Link copied!
Sign in / Sign up
103
Shares

સાસુ ક્યારેય તમારી માં નથી બનતી! પાર્ટ:૧ 😢😢

આ વાત સાચી છે કે સાસુ ક્યારે પણ એક માં ના બની શકે. તે ફક્ત તેના બાળકો માટે માં હશે પણ લગ્ન કરીને આવેલી દીકરી માટે તે ક્યારેય માં નથી બનતી. એક વહુ કેટલો પણ પ્રયાસ કરી લે પણ સાસુ તેને ક્યારેય પણ પોતાની દીકરીની જેમ નથી ગણતી. એક સ્ટડી ના રીપોર્ટ મુજબ જેમાં ઘણી વિવાહિત સ્ત્રીઓનો સાસુ સાથેના અનુભવ વિષે પૂછવામાં આવ્યું હતું, કે લગ્ન પછી સાસરીયા વાળા સાથે જીવન કેવું રહે છે? તેમાં ઘણી મહિલાઓએ પોતાના અનુભવને અમારી સાથે શેર કર્યા છે. ચાલો વિગતસર જાણીએ:

"મારા લવ મેરેજ થયા છે, હું એક ગુજરાતી છુ અને મારા પતિ કર્નાટક ના છે. પ્રેમ કોઈ પણ ભાષા કે ધર્મને નથી જોતું એ અમે સાબિત કર્યું. પણ જયારે અમારા પરિવારને અમારા પ્રેમ વિષે ખબર પડી હતી ત્યારે અમને બહુજ સંઘર્ષ કરવો પડ્યો હતો બન્ને પરિવારને આ લગ્ન માટે રાજી કરવા માટે અમારાથી જે બન્યું એ અમે કર્યું. લગ્ન જેમતેમ થઈ ગયા. જેમ એક છોકરી તેના લગ્નના સપના જોતી હોય છે તેવા લગ્ન તો મારા નસીબમાં હતાજ નહી. બહુ સાદી રીતે મારા લગ્ન થયા હતા. પણ મને એ વાતનું કોઈ દુખ નથી, દુખ ખાલી એ વાતનું છે કે મને ના તો બાપનો પ્રેમ મળ્યો અને ન તો એક સસરાનો પ્રેમ. દુનિયામાં ખાલી ૨% એવા સાસુ હોય છે જે સાચેજ વહુને દીકરીનું માન સમ્માન આપે છે, અને દીકરીની જેમજ વ્યહવાર કરે છે. પણ મને એ ૨% ની સાસુ નો પ્રેમ ન મળ્યો. તેના માટે હું ખુદને હમેશા કમનસીબ સમજીશ. મને એવી સાસુ મળી છે જે ક્યારેય અમારા ખુશી સંસારથી ખુશ નથી થતી. અને જયારે હોય ત્યારે બસ પોતાના વિષે બધી અપેક્ષાઓ રાખે છે. મારા લગ્નના એક અઠવાડિયામાંતો મારી સાસુએ પોતાની દીકરીના લગ્ન એટલે કે મારી નણંદના લગ્ન ફિક્સ કરી દીધા, આવું એટલા માટે કર્યું કે ના તો અમે હનીમૂન પર જી શકીએ અને ન તો અમે કોઈ પ્રકારનું નવ પરણિત લગ્ન જીવન એન્જોય કરી શકીએ. આટલું ક્રૂર દિમાગ સાસુનુંજ ચાલે અને આ વાતથી ઘણી સ્ત્રીઓ અગરી કરશે કે શૈતાનનું દિમાગ એટલે સાસુનું દિમાગ. અને જો એવા સમયે તમારા પતિ પણ તમારો સાથ ન આપે તો તમારાથી ખરાબ નસીબ અને ખરાબ જીવન કોઈનું ન હોઈ શકે. લગ્ન બાદ મારા પતિ પણ મને સમજતા નહી, હું તો માનો એક સુમસાન રણ માં લાચાર ઊંટ જેવી હાલત થઈ ગઈ હતી, જેમ કેહતા એમ કરતી તો પણ કંઇકને કંઇક કમી કાઢી મને એવું મેહસૂસ કરાવતા કે હું સારી વહુ નથી. મને એક વાર પણ બેટા કે દીકરી કહીને બોલાવી નહી. દર વખતે એવું સાબિત કરતી રહી કે હું એક સારી પત્ની તો નથીજ પણ સારી માં પણ નહી બનું. એટલું અપમાન અને એટલું નિષ્ઠુર વ્યહવાર ભગવાન કોઈ પણ દીકરીને આવા દિવસો થી પસાર ન કરાવે એવી મારી પ્રાર્થના હોય છે. અમારા લગ્નને ૨ વર્ષ થઈ ગયા છે અને મને હજી એક નવા જીવનને જન્મ આપવાનો ઉત્સાહ નથી આવતો પણ એક દિવસ જયારે.....

શું થયું તે જાણો આગલા પાર્ટ માં એટલે કે " સાસુ ક્યારેય તમારી માં નથી બનતી પાર્ટ ૨ માં

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon