Link copied!
Sign in / Sign up
2
Shares

સગર્ભાવસ્થા માં વધુ મલ્ટીવિટામિન લેવા નું ટાળો- જાણો તેના ગેરફાયદા

ગર્ભાવસ્થા માં પૂરતા પ્રમાણ માં આહાર લેવો જરૂરી છે, જેનાથી ગર્ભ માં રહેલ બાળક તંદુરસ્ત રહે. જોકે તમે બીજું બધું છોડી મલ્ટીવિટામિન લેવા નું વધુ પસંદ કરશો. પણ વધુ પ્રમાણ માં વિટામિન લેવા થી, તે વિટામિન વધી જાય છે તેથી કોઈ પણ વિટામિન લેતા પેહલા તેની માત્રા ચકાશી લેવી. કોઈ પણ વિટામિન નુકશાન કારક છે જયારે તે વધુ પ્રમાણ માં હોય. કેલ્શયમ અને લોહ નું વધુ પ્રમાણ, ખુબજ નુકશાન કારક થઈ શકે છે. ગર્ભાવસ્થા માં મલ્ટીવિટામિન લેવા ખુબજ જરૂરી છે પણ તે લેતા પૂર્વે ડૉક્ટર ની સલાહ લેવી જેનાથી તેની માત્ર વધી ન જાય.

આ શરતો ને જાણો-

- આર.ડી.એ.: ૯૭- ૯૮%, સ્વસ્થ લોકો માટે ની યોગ્ય માત્રા.

- યુ.એલ.: કોઈ પણ પ્રકારના નુકશાન વગર સૌથી અધિક માત્રા.

- એ.આય.: જો આર.ડી.એ દ્વારા ડેટા પ્રદર્શિત ન થાય, તો વિટામિન પર પ્રયોગ અથવા નિરક્ષણ થયેલ છે.

- વિટામિન ટોક્સિસિટી: આ ત્યારે થાય છે જયારે તમે વિટામિન એ,બી૬,સી,ડી, અથવા નાઈસીન ને વધુમાત્ર માં ખાવા માંડો.

વિટામિન વધુ માત્રમાં થવાના લક્ષણ

વિટામિન વધુ પ્રમાણ માં થયા છે તેના લક્ષણો, ગર્ભાવસ્થા દરમ્યાન જોવા મળતા લક્ષણો ને મળતા-જુળતા હોઈ છે. જો તમને વિટામિન ની માત્ર વધી ગઈ છે તેમ લાગતું હોઈ, તો તમે ગર્ભાવસ્થા દરમ્યાન તથા લક્ષણો સાથે શરખાવો. જો તે લક્ષણો માં બદલાવ મેહસૂસ થાય તો સમજી લેવું કે આપણે જરૂરત કરતા વધારે વિટામિન લીધી છે.

- ધૂંધળો પેશાબ

- વારે-વારે પેશાબ

- અપચો

- અતિસાર

- ભૂખ ન લાગવી

- જીવ મચળવો (ગભરામણ)

- પેટ માં દુખાવો

- સ્નાયુ માં નબળાઈ અનુભવવી

- સાંધા, સ્નાયુઓ અને હાડકામાં દુખાવો

- ત્વચા પીળી પડવી

- તડકો સહન ન થવો

- ખંજવાળ

- માથામાં દુખાવો

- થાકોડો લાગવો

- મૂડ બદલવો

- હૃદયના ધબકારા વધવા

- આખોં માં બળતરા

- હોઠ ફાટવા

જો તમને લાગે કે વિટામિનની અથવા તેની પુરકની માત્ર વધી ગઈ છે, તો સમય ગુમાવ્યા વગર ડોક્ટરને બતાવો અને કોઈ પણ વિટામિન અથવા તેનો પૂરક લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon