Link copied!
Sign in / Sign up
0
Shares

સંજય દત્તના જીવનના આ ૪ કિસ્સાઓ નહી જોવા મળે ફિલ્મ "સંજુ"માં😮

સંજય દત્તના જીવન પર બનેલી બાયોપિક ‘સંજૂ’ 29 જૂનના રીલિઝ એટલે કે આજે થઇ ગઈ છે. ટ્રેલર જોતા સંજય દત્તના જીવનના ઘણા પાસા ફિલ્મમાં દેખાડવામાં આવ્યા હોવાનું લાગી રહ્યું છે. ક્રિટિક્સે જણાવ્યું હતું કે સંજય દત્ત પર ફિલ્મ બનાવવાનું કારણ તેની ઈમેજને સુધારવાનો પ્રયાસ લાગી રહ્યો છે. ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ફિલ્મમાં સંજય દત્તના જીવનના માત્ર બે ભાગની જ પસંદગી એટલે કરવામાં આવી કારણ કે તેઓ 2.30 કલાકની ફિલ્મમાં 50 વર્ષના જીવનને દેખાડી શકે નહીં. આ ફિલ્મમાં સંજયના ડ્રગ્સની લત તથા બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંડોવણીને જ વધુ દેખાડવામાં આવ્યું છે. જેથી ફિલ્મમાં સંજુબાબાના જીવનના ઘણા વિવાદ જોવા નહીં મળે તે નક્કી છે, જેમાંથી અમુક વિવાદ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ.

નોકરાણી પર કર્યું ફાયરિંગ

એવું કહેવામાં આવે છે કે સંજય દત્તને ગન રાખવાનો ઘણો શોખ હતો અને આ શોખ તેને બાળપણમાં જ લાગી ગયો હતો. દત્ત પરિવારના નિક્ટના ઓપી કત્યાલે એકવાર જણાવ્યું હતું કે, સંજય જ્યારે નાનો હતો ત્યારે તેના હાથમાં સુનીલ દત્તની લાયસન્સવાળી રિવોલ્વર લાગી હતી. આ રિવોલ્વર થકી સંજય દત્તે હવામાં ગોળીબાર કર્યો હતો, જેમાંથી એક ગોળી ઘરની નોકરાણીને વાગી હતી. જે પછી દત્ત પરિવાર નોકરાણીની સારવાર કરાવી કેસને ત્યાંજ દબાવી દીધો.

સંજય દત્ત-ટીના મુનીમ અફેર

 એક્ટ્રેસ ટીના મુનીમ સાથે સંજય દત્ત 2 વર્ષ સુધી રિલેશનમાં રહ્યો હતો. સંજય ટીનાના ગળાડૂબ પ્રેમમાં હતો, જેના કારણે જે ટીનાને પસંદ કરવા લાગનાર રીષિ કપૂરને મારવા સંજય દત્ત ગુલશન ગ્રોવર સાથે તેમના ઘરે પહોંચી ગયો હતો. જોકે પછી ટીનાએ જ સંજય સાથે બ્રેકઅપ કરી લીધું હતું.

માધુરી દીક્ષિત સાથે અફેર

સંજૂના ટ્રેલરમાં સંજય દત્તના 308 ગર્લફ્રેન્ડ સહિત 350 મહિલાઓ સાથે સંબંધ રહ્યાં હોવાની વાત સામે આવે છે. ટીના મુનિમ સાથેના બ્રેકઅપ બાદ સંજયનું નામ રિચા શર્મા સાથે જોડાયું હતું. જે પછી તેનું અફેર માધુરી દીક્ષિત સાથે પણ રહ્યું પરંતુ તે વધુ ચાલ્યું નહીં. સંજુબાબા પરની ફિલ્મમાં માધુરી સાથેના અફેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નહીં તેની પર સસ્પેન્સ રહેલું છે. એક અહેવાલ અનુસાર માધુરી દીક્ષિતે ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાનીને ફોન કરી સંજય દત્ત અને તેના અફેરને ફિલ્મમાં ન દેખાડવા વિનંતી કરી હતી.

ગોવિંદા-સલમાન સાથે બગડ્યા સંબંધ

સંજય દત્ત વિશે એવુ કહેવામાં આવે છે કે બોલિવૂડમાં સાથી એક્ટર્સ સાથેના તેના સંબંધ બનતા-બગડતા રહે છે. એકસમયે સંજય-ગોવિંદાના સંબંધો ઘણા સારા હતા પરંતુ પછીથી તેમના સંબંધો ઘણા બગડ્યા હતા. આવી જ રીતે તેના સલમાન સાથેના સંબંધો પણ ખરાબ થયા હતા. જોકે સંજયે સલમાન સાથે ક્યારેય સંબંધ બગાડ્યા ન હોવાનો ખુલાસો કર્યો હતો.

 

 

source : divyabhaskar

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon