Link copied!
Sign in / Sign up
1
Shares

શિશુમાટે ના ૭ સૌથી ખતરનાક ઉત્પાદનો!

ઘણી એવી વસ્તુઓ છે જે વધારે કરીને માતા-પિતાને એક ડર દેખાડે છે, જેમકે નાના રમકડા.

એક જીમ્મેદાર માતા-પિતાના રૂપમાં તમે તમારા બાળકને એવી વસ્તુઓથી દૂર રાખવાની પૂરેપૂરી કોશિશ કરશો, પણ શું વાત અહીંયા સુધી જ છે?

ઘણા ઉત્પાદન એવા છે કે જેની સાથે તમારા બાળકને ખતરો થઈ શકે છે.

અહીંયા એવી ૭ વસ્તુઓની સૂચિ છે:

૧. ટેન્ટ બેડ

અહીંયા એવું માનવામાં આવે છે કે તમારું બાળક ટેન્ટ બેડમાં સુરક્ષિત રહે છે, કેમકે એનો બેલ્ટ તમારા બાળકને બાંધેલું રાખશે. પરંતુ આ બેલ્ટ પર ઘડી ઘડી ધક્કા અને ખેંચાણ તમારા બાળક માટે ઘાતક બની શકે છે. આનાથી ખરાબ ત્યારે બની શકે, જ્યારે જો તમારું બાળક તેમાંથી બહાર નીકળવાની કોશિશ કરશે, કેમ કે તેમ કરતાં સમયે તે મુસીબતમાં આવી શકે છે.

૨. વોલ્કર

માતાઓમાં વોલ્કર ખૂબ પ્રિય છે. એ ભરોસાવાળું પણ લાગે છે. જ્યારે તમારું બાળક પહેલું પગલું મૂકે છે, ત્યારે આ તેની મદદ કરે છે. એક સંશોધકના કેહવા મુજબ લગભગ ૨૧,૦૦૦ જખમ બાળકને સીડીઓ પરથી લપસવાથી થાય છે. એવું પણ કહેવાય છે કે એક વોલ્કર બાળકના વિકાસની ક્રિયાને બાંધેલી રાખે છે કે તેમાં મોડું કરે છે; એટલે પ્રાકૃતિક રીતોને હંમેશા મર્યાદિત રાખવી જોઈએ.

૩. શિશુ બાથટબ સીટ

આ બાથટબ સીટ જે ઉપયોગ કરે છે, તેને સુરક્ષિતતાની ખોટી ભાવના રખાવે છે. હા, એ તમારા બાળકને નાહતી વખતે સીધા બેસવામાં મદદ કરે છે, પણ તેમાં તમારા બાળકને સરકવાનું અને પડવાનું જોખમ વધારે રહે છે. એક સંશોધન મુજબ આ ઉપકરણના કારણે કેટલાક મરણ પણ થયા છે. સાદા અને પ્લાસ્ટિકના બાથટબ જે કડક જરૂર છે, પણ નિશ્ચિતરૂપે તમારા બાળકના નાહવાની સાચી રીત છે.

૪. શિશુ કેરીઅર

આપણે આજુબાજુ દરરોજ જોઈએ છે કે માતા પોતાના બાળકને આ કેરીઅરમાં લઈને ફરે છે. આ જોવામાં એક આકર્ષક પેઇન્ટિંગ ની જેમ લાગે છે, પણ સત્ય એ છે કે આના લીધે ઘણી દુર્ઘટનાઓ થઈ ગઈ છે. વિજ્ઞાન આપણને દેખાડે છે કે બાળકના શરીરના વિરોધમાં લાંબા સમય સુધી દબાણ તેની ઘૂંટણનું કારણ બની શકે છે; ત્યાં સુધી કે માથામાં લાગવાના કારણો પણ સામે આવે છે.

૫. કોમળ આરામદાયી પથારી

ડિઝાઇન કરેલા આ આરામદાયક ગોદડી અને ત્યાં સુધી કે ઓશિકા પણ ખૂબ સુંદર તો લાગે છે, પણ જો આપણે તેની સજાવટના રૂપમાં જ રાખીએ તો સારું છે. જેટલી વધારે કોમળતા, એટલી જ વધારે સંભાવના છે કે તેમાં તમારા બાળક ફસાઈ જાય અને ઘૂટણ મહેસૂસ કરે.એક સૂવાની સાધારણ ગોદડી: તે વધારે દેખાવમાં સારું તો નહીં હોય પણ એક સુરક્ષિત વિકલ્પ જરૂર હશે.

૬. બમ્પર

આ વસ્તુ સાધારણ રીતે તમારા બાળકના માથાની સુરક્ષા માટે બનાવાય છે, પણ જે વાતો તેના પ્રયોગથી નીકળીને સામે આવે છે, તે તમને ચોંકાવી શકે છે. હા, અમે અહીંયા બાળકના ઘૂંટાવા વિશે વાત કરી રહ્યા છીએ. અમારો સુજાવ રહેશે કે બાળકને આ દેખાવડી વસ્તુઓથી દૂર રાખો, જે પોતાનું કામ તો નથી કરી શકતી પણ બાળકને આરામ દેવાની બદલે તેને મુશ્કેલીમાં મૂકી શકે છે. પોતાના બાળકને તેનું માથું પોતાની જાતે જ સરખું કરવા દયો. ઘોડિયા સાથે લગાડેલી એક ચાદર પણ અનુકૂળ કામ કરે છે.

૭. સૂવાની યોગ્ય સ્થિતિ

ઊંઘ દરમ્યાન બાળકને યોગ્ય સ્થિતિમાં રાખવા માટે આને ડિઝાઈન કર્યું છે, જે મૂળરૂપથી તેને પેટના બળે સૂવાથી રોકવામાં મદદ કરે છે. ક્યારેક-ક્યારેક તેનો ઉપયોગ માથું ઉપર કરવામાં થાય છે. જેનાથી અમ્લ પ્રતિવાહ મુશ્કેલીઓમાંથી બચવામાં મદદ મળે છે, પણ જો બાળક પોતાનું માથું તે સ્થિતિની વિરોધમાં રાખે છે, તો તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે.

અમે તમારા બાળકની સુરક્ષાને, તમારી જેમ સર્વોપરી માનીએ છીએ. તમને અમારો સુઝાવ છે કે દેખાવડી વસ્તુઓથી આકર્ષિત ન થાવ, પરંતુ યોગ્ય રીતે વિચારીને કોઈપણ વસ્તુ ખરીદો; કારણ કે અંતે એ તમારા બાળક માટે છે, જે દુનિયામાં તમારા બંને માટે ખૂબ પ્રેમાળ છે અને નાજુક પણ!

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon