Link copied!
Sign in / Sign up
10
Shares

સરળ નથી માતાપિતા બનવું-બાળક માટે નું આયોજન(બેબી પ્લાનિંગ )કરતા પહેલા પોતાને આ સવાલો જરૂર પૂછો☺️☺️

જયારે તમે કંઈક નવુ કરવા વિચારો છો તો એના માટે પહેલા થી આયોજન કરવું પડે છે .જેથી તમને તેનુ ઉત્તમ પરિણામ મળે .કામ ભલે કોઇ પણ હોય કરિયર ,લગ્ન, બાળકો આ બધા માટે હંમેશા પહેલા થી વિચારી ને નિર્ણય લેવો જોઈએ .તમે કોઇ પણ કામ સંપૂર્ણ આયોજન કરી ને કરશો તો કોઈ તમને સફળ થવા થી રોકી નથી શકતુ .આજે અમે એવી જ એક વસ્તુ ની વાત કરી રહ્યા છે અને વાત એ છે કે જો તમે તમારા પરિવાર ને વધારવા માંગતા હોવ તો તમારે પહેલા થી કઈ કઈ બાબતો ને વિચારી ને આગળ વધવુ પડશે .એક પતિ પત્ની નો સંસાર ત્યારે પુરો થાય છે જ્યારે તેમનુ પોતાનુ નાનું બાળક આવી જાય છે અને એના માટે પહેલા થી જ ઘણી બાબતો નુ ધ્યાન રાખવુ જોઈએ જે અમે તમને આ બ્લોગ દ્વારા જણાવશુ .

(૧) શું તમે પૈસેટકે તૈયાર છો?

 

ઘર મા એક સદસ્ય વધવાની સાથે ખર્ચાઓ પણ વધે છે અને જો વાત બાળકની હોય તો જવાબદારી પણ વધી જાય છે .એક બાળક નો ખર્ચ જિંદગીભર રહે છે ,તેના જન્મ પહેલા થી કેટલાક ખર્ચાઓ જોડાય જાય છે .અને એના જન્મ બાદ એ વધવા લાગે છે .એટલે તમારે સૌ પ્રથમ એ જોવું પડશે કે એક બાળક ની જવાબદારી લેવા માટે તમે પૈસા ની બાબત મા સંપૂર્ણ રીતે તૈયાર છો કે નહી . અને બીજુ એ કે ,જેમ જેમ બાળક મોટુ થતુ જાય છે તેમ તેમ તેના શાળા અને કોલેજ ના ખર્ચાઓ પણ વધતા જાય છે એટલે આ બધી બાબતો માટે તમારે તૈયારી રાખવી પડશે .

(૨) શું તમે શારીરિક અને માનસિક રીતે બાળક માટે તૈયાર છો?

 

એક મહિલા એ હમેશા એ વાત નું ધ્યાન રાખવુ જોઈએ કે એ શારીરિક અને માનસિક રીતે બાળક માટે તૈયાર છે કે નહિ. બાળક માટે આયોજન કરતા પહેલા એકવાર તમે ડોક્ટર ને સંપર્ક કરી ને જાણી લો કે તમે સંપૂર્ણ રીતે તૈયાર છો કે નહિ. ક્યાંક તમારા શરીર મા નબળાઈ તો નથી ને ? એટલે તમારુ સંપૂર્ણ ચેકઅપ કરાવી લેવુ .અને એ પણ ધ્યાન રાખવું કે માનસિક રીતે તૈયાર છો કે નહિ. કારણકે ગર્ભવસ્થા દરમિયાન અને તેના પછી તમારા સ્વભાવ મા ઘણો ફરક આવી શકે છે .જેથી માનસિક રીતે તમે ચીડચીડયું અનુભવી શકો છો .અને ક્યારેક તો ઘણી મહિલાઓ માતા બન્યાં પછી ડિપ્રેશન માં સરી પડે છે. એટલે આ બધી વાતો નુ ધ્યાન રાખવુ જોઈએ .

(૩) શું તમે બંને (પતિ પત્ની) જવાબદારી માટે તૈયાર છો?

એક બાળક ની જવાબદારી બહુજ મોટી જવાબદારી હોય છે .અને એની માટે તમે સંપૂર્ણ તૈયાર છો કે નહિ એ તમારે પહેલા થી જ સમજવુ પડશે.

તમે અને તમારા પતિ તમારા બાળક નો ઉછેર કેવી રીતે કરો છો ,અને તમે લોકો તમારા બાળકને પુરતો સમય આપી શકશો કે નહિ ,હમેશા યાદ રાખો ,જવાબદારી બળજબરીથી થોપી શકાતી નથી .હોય શકે કે તમે બાળક માટે તૈયાર હોવ પણ તમારા પતિ તૈયાર નો પણ હોય ,એટલે આ બાબત મા તમે તમારો નિર્ણય તમારા પતિ ઉપર બળજબરીથી થોપો નહી.

કારણકે આ નિર્ણય બહુજ મહત્વ પૂર્ણ નિર્ણય હોય છે .અને આ એક જણ નો નિર્ણય નથી એ બંને ની સહમતી થી જ થાય છે .એટલે તેમની સાથે આરામ થી બેસી ને વાત કરો અને તમારા સાથી ને નિર્ણય લેવા માટે થોડો સમય આપો .

(૪)શું તમે ત્યાગ કરવા માટે તૈયાર છો?

એક બાળક ના આગમન પછી માતાપિતા નું જીવન બસ બાળક ની આજુબાજુ જ ફરતુ રહે છે .અને તેમને ઘણી વસ્તુઓ નો ત્યાગ કરવો પડે છે . જો તમે ઓફીસ માં કે ઘર ની બહાર જઇ ને કામ કરતા હોવ તો એવુ બની શકે કે તમારે થોડા સમય માટે તમારા કામ ને છોડવુ પડે જેથી તમે તમારા બાળકને પુરતો સમય આપી શકો .એટલે તમારે તમારા જીવનમાં આવતા નાના મોટા ત્યાગ માટે હંમેશા તૈયાર રહેવુ પડશે .

(૫) શું તમે બંને આવનારા બદલાવ માટે તૈયાર છો?

એક બાળક ના આવ્યા પછી તમારા અને તમારા સાથી ના જીવન મા ઘણા બદલાવ આવશે. જેવું કે ,તમે પહેલા ની જેમ રાતનાં પાર્ટી કે,ફરવાનું, મોડી રાત સુધી ઘર ની બહાર રહેવું કે નહિ ,તરત ઘર ની બહાર નીકળી જવુ એવા નિર્ણય નહી લઈ શકો .જો તમે તમારા બાળક સાથે ક્યાંક બહાર જઇ રહ્યા હોવ તો તમારે તેની સૂચિ બનાવી ને એક થેલો ફકત અને ફકત બાળક માટે જ લેવો પડશે .તમારે તમારા બાળકને ધ્યાન મા રાખી ને આયોજન કરવું પડશે.અને એની સાથે જ નાની મોટી જવાબદારીઓ તમારે બંને એ વહેંચવી પડશે .એવું નથી કે કોઈ પણ એક ના ભરોસે બધુ છોડી દેવુ .તમારે બંને એ તમારા બાળક ની જવાબદારી બરાબર નિભાવવી પડશે .

એક બાળક આખા પરિવાર ને જોડે છે પણ એનો પણ એક સમય હોય છે .એટલે જો તમે અને તમારા સાથી બાળક માટે વિચરતા હોવ તો ,પહેલા દિલ અને દિમાગ ને શાંત રાખી ને આ બધી બાબતો વિશે જરૂર વિચારજો .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon