Link copied!
Sign in / Sign up
0
Shares

શિશુના વાળ ખરવાના કારણ અને તેના ઉપાય

માતા-પિતા હંમેશા તેમના બાળકો અને તેના સ્વાસ્થ્ય વિષે ચિંતિત હોય છે. શિશુને જરાક શરદી પણ થાય તો જીવ અધ્ધર થાઈ જાય છે. ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહિ પણ નાની મોટી સમસ્યા પણ ચિંતાળું કારણ હોય છે. તેમની એક સમયસ્યા વાળ ખરવાની.ઘણી માતાઓ તેમના બાળક ના વાળ ખરવાના કારણે ચિંતિત હોય છે.આથી અમે તેના વિષે જણાવીએ છીએ કે વાળ ઉતારવા એ સાધારણ વાત છે કે ખરેખર ચિંતાની વાત છે.

શિશુના વાળ ખારવા તે સામાન્ય વાત

બાળકના વાળ ઉતારવા સામાન્ય વાત છે. જન્મ ના છ થી બાર મહિના, ઘણાના વાળ ઉતરે છે. આમાં ઘબરાવાની વાત નથી કારણ જેટલા જલ્દી વાળ ઉતરે છે તેટલા જ જલ્દી વાળ ઉગે છે. પણ ફક્ત વાળ ઉતારતા જ હોય તો ચિંતાનો વિષય છે. 

વાળ ઉતારવાના ક્યાં ક્યાં કારણ-

૧. જયારે તણાવ હોય

મોટા માણસોની જેમ બાળકોને પણ તણાવ અથવા ચીડયા પણું હોય છે જેના કારણે શિશુ તેના વાળ પોતેજ ખેરે છે.અને તેના વાળ ખુબજ નાજુક હોય છે જેથી તેના વાળ જલ્દી ઉતારવા લાગે છે અને ઓછા થાય છે.

૨.  જ્યારે ચેપ લાગ્યો હોય

શિશુઓ દરરોજ શેમ્પુ કરી શકતા નથી અને લાગ-લગાર તેલ માલિશ થી ગંદગી જામવા લાગે છે જેના કારણે ક્યારેક ઉઝરડા અને ફુગનો ચેપ લાગી જાય છે અને આ જ વાળ ખરવાનું કારણ બની જાય છે.

3.તડકા ના લીધે

ઠંડી ના દિવસોમાં તો બાળક ને તડકાની જરુરી હોય છે. આથી ઘરના માણસો શિશુને તડકામાં લઈ જાય છે.પણ વધારે વાર તડકામાં રહેવાથી તેના વાળ પર અસર થાય છે અને નબળા થઇ ને ખારવા લાગે છે.

૪. દવા ના કારણે

શિશુની રોગ પ્રતિકારક શક્તિ નાજુક હોય છે એટલા માટે તેઓ જલ્દી બીમાર પડી જાય છે. તેથી તેમને દવા આપવા માં આવે છે, ક્યારેક દવા ને ગરમીથી વાળ ખારવા માંડે છે.

૫. પોષક આહારના અભાવે

શિશુ પૂર્ણપણે માતાના દૂધ પર નિર્ભર હોય છે.તેથી માતાના ખોરાક ની સીધી અસર શિશુ પર થાય છે તેથી જો માતા પોષ્ટીક અને યોગ્ય ખોરાક ન લે તો શિશુના વાળ ખરવાની સમસ્યા થઇ શકે છે.આથી માતાને તેના ખાવાનું પૂરું ધ્યાન રાખવું અને જો બાળક થોડું મોટું હોય તો તેને તાજા શાકભાજી આપવા અથવા સુપ અને ફળોનો રસ જરૂરથી આપવો જેથી તેને પૂર્ણ પોષ્ટીક અને યોગ્ય આહાર મળે. જો આવું ન થાય તો વાળ ખરવાની સમસ્યા વધી શકે છે.

શિશુના વાળ ખરવાની સમસ્યાથી ઘબરાવો નહી. આ એક કુદરતી પરિવર્તન છે જે શિશુમાં થાય છે. પણ જો શિશુના વાળ ખુબજ વધારે અને ઘણા સમય સુધી ખરતા રહે તો ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon