલોરીક સ્ટેનોસિસ જ્યાં પેટના નીચલા ભાગમાં વધારો થાય છે અને નાના આંતરડા તરફના ખોરાકના પ્રવાહને અવરોધે છે. બીજું છે ઈંટૂસુસેપશન, જે એક દુર્લભ પરિસ્થિતિ છે જ્યાં આંતરડાનો એક ભાગ બીજા પર ચીપકી જાય છે અને એના લીધે જાડું પ્રવાહી પેદા થાય છે, જે અવરોધને અટકાવે છે. આ બંનેને સર્જરીથી ઠીક કરવામાં આવે છે.

કબજિયાત:

શિશુઓમાં કબજિયાત સામાન્ય વાત છે અને આનો મતલબ છે કે ખૂબ જ હાર્ડ સ્ટૂલ જેને નીકાળવામાં મુશ્કેલી થાય. આનાથી પેટમાં દુખાવો થાય છે.

ગેસ:

નવજાતમાં આંતરડા નવા હોય છે તેને યોગ્ય રીતે કામ કરતા સમય લાગે છે. આંતરડામાં ગેસ બેક્ટેરિયાના કારણો હોઈ શકે છે માતા દ્વારા ખાવામાં આવતા અમુક ખોરાકને કારણે, અથવા સ્તનપાન દ્વારા, અથવા નવજાત હવા ગળી જાય તો પણ.

બાળકમાં પેટના દુખાવાના લક્ષણો શું હોય છે?

તમારા બાળકને પેટમાં દુખાવો હોઈ શકે છે જો એમના માં આ લક્ષણો દેખાય:

બેસવામાં મુશ્કેલી

દુખાવો દેખાડવા માટે જાત-જાતના મોઢાં બનાવવા

ચીડિયાપણું

વધારે પડતું રડવું

ઉલ્ટી અને ઝાડા

પેટ પર હાથ મુકવાથી વધારે રડે ત્યારે

ગેસની સમસ્યા

જ્યારે તમને ખાતરી થઈ જાય કે તેને પેટમાં દુખાવો થાય છે તો બાળકને શાંત કરવા ઘરેલું ઉપચારોને જરૂરથી અજમાવો. બાળકને ડૉક્ટરની સલાહ વગર કોઈ દવા ન આપો. તેના બદલે તમે ઘરમાં તૈયાર કરેલા ઘરેલું ઉપચારો આપી શકો છો.

આદુ:

આદુમાં એન્ટી- ઇનફ્લેમેટરી ગુણ હોય છે જે ડાઈજેસ્ટિવ જ્યૂસને વધારે છે અને પેટના એસિડને ન્યુટ્રલાઈઝ કરવામાં મદદ કરે છે.

સેક આપો:

ગરમાહટથી પેટની સપાટી પર બ્લડ સરક્યુલેશન વધે છે અને દુખાવો ઓછો થાય છે. આને ગરમ પાણીની બોટલ અથવા હિટિંગ પેડના રૂપમાં લગાવી શકાય છે. તમે તમારા હાથ રગડીને એનાથી ઉતપન્ન થતી ગરમીને પેટ પર લગાવી શકો છો. પેહલા લોકો મસ્ટર્ડ ઓઈલને ગરમ કરીને પેટ પર લગાવતા હતા.

પીસેલો ખોરાક:

જો બાળકને દુખાવો હોવા છતાં ભૂખ લાગે છે તો તેને ઘી રાઈસ, દહીં જેવું કેટલીક લિકવિડ ખાવાનું આપો. ફ્રાઇડ અથવા શેકેલું ભોજન ન આપો કારણકે એના લીધે પેટમાં તકલીફ થઈ શકે છે.

ક્રેપ ડાઈટ:

ક્રેપ ડાઈટ એટલે ચેરી, એપરિકોટ, પ્રુનેસ જેવી ખાવાની વસ્તુ આપો જે સરળતાથી પચી જાય છે. કબજિયાત દરમિયાન તે ખૂબ જ મદદરૂપ થાય છે. તમે બાળકને અડધા કપ કરતા ઓછી માત્રામાં આપી શકો છો.

દહીં:

દહીં ખૂબ જ ફાયદેમંદ હોય છે અને પેટના દુખાવાને શાંત કરવામાં અને સારા બેકટેરિયાને ઉત્પન્ન કરવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.

ઘરેલું ઉપચારો ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે પરંતુ ડૉક્ટરની સલાહ લઈને કરવું તે વધુ સારું રહેશે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon