Link copied!
Sign in / Sign up
2
Shares

સગર્ભાવસ્થામાં સૂવા માટે શ્રેષ્ઠ સ્થિતિ (પોઝીશન)

સગર્ભાવસ્થા દરમિયાન ઊંઘ ન આવવી આ એક સામાન્ય સમસ્યા છે. પ્રયત્નો કરવા છતાં પણ તમે નિરાંતે ઊંઘી શકતા નથી, જેનું મુખ્ય કારણ શરીરમાં વિવિધ પ્રકારના ફેરફારો છે. તમે ઘણી સમસ્યાઓનો અનુભવ કરો છો કારણ કે પેટનું કદ વધે છે, જેના કારણે કમર પીડા, હૃદયરોગ, શ્વાસ માં મુશ્કેલી જેવી સમસ્યાઓ આવે છે.

સાઈડ પોઝીશન માં સુવાની સ્થિતિ સૌથી બેસ્ટ છે. તમારી સુવિધાનુસાર સુવા માટે, પગના ઘૂંટણ ને વાળી બંને પગ વચ્ચે ઓશીકું રાખી સુવાથી આરામ મળે છે. એવું પણ કેહવામાં આવે છે કે ડાબી બાજુ સુવાથી પણ ફાયદો મળે છે કારણકે રક્ત અને પોષણ માં પણ ફાયદો લાવે છે આ પોઝીશન. પણ આ કથન નું કોઈ પ્રમાણિક સબુત નથી એટલે તમે કોઈ પણ રીતે સુવા માટે સ્વતંત્ર છો.

જો રાતે સુતા સમયે તમને હાર્ટ બર્ન ની ફિલિંગ આવે તો ઓશિકાના સહારે તમેં તેની ઉપર સુઈ શકો છો. આનાથી થોડી રાહત મળશે. ગર્ભાવસ્થા સમયે ઉંધા સુવું ન જોઈએ. આમ સુવાથી પીઠ નો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આની સાથે પાચન તંત્ર અને રક્ત્પાન માં પણ મુશ્કેલી થઈ શકે છે કેમકે આપ સુવાથી તમારા બાળકને પણ રક્ત અને શ્વાસ પહુંચતો નથી.

આરામથી સુવાના ૩ ઉપાય છે.

1. વધારે ઓશિકાનો ઉપયોગ કરો 

વધારે ઓશિકાના સહારે સુવાથી તમને આરામ મળશે જ્યાં પીડા હોય તે બાજુ ઓશિકા રાખી સુવો પીડામાં રાહત મળશે અને તમે આરામથી ઊંઘ લઈ શકશો.

૨. સપોર્ટ બેન્ડ 

દરરોજ પહેરવા તમે મેટરનીટ બેન્ડ ખરીદી શકો છો. દિવસમાં પેહરી રાખો તો રાત્રે ઓછી પીડા પડશે.

૩. ભોજન ની માત્રાનું ધ્યાન રાખો 

ઓછી અને થોડી માત્રા ભોજન લેવાનું રાખો. 

જ્યારે તમે સગર્ભાવસ્થાથી પસાર થઈ રહ્યા છો, ત્યારે શરીરમાં થતા ફેરફારોને કારણે આરામદાયક અનુભવતા નથી અને તે તમારી ઊંઘમાં પણ અસર કરે છે. સારી બરાબર સ્થિતિ અપનાવીને, તમે આ અગવડતાને દૂર કરી શકો છો અને મીઠી નીંદર લઈ શકો છો.
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon