Link copied!
Sign in / Sign up
5
Shares

શેરડીના રસનાં ૧૦ ફાયદા જાણો😋😋

ઉનાળાની ઋતુ દરેક વ્યક્તિ માટે મુશ્કેલીઓ થી ભરેલી હોય છે, ગરમીમાં બહાર નીકળવું એક સજા જેવું બની જાય છે. આવી ઋતુમાં લોકો પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે અને શરીરને ઠંડુ રાખવા માટે ઠંડી વસ્તું, ફળો અંડે ફળના રસનું સેવન કરે છે. ઉનાળામાં બજારમાં ઘણા જાતના ફળો નો રસ મળે છે અને એમાંથી એક છે શેરડીનો રસ, જેને ઘણા લોકો પીવાનું પસંદ કરે છે. આખા દિવસની ગરમી અને થાક પછી, એક ગ્લાસ શેરડીનો રસ અમૃત જેવું કામ કરે છે. તે માત્ર તમારા શરીરને હાઇડ્રેટેડ નથી રાખતું, પરંતુ એનર્જી પણ આપે છે કારણ કે આમાં પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા ઘણા પોષક તત્ત્વો હોય છે. આ ઉપરાંત પણ શેરડીના રસના ઘણા લાભો છે કે જેના વિશે તમારે જાણવું જરૂરી છે. આજે આ બ્લોગ દ્વારા અમે તમને શેરડીના રસના અમુક લાભો કહી રહ્યા છીએ.

૧. ડાયજેસ્ટિવ સિસ્ટમને ઠીક કરે છે:

શેરડીનો રસ ડાયજેસ્ટિવ સિસ્ટમને સુધારે છે. આમાં પોટેશિયમ વધું માત્રામાં હોય છે જેના લીધે માત્ર ડાયજેસ્ટિવ સિસ્ટમમાં જ સુધારો નથી થતો, પરંતુ પેટમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો પણ શેરડીનો રસ ફાયદાકારક છે. જે લોકોને કબજિયાતની તકલીફ હોય છે તેઓ પણ શેરડીનો રસ લઇ શકે છે, તે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. આ પેટને ઠંડુ રાખે છે અને એસિડિટીની સમસ્યાને પણ દૂર કરે છે.

૨. વજન ઓછું થાય છે:

જે લોકો ઓબેસિટી અથવા તેમના વધતા વજનથી હેરાન છે તો તેમના માટે શેરડીનો ખૂબ લાભદાયી છે કારણ કે એમાં રહેલ કુદરતી સુગર અને ફાઇબર વજન વધારવા ને બદલે સંતુલિત રાખે છે.

 

૩. લિવર માટે લાભદાયી છે:

જે લોકો લિવરની તકલીફથી હેરાન છે એ લોકો માટે પણ શેરડીનો રસ ખૂબ જ ફાયદાકારક છે. દરરોજે શેરડીના રસમાં લિબુંનો રસ ભેળવી પીવાથી લિવર સ્વસ્થ રહે છે.

૪. સ્કિન માટે ઉપયોગી છે:

દરેક વ્યક્તિને ગ્લોઇંગ સ્કિન ગમતી હોય છે અને આ માટે લોકો કેટલી પ્રકારના ક્રીમ અને મેકઅપ નો ઉપયોગ કરે છે પણ શું તમે જાણો છો કે શેરડીનો રસ તમારી સ્કિનને ગ્લોઇંગ બનાવી દેશે. જો તમે શેરડીના રસને મુલતાની માટી સાથે ભેળવી લગાવશો તો તમારી ત્વચામાં ચમક આવશે. આમાં આલ્ફા હાઇડ્રોક્સિ એસિડ (AHAs) પદાર્થનો હોય છે, જે સ્કિન સંબંધિત પ્રોબ્લેમ્સને દૂર કરી ત્વચાને નરમ બનાવે છે અને ખીલ અને ડાઘને ઘટાડે છે.

 

૫. દાંત અને હાડકા માટે લાભદાયી:

શેરડીનો રસ દાંત અને હાડકા માટે પણ ખૂબ જ સારો હોય છે કારણકે આમાં રહેલ કેલ્શિયમ દાંત અને હાડકાને મજબૂત કરે છે અને રોગોથી દૂર રાખે છે. આ ઉપરાંત એ શ્વાસની દુર્ગંધ ને રોકવામાં પણ મદદ કરે છે.

૬. કેન્સરને દૂર રાખશે:

તમારે જાણીને આશ્ચર્ય થઈ શકે છે, પરંતુ આ જ સાચું છે કે જો તમે કેન્સરથી દૂર રહેવા માંગતા હોવ તો તમે શેરડીનો રસ પીવો. આમાં રહેલ કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને મેગ્નેશિયમની માત્રા આના સ્વાદને ખારો બનાવે છે અને આમાં હાજર ફલેવોનોઈડ સ્તન ગ્રંથીઓમાં કેન્સરના સેલ્સને વધવાથી રોકે છે જેના કારણે કેન્સર થવાની સંભાવના ઓછી થાય છે. આ પોસ્ટ્રેટ અને સ્તન કેન્સર માટે ખાસ ઉપયોગી છે.

૭. હાર્ટની બીમારીથી દૂર રાખશે:

શેરડીનો રસ હાર્ટની બીમારીથી પણ બચાવે છે, આ હાર્ટ એટેકની શક્યતાને ઘટાડે છે. આ શરીરમાં ટ્રિગ્લાઇસેરાઇડ અને કોલેસ્ટેરોલના લેવલને પાળે છે અને આના લીધે આર્ટરીમાં ચરબી નથી જામતી, જેના કારણે શરીરના ભાગોમાં બ્લડ ફ્લો બરાબર રહે છે.

 

૮. શેરડીનો રસ ઘા ને ભરે છે:

શેરડીનો રસ તમારે માત્ર રોગોથી રક્ષણ નથી આપતું, પરંતુ જો તમને કોઈ ઈજા અથવા ઘા હોય તો તેને પણ ટૂંક સમયમાં ભરવામાં મદદ કરે છે.

૯. પ્રેગ્નન્સી દરમિયાન શેરડીનો રસ:

ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ શેરડીનો રસ ખૂબ જ લાભદાયક હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન આ પીવાથી સ્ત્રીઓને કોઈ તકલીફ નથી થતી અને તેમની ગર્ભાવસ્થા પણ સુરક્ષિત હોય છે. ખાલી ગર્ભવતી સ્ત્રીઓ માટે નહીં પરંતુ શેરડીનો રસ દરેક સ્ત્રીઓ માટે સારો હોય છે, અને આના લીધે સ્ત્રીઓની સ્માસ્યા પણ ઓછી થાય છે જેના લીધે ગર્ભાવસ્થાની સંભાવના વધી જાય છે.

 

૧૦. ડાયાબિટીસ માટે પણ મહત્વનું છે:

જો તમને લાગે કે ડાયાબિટીસના પેશન્ટ શેરડીનો રસ નથી પી શકતા તો તમે ખોટા છો. સુગરના પેશન્ટ પણ શેરડીના રસ પી શકે છે કારણ કે આ એક લો-ગ્લિસમિક ડ્રિંક છે અને આ સુગર લેવલને સંતુલિત રાખે છે અને અચાનકથી વધવા નથી દેતું. તેમ છતાં, જો તમે સુગરના પેશન્ટ હોવ અને તમે દરરોજના આહારમાં શેરડીના રસનો સમાવેશ કરવા માગો છો, તો તમારા સંતોષ માટે એકવાર તમારા ડૉક્ટરની સલાહ જરૂરથી લો.

શેરડીનો રસ પિતા પેહલા આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે:

- ઉનાળામાં લગભગ રસ્તામાં બધી જ જગ્યાએ શેરડીનો રસ મળતો હોય છે પણ એનો મતલબ એવો નથી કે તમે કોઈપણ જગ્યાએ થી પી લો. હંમેશા સાફ-સુથરી શેરડીના દુકાનથી જ રસ પીવો જોઈએ નહીં તો જો તમે કોઈપણ ગંદી જગ્યાએ થી રસ પીતા હોવ તો તમે બીમાર પડી શકો છો અને અતિસાર ઉલટી જેવી સમસ્યા પણ થઈ શકે છે.

- જો શેરડીના રસને ૧૦-૧૫મિનીટ થી વધારે ફ્રિજની બહાર રાખવામાં આવે તો એને ક્યારે ન પીવું જોઈએ, આનાથી તમારી તબિયત સુધરવાને બદલે બગડી શકે છે.

- જ્યારે તમે શેરડીનો રસ પીવા જાવ તો તમારી સામે ફ્રેશ જ્યુસ બનાવડાવો, પહેલેથી બનાવેલું જ્યુસ ન પીવો કારણકે થોડી વાર પેહલા બનેલા જ્યૂસમાં ટોક્સિનની માત્રા હોઈ શકે છે અથવા જર્મ્સ પણ હોઈ શકે છે જેનાથી તમે બીમાર પડી શકો છો. આ ઉપરાંત તમે જે ગ્લાસમાં જ્યૂસ પીવાના છો એને બરાબર ધોવડાવી લો અથવા જો દુકાનદાર પાસે પેપરનો ગ્લાસ હોય તો એમાં જ પીવો.

નોંધ - આ શેરડીના રસના કેટલાક શ્રેષ્ઠ લાભોમાં હતા, પરંતુ જો તમને એલર્જી છે અથવા જો તમે સંવેદનશીલ હોવ તો શેરડીનો રસ પીવા પેહલા એકવાર તમારા ડૉક્ટરનો જરૂરથી સંપર્ક કરો અને આ વિશે તેમને જણાવો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon