Link copied!
Sign in / Sign up
0
Shares

શાહિદ કપૂર અને તેની સગર્ભા પત્ની મિરા રાજપૂત કપૂરે તેમનું બેબીમૂન લંબાવ્યું, અહી જાણો તેનું કારણ

શાહિદ કપૂર અને દિલ્હીની સુંદર છોકરી, મિરા રાજપૂતે ૭ મી જુલાઈ, ૨૦૧૫ ના રોજ પવિત્ર લગ્ન કર્યા હતા, અને તેઓ ૨૦ એપ્રિલ, ૨૦૧૮ ના રોજ એક નાની પરીના ગૌરવશાળી માતા પિતા બન્યા હતા. શાહિદે અને મિરાએ સમર્થન આપ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ તેમના બીજા બાળકનું સ્વાગત કરશે અને મિરા હમણાં બીજા ત્રિમાસિકમાં છે.

દેખીતી રીતે, શાહિદ કપૂર અને મિરા રાજપૂત કપૂર જૂન મહિનામાં તેમની દીકરી, મિશા કપૂર સાથે બેબીમૂન પર જવાનું વિચારી રહ્યા હતા, પણ શાહિદની કામ પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે બેબીમૂનનો કાર્યક્રમ પાછળ મૂક્યો હતો. બત્તી ગુલ મીટર ચાલુ અને અર્જુન કપૂર સાથેની રિમેક પ્લેટરને કારણે, શાહિદ બેબીમૂનની યોજનાને પડતો મૂકીને કામ કરશે.

મિડ-ડેના એક રિપોર્ટ પ્રમાણે, “શાહીદે જૂન માહિનામાં અર્જુન રેડ્ડી સાથે કામ ચાલુ કર્યું તે પહેલા મિરા અને મિશા(દીકરી) સાથે ગુણવત્તા ભર્યો સમય વિતાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે તેનું બત્તી ગુલનો કાર્યક્રમ જૂન સુધી ચાલવાની શક્યતા છે. તેથી તેણે જૂન મહિનામાં પ્રવાસે જવાનું ટાળ્યું હતું અને તે ખાતરી કરવા માંગે છે કે આ ફિલ્મ પ્રત્યે તેની જે પ્રતિબદ્ધતા છે તે અર્જુન રેડ્ડી માટે વેડફાઇ નથી, જેનું શૂટિંગ જુલાઈ સુધી કરવામાં આવશે.”

નોંધનીય છે કે, ફિલ્મનુ શૂટિંગ, બત્તી ગુલ મિટર ચાલુ એપ્રિલમાં ફરી શરૂ થવાની શક્યતા હતી, પણ ભુતપૂર્વ નિર્માતા પ્રેરણા અરોરાએ નાણાકીય મુદ્દાઓનો સામનો કરવો પડ્યો હોવાથી તેમાં વિલંબ થયો હતો. ટી-સિરીઝ વચ્ચે આવવાથી હવે શૂટિંગમાં સુધારો કરવામાં આવ્યો છે. શાહિદ આ કાર્યક્રમને સમયસર પૂરો કરવા માંગે છે જેથી તે આગામી પ્રોજેકટ શરૂ કરી શકે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું હતું કે, “ શાહિદ સવારે બત્તી ગુલનું ફિલમાંકન કરશે. અને તેની સાંજ સંદીપ વાંગાની ફિલ્મ માટે એમએમએ (MMA)ની તાલીમ માટે સમર્પિત કરશે. તેને રિમેક માટે તૈયાર થવાની જરૂર છે. તે પોતાના આહારમાં ફેરફાર તેમજ, તે પોતાની તંદુરસ્તીમાં બદલાવ લાવશે જેમાં વજનની તાલીમનો પણ સમાવેશ થાય છે.”

શાહિદ મિરાને માલદીવ તેના પહેલા બેબીમૂન માટે લઈ ગયો હતો જ્યારે તે તેના પહેલા બાળક મીશાના આવવાની રાહ જોતો હતો. અને તે સ્થાન કે જે તેમના હમણા આવનારા બાળક માટેના બેબીમૂન ની જગ્યા હજુ પણ અજ્ઞાત છે તેના થનારા માતા-પિતા માટે. તાજેતરમાં જ, મિરા જ્યારે દિલ્હી જવા નીકળતા હતા ત્યારે તેના તેના પતિએ તેનો સાથે આપ્યો હતો. મિરાએ તેના બાળકના બમ્પને રેશમ સલવારના કમીઝમાં છુપાવી દીધી હતી અને તેના વાળ સારી રીતે બાંધ્યા હતા. દરેક વખતે મિરા બહાર નિકડે છે, જેથી તેની ગર્ભાવસ્થા જોવાની ચૂકી જવાતી નથી.

મિરાની ગર્ભાવસ્થાની સુંદર જાહેરાત વિશે અને તેમના પરિવારમાં નવા સભ્યનું સ્વાગત કરતાં શાહિદે કહ્યું હતું કે,“ હ, અલબત, હું ખૂબ જ ખુશ છું. આ વસ્તુને બધાને કહેવા જેવુ લાગ્યું. મિરાએ જણાવ્યુ હતું કે તે ઇન્સ્ટાગ્રામ પર પણ મૂકવા માંગે છે અને તેને વિચાર્યું કે ફોટોગ્રાફ પણ ખૂબ સુંદર છે. તે એક સ્વયંસ્ફુરિત નિર્ણય હતો અને તે જ થયું. તે ખરેખર સારું લાગે છે.

હજુ પણ સમય છે. આ બીજી વખત છે, તેથી તે નવું લાગતું નથી, પહેલી વાર તેને ખૂબ જ નવું લાગ્યું હતું પણ તે હંમેશા ખૂબ જ ઉત્તેજક છે અને અમે ખરેખર પરિવારમાં નવા સભ્યનું આગમન કરવા ખૂબ જ આતુર છીયે.”

અમે આશા રાખીએ છીએ કે શાહિદ કપૂર અને મિરા કપૂર ટૂંક સમયમાં તેમના નાના બાળક અને મીશા કપૂર સાથે બેબીમૂનનું આયોજન કરશે, કેમકે અમે તેમના સુંદર રજા ચિત્રો જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ !

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon