Link copied!
Sign in / Sign up
2
Shares

સગર્ભાવસ્થામાં, સંભોગની એવી ૫ ખોટી માન્યતા જે તમારે ન માનવી જોઈએ🖐❌🖐

શું તમને ખબર છે સ્ત્રીઓને, ગર્ભાવસ્થા દરમિયાન, સંભોગ કરવાની ઈચ્છા હોય છે? સાથે જ, સ્ત્રીઓ તે સમયે પણ સંભોગની મજા માણે છે. પુરુષો, હવે તમે રાહતનો શ્વાસ લઇ શકો છો! ગર્ભાવસ્થા દરમિયાન, સંભોગ ખુબ જ આનંદપ્રદ થઇ શકે છે. તેથી અમે આ લેખ દ્વારા એવી ૫ ખોટી માન્યતા વિશે તમને જણાવીશું.

ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક અને છેલ્લા ચાર અઠવાડિયા સિવાય, એક દંપતિને સંભોગ દ્વારા ઘણો આનંદ મેળવી શકે છે.

માન્યતા #૧: ઓર્ગેઝમ થી કસુવાવડ થાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન, સ્ત્રીઓ ઘણા સંકોચન અનુભવે છે અને તે ખુબ જ સામાન્ય છે. હકીકતમાં, તે સમયે ફક્ત તમારા ગર્ભાશયના સ્નાયુઓ કડક થતા હોય છે. આ સંકોચનો ધીરે-ધીરે ઓછા થશે અને અંતે જતા રહેશે.

તેથી, ઓર્ગેઝમ ના પેહલા કે પછી, હવે જયારે તમને સંકોચન મેહસૂસ થાય, ગભરાશો નહિ.

માન્યતા #૨: તમે તમારા બાળકના માથાને જોખમ પહોંચાડશો.

આ સૌથી સામાન્ય ગેરસમજ છે. અમે તમને ખાતરી આપીએ છીએ કે તમારું બાળક સંપૂર્ણપણે એક એમિનિઓટિક સેક માં સુરક્ષિત અને સલામત છે. આ સેક સર્વિક્સ ના મોઢા પાસે મ્યુકસ પ્લગથી સીલ કરેલું હોય છે. અને હા, સૌથી ઊંડો પેનેટ્રેશન પણ તમારા બાળકના માથાને નહિ સ્પર્શી શકે; ભલે પછી તમારો બાળક વધતો જશે.

 

માન્યતા #૩: શું મારા બાળકને ખબર પડશે કે અમે સંભોગ કરીએ છીએ?

ભલે આ વાત ખુબ જ રમુજી અને હાસ્યાસ્પદ લાગે છે, એવા ઘણા લોકો છે જેને આ પ્રશ્ન સતાવે છે. અહીં તમારા માટે એક પ્રશ્ન: તમારા માતા-પિતા એ પણ સંભોગ કર્યો હતો, જયારે તમે પેટમાં હતા, શું તમને આવી કોઈ પ્રવૃત્તિ વિશે જાણ થઈ? ચિંતા ન કરશો, તમારા બાળકની આ પ્રવૃત્તિની થોડી પણ જાણ નથી.

માન્યતા #૪: ગર્ભાવસ્થા દરમિયાન સંભોગ કરવું અશક્ય છે.

ના, એવું નથી. તમે પોતાને આ પ્રેમભરી પ્રવૃત્તિથી વંચિત ન કરશો. આ સમયે ખુબ ધીરજ ની જરૂર હોય છે. તમારી પત્નીના પેટ કે સ્તન ઉપર દબાણ ન કરવો અને તેને ઓર્ગેઝમ સુધી પહોંચવા સમય આપવો. ગર્ભાવસ્થા દરમિયાન, આ પ્રક્રિયામાં જલ્દી ન કરવી; તેથી તમારી પત્નીને પીડા ન થાય. આ કેટલીક સ્થિતિઓ તમે અપનાવી શકો છો- સ્પૂનિંગ, વુમન ઓન ટોપ, રિવર્સ કાઉગર્લ, લેપ ટોપ, અને એજ ઓફ દ બેડ.

માન્યતા #૫: ઓરલ સેક્સ હાનિકારક હોય છે.

ગર્ભાવસ્થા દરમિયાન, ઓરલ સેક્સ માત્ર એ સમયે હાનિકારક હોય છે જયારે તમે તમારી પત્નીની યોનિમાં હવા હડફો છો. હકીકતમાં, ઓરલ સેક્સ, સંભોગનું સૌથી આરામદાયક રૂપ છે. શરુ કરતા પેહલા, ખાતરી કરવી કે તમારી પત્ની આરામદાયક સ્થિતિમાં હોય. કેટલીકવાર, ગર્ભાવસ્થા દરમિયાન સેક્સ અસ્વસ્થતા લાગે છે પરંતુ તે સમયે, ઓરલ સેક્સ રાહત તરીકે આવે છે.

જેમ આ પ્રસિદ્ધ કેહવત છે - નથીંગ ઇસ ઇમ્પોસિબલ! ગર્ભાવસ્થા દરમિયાન, સંભોગ કરવાથી ખુબ આનંદ અને સંતોષ મળી શકે છે, પરંતુ આ સમયે સુનિશ્ચિત કરવું કે તમારી પત્નીને તકલીફ ન થાય. કોઈ કઠોર સ્થતિ અપનાવી નહિ અને ધીરજ રાખવો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon