Link copied!
Sign in / Sign up
9
Shares

સગર્ભાવસ્થા દરમિયાન ઊંઘનું મહત્વ

દરેક વ્યક્તિ જાણે છે કે ઊંઘવું અથવા ઓછું ઊંઘવું વગેરે બાબતોમાં, બાળકના જન્મ પછી મોટા ફેરફાર થઇ શકે છે. ઘણી માતાઓ માટે આશ્ચર્યજનક વાત હશે કે ગર્ભાવસ્થામાં ઊંઘ એક પડકાર રૂપ બની શકે છે. સમયસર ધ્યાન ન રાખવામાં આવે તો માતૃત્વ શરુ થવા પેહલા જ ખરાબ થઇ શકે છે. 

સગર્ભાવસ્થા દરમિયાન પર્યાપ્ત ઊંઘ શા માટે મહત્વપૂર્ણ છે? 

ગર્ભવતી હોય કે ન હોય, ઊંઘ બધા માટે આવશ્યક છે. લોકો જયારે થાકેલા હોય ત્યારે તે ચીડ-ચીડિયા થઇ જાય છે. કામ પાર પણ પૂર્ણપણે ક્રિયાશીલ નથી હોતા આવા વખતે પૂર્ણ સ્વસ્થતા નથી અનુભવતા. ઉંઘનો અભાવ ખતરનાક પણ બની શકે છે. ઘણા રસ્તાના અકસ્માતો આના કારણે થાય છે, કારણ કે ગાડીના ડ્રાયવરને ગાડી ચલાવતા સમયે ઊંઘ આવતી હોય છે. અન્ય નાના બનાવો ત્યારે બને છે જયારે તમે થાકેલા હોવ છો અને તમારી ધ્યાન દેવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. જેનાથી ગભરાહટ વધી જાય છે અને તેનાથી દુર્ઘટના થવાની સંભાવના વધી જાય છે, જેમકે કોઈ ભારે અથવા નાજુક વસ્તુ હાથથી પડી જવી. આથી જો આપ ગર્ભવતી હોવ તો પૂરતી ઊંઘ તમારા માટે આવશ્યક છે કારણ તમે જે વસ્તુ પકડી હશે તેને પડવા દેવાનું જોખમ તમે ન લઇ શકો. ઓછી ઊંઘથી હાય બ્લડ પ્રેશર અને પ્રેકલેમ્પસીયા (preeclampsia) વધવાનું જોખમ વધે છે, એવું માનીએ છીએ એટલું જ (ખરેખર) જોખમી છે. સ્ત્રીઓ માટે આરામ કરવો જરૂરી છે જેથી પ્રસવ, શિશુનો જન્મ અને માતૃત્વ જેવી પરિસ્થિતિને પહુંચી વળાય. પ્રસવની પીડામાં શારીરિક રીતે થાકી જવાય છે; આથી આને પહુંચી વળવા પૂરતો આરામ ખુબ જ જરૂરી છે. એક સંશોધનમાં જાણવા મળ્યું કે છે પ્રસવની તારીખો પહેલા ના સમયમાં જે સ્ત્રીઓ ઓછી ઊંઘ (પાંચ કલાક થી ઓછી) લે છે તેમને લાંબા પ્રસવ (સીઝેરિઅન સેકશન) ડિલિવરી થવાની સંભાવના વધી જાય છે. ઘણા અનુભવો પરથી જાણવા મળ્યું છે કે ગર્ભાવસ્થામાં ઓછી ઊંઘથી પ્રસવકાળ લંબાય છે અથવા સીઝેરિઅન પણ થઇ શકે છે. આનાથી પુન સ્વસ્થ થવામાં સમય લાગે છે અને આ કાળમાં જ નવજાત શિશુની પણ સંભાળ રાખવાની હોય છે. ઘરમાં શિશુ સાથે રહીને તમે થાકી શકો છો, એટલે તમે તમારી જ મદદ કરો, અત્યારથી શરુ કરી ને છેલ્લા મહિના સુધી પૂરતી ઊંઘ મેળવવાનો પ્રયાસ કરો. સ્વાભાવિક રીતે બાળકના જન્મ પછી તમારા ઉંઘનો ટાઈમ કેહવો મુશ્કિલ હશે કારણ કે શિશુને પહેલા મહિનામાં દિવસમાં આઠ થી બાર વાર સ્તનપાન કરાવાનું હશે. આથી માતાનું સ્તનપાન કરાવાનું શેડ્યૂલ ચોવીસ કલાક માં ફેલાયેલું હોય છે. આ ઓછું હોય તેમ નવજાત શિશુ પણ, માતાનો આખો દિવસ સાર-સંભાળ માં લેસે, જેમ કે ડાયપર બદલવા, થોડો સમય બાળકને શાંત કરવામાં પણ લાગે છે. આવા વાતાવરણ માં ગાઉન માં ભારી આંખો સાથે બેઠેલી એક માઁ નું ચિત્ર ઉપસી આવે છે. અલબત્ત, દરેક બાળક અલગ હોય છે અને સ્નેહીઓની મદદ પણ ચોક્કસ મળે છે. આથી વધારે પડતી માતાઓને કોઈ સમસ્યા નહિ થાય. તો પણ પહેલાથી સાવચેત રેહવું ખાલી નહી જાય.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon