Link copied!
Sign in / Sign up
0
Shares

સંતાનોને શાકભાજી ખાતા કરવા ઇચ્છો છો? તો આ IDEA તમારા માટે છે બેસ્ટ

કોઇ પણ મા-બાપ માટે સંતાનોને શાકભાજી ખાતા કરવા એ બહુ સારો અનુભવ હોતો નથી. પરંતુ હવે સંશોધકોએ બાળકો મોજથી શાકભાજી ખાય એવો માર્ગ શોધી કાઢયો છે.વિવિધ મસાલા નાંખીને શાકભાજી આધારિત સ્નેક્સ બનાવો તો તે આરોગવું બાળકોને ગમે છે, એ આપણે જોઇએ છીએ. જો કે બ્રિટનની હાલત એવી છે કે ફક્ત 16 ટકા પ્રિ સ્કૂલ બાળકો જ ભલામણ મુજબના ફળ અને શાકભાજી આરોગે છે.

સ્પેનના બાસ્ક કુલિનરી સેન્ટર ખાતેના વિજ્ઞાનીઓએ કરેલા અભ્યાસમાં 8થી 10 વર્ષની વયના 86 બાળકો પસંદ કરવામાં આવ્યા હતા. તેમાંથી અડધા બાળકોને તેમના માબાપને ત્રણ જુદા જુદા શાકભાજી આધારિત સ્નેક કે પીણું બનાવવા માટે જરૃરી મસાલા ખરીદવામાં મદદ કરવા માટે કહેવાયું હતું. જો કે આ ત્રણ શાકભાજી-ફળમાં ઘરે ઉગાડેલા સફરજન અને બીટનો જ્યૂસ, મકાઇની પાતળી રોટલી જેવી અમેરિકન અને પાલકની ભાજીની બિસ્કિટ બનાવાઇ હતી. બાકીના અડધા બાળકોને શાકભાજી દેખાય પણ નહીં એ રીતે તેઓને રમવા દીધા હતા.બંને જૂથોના બાળકોને તેઓ જેના પરિચિત હોય એવી ચોકલેટ, ઓરેન્જ જ્યૂસ અને ચીપ્સ સાથે અપાયા હતા.

આ અભ્યાસના તારણો જર્નલ એપીટાઇટમાં પ્રકાશિત થયો છે. આ તારણ મુજબ 70 ટકા બાળકો જેઓને શાકભાજી ખરીદવા લઇ જવાયા હતા, તેઓએ શાકભાજીના સ્નેક્સને પસંદ કર્યા હતા. ફક્ત 20 ટકા બાળકો કે જેઓ શોપિંગમાં ગયા ન હતા, તેઓએ શાકભાજીના આરોગ્યપ્રદ સ્નેક્સ પસંદ કર્યા હતા. મતલબ કે બાળકોને તમે ખરીદી કરવા લઇ જાઓ તેમને શાકભાજીની વાનગીઓ આરોગવામાં મજા આવે છે!

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon