Link copied!
Sign in / Sign up
0
Shares

ગર્ભાવસ્થામાં સાંભળેલ સંગીતથી બાળકમાં સકારાત્મકતા આવે છે🎧🎼🎧

ગર્ભાવસ્થા સમયે સંગીત સાંભળવાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળકમાં સકારાત્મકતા આવે છે. માટે જ તો જૂના જમાનામાં આપણી દાદી-નાની ઘરમાં ગર્ભવતી મહિલાઓને રામાયણના શ્લોકો વાંચવાનું કહેતી હતી જેનાથી બાળક સારી વાતો સાંભળીને જીવનમાં તેવી વાતો પર અમલ કરે,આવો જાણીએ કે ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર સંગીત શું અસર પાડે છે...

ગર્ભાવસ્થામાં બાળક માટે કયા પ્રકારનું સંગીત સારું હોય છે?

તીવ્ર અવાજ બાળકને પરેશાન કરે છે માટે તમારે હાર્ડ રોક, હેવી મેટલ કે પરેશાન કરી મૂકનારા સંગીતથી દૂર રહેવું જોઇએ. કોઇપણ બેસુરા ગીત-સંગીતને બાળકની પહોંચથી દૂર રાખવું જેથી બાળકના મગજના વિકાસમાં કોઇ વિઘ્ન ન આવે. ગર્ભાવસ્થા સમયે ક્લાસિકલ મ્યુઝિક વધુ સાંભળો, આનાથી બાળકમાં સકારાત્મકતા આવે છે.

સંગીત કઇ રીતે નહીં જન્મેલા બાળક માટે મદદરૂપ બને છે?

અત્યારસુધી આનો કોઇ સાચો જવાબ નથી મળી શક્યો. પણ હા, એટલું જાણી શકાયું છે કે બાળક જે કંઇ પણ સાંભળે છે તેના પર પોતાની પ્રતિક્રિયા અચૂક આપે છે. એ પણ જણાવવામાં આવ્યું છે કે બાળક સંગીતની બીટ પર પોતાના ધબકારા ચલાવે છે. માટે જો બની શકે કે તમે કોઇ ધીમી ગતિવાળું સંગીત સાંભળશો તો બાળકના શ્વાસ પણ ધીમા અને આરામથી ચાલશે.

ગર્ભાવસ્થામાં કેટલું તીવ્ર સંગીત સાંભળવું જોઇએ ?

આ એક જરૂરી પ્રશ્ન છે જેના પર સામાન્ય રીતે લોકો બહુ ધ્યાન નથી આપતા, જો તમે કોઇ સારું સંગીત સાંભળી રહ્યાં છો અને ઇચ્છો છો કે તમારું બાળક તે સાંભળે તો સંગીતને તમારા પેટથી થોડા અંતરે રાખીને વગાડો. ઘણી મહિલાઓ હેડફોનને પેટ પર મૂકી દે છે જે તદ્દન ખોટું છે. આનાથી સાઉન્ડ વેવ બાળકની શાંતિને ખલેલ પહોંચાડી શકે છે. આ સિવાય એક કલાકથી વધુ સંગીત ન સાંભળો.

એક બીજો માર્ગ એ પણ છે કે તમે તીવ્ર અવાજવાળું સંગીત સ્ટીરિયો ચાલુ કરો અને બીજી બાજુ દૂર તમારું કામ કરો. પણ જ્યાંસુધી સંગીત વાગે ત્યાંસુધી તમે કોઇ બીજો અવાજ ન કરો. તમારા બાળકને આરામથી સંગીતનો અવાજ સાંભળવા દો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon