Link copied!
Sign in / Sign up
1
Shares

હાર્ટ એટેકના સામાન્ય દેખાતા લક્ષણોને ઇગ્નોર કરશો નહીં❤️

આજકાલની આ ફાસ્ટ અને તનાવપૂર્ણ લાઈફમાં કોઈને પોતાની હેલ્થનું ધ્યાન નથી રહેતું. દરેક વ્યક્તિ વ્યસ્ત છે અને આજ વ્યસ્તતામાં લોકો તેમના ખાવા-પીવાનું અને હેલ્થનું ધ્યાન નથી રાખતા. બદલાતી લાઇફસ્ટાઇલ ને લીધે આજકાલ ઘણા લોકોની મૌત હાર્ટ એટેકના લીધે થઈ રહી છે અને વિચારવા જેવી વાત એ છે કે કેટલા લોકોને હાર્ટ એટેકના હુમલા વિશે ખબર પણ નથી હોતી. જો કે હાર્ટ એટેકના લક્ષણો થોડા મહિના પહેલાંથી જ દેખાવવા લાગે છે, જે ખૂબ જ સામાન્ય છે અને લોકોને ખબર પણ નથી પડતી અને તેઓ ઇગ્નોર કરે છે. આજે, આ બ્લોગ દ્વારા, અમે હાર્ટ એટેકના એવાં જ કેટલાક લક્ષણો વિશે વાત કરી રહ્યા છીએ, જેને ઇગ્નોર કરવું તમારા માટે ખતરનાક બની શકે છે.

૧. થાક:

મેહનત કર્યા પછી થાક લાગવો અથવા આખો દિવસ અહીંયા-ત્યાં કામ કર્યા પછી થાક લાગવો સ્વાભાવિક છે, પરંતુ વગર કોઈ કામ કરે જો તમને થાક અથવા આળસ મહેસૂસ થાય તો તમારે હાર્ટ એટેકનો ખતરો હોઈ શકે છે. આ ઉપરાંત, પુરતી ઊંઘ પછી પણ જો તમને થાક, આળસ અથવા ઊંઘ આવે તો એલર્ટ થઈ જાઓ. જયારે હાર્ટ આર્ટરીઝ કોલેસ્ટ્રોલને કારણે બંધ અથવા સંકોચાય ત્યારે હાર્ટનું કામ ખૂબ જ મુશ્કેલ અને મેહનતવાળુ બની જાય છે, જેના લીધે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

૨. શ્વાસ લેવામાં તકલીફ થાય:

જ્યારે તમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે ત્યારે એકવાર ડૉક્ટર સાથે આ વિશે જરૂરથી વાત કરો, કારણ કે જ્યારે હૃદય યોગ્ય રીતે કામ કરતું નથી ત્યારે ફેફસા સુધી તમને જેટલું ઓક્સિજન જરૂરી છે તેટલું પહોંચતું નથી. આવી પરિસ્થિતિમાં, હાર્ટ એટેક આવવાનો ડર રહેતો હોય છે.

૩. સોજો આવવો:

જ્યારે હૃદય યોગ્ય રીતે કામ નથી કરતું અને શરીરના બાકી અંગો સુધી લોહી પોંહચાડવા માટે વધુ મેહનત કરવી પડે, ત્યારે નસો ફૂલવા લાગે છે, જેના કારણે સોજો આવે છે. મોટા ભાગે આની અસર પગની ઘૂંટી, અંગૂઠા અને શરીરના અન્ય ભાગોમાં પણ દેખાય છે, અને આ ઉપરાંત ક્યારેક હોઠનો રંગ પણ વાદળી હોય છે.

૪. વારંવાર શરદી થવી:

જો તમને સતત શરદી રહેતી હોય અથવા એનાથી સંબંધિત લક્ષણો રહેતા હોય તો આ હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે. જો કે, એવું પણ હોઈ શકે કે બદલાતી ઋતુને લીધે, તમે શરદીનો ભોગ બન્યા હોવ તો પણ આને ઇગ્નોર કરશો નહીં.

૫. ચક્કર આવવા:

જ્યારે હૃદય નબળું થવા લાગે છે ત્યારે બ્લડ સરક્યુલેશન માં પ્રૉબ્લેમ થવા લાગે છે અને આવામાં મગજ સુધી બરાબર ઓક્સિજન નથી પોંહચતું, અને આ કારણે ચક્કર આવવા લાગે છે. આવામાં જપ તમને વારંવાર ચક્કર આવતા હોય અથવા આંખો સામે અંધકાર છવાઈ જાય તો એકવાર ડૉક્ટરનો સંપર્ક અવશ્ય કરો.

૬. અપચો થાય:

જો તમારે છાતીમાં દુઃખાવો અથવા બળતરા થાય અને આ વારંવાર થતું હોય તો આ પણ હાર્ટ એટેકના લક્ષણો માંથી એક છે. જો કે ક્યારેક કઈ આડું-અવડું ખાવાથી પણ અપચો થઈ શકે છે પરંતુ જો તમારું ડાઈટ પ્રોપર છે અને તો પણ તમારે એસિડિટી, અપચો અથવા છાતીમાં દુઃખાવો થાય છે તો આ હાર્ટ એટેકના લક્ષણ હોઈ શકે છે.

૭. વધારે પરસેવો થવો:

વર્કઆઉટ કર્યા પછી અથવા ખૂબ ગરમીમાં પરસેવો આવવો ખૂબ જ સામાન્ય છે, પરંતુ જો તમને કોઈ પણ કારણ વગર વારંવાર પરસેવો આવે છે, તો તે હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે. તેથી, તમારે આ વિશે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

૮. અસ્વસ્થતા અનુભવો:

ઘણી વાર હાર્ટ એટેક પહેલા લોકો અસ્વસ્થતા મહેસૂસ કરવા લાગે છે અથવા બેચેની થવા લાગે છે, ક્યારેક છાતીમાં દુઃખાવો, માથામાં દુખાવો, અથવા નબળાઇ થવા લાગે છે આવા કિસ્સામાં, તમારે એકવાર ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

ઉપર આપેલા આ લક્ષણો ખૂબ જ સામાન્ય છે, પરંતુ જો તમે બીઝી રહો છો, અને આને ધ્યાન નથી આપતા તો આ તમારા માટે ગંભીર સાબિત થઈ શકે છે, તેથી હેલ્થને ઇગ્નોર ન કરો અને યોગ્ય સમયે ડૉક્ટરની સલાહ લો

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon