Link copied!
Sign in / Sign up
0
Shares

સાહસ ને સલામી ! ગર્ભાવસ્થા દરમિયાન પણ શૂટિંગ કરતી રહી આ બોલીવૂડ ની અભિનેત્રીઓ

કોઈપણ વ્યક્તિ જ્યારે કોઈપણ પ્રોફેશનલ મા હોય ત્યારે એમને સફળતા પ્રાપ્ત કરવા માટે પુરા તલ્લીન થઈ ને કામ કરવુ પડે છે. દરેક વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરવા અને આગળ વધવા માટે પોતાના કામ ને પૂરતો ન્યાય આપે છે, બોલીવૂડની વાત કરીએ તો ત્યાં પણ એક થી એક ધુરંધર ઉપસ્થિત છે.

તમે જે પણ ફિલ્મો જુઓ છો એની પાછળ ફિલ્મ ની પુરી ટીમ ની ખુબજ મહેનત હોય છે. દિવસ રાત ની મહેનત પછી એક ફિલ્મ બને છે અને ત્યારબાદ એ તમારા માટે રિલીઝ કરવામાં આવે છે. પણ ક્યારેક ફિલ્મો દ્વારા કેટલીક ફિલ્મી હસ્તીઓ ના ભેદ ખુલી જાય છે. એવા ભેદ જેનો તમે જલ્દી થી ભરોસો કરી શકતા નથી.

જી હા, આજે અમે તમને કેટલીક અભિનેત્રી ઓ જણાવશું જે ફિલ્મોના શુટિંગ દરમિયાન વાસ્તવ મા ગર્ભવતી હતી પરંતુ કોઇ ને એની જાણ થઈ શકી નહી .આ વાંચીને તમને થોડુ અજીબ લાગશે પણ આ સાચું છે. ચલો જાણીએ કેટલીક અભિનેત્રી ઓ જે શૂટિંગ દરમિયાન ગર્ભવતી હતી.

(૧) જયા બચ્ચન

તમને જાણી ને નવાઈ લાગશે કે વર્ષ ૧૯૭૫ મા આવેલી સુપરહિટ ફિલ્મ શોલે મા જયા બચ્ચન ગર્ભવતી હતી. જયા એ પોતાની સફેદ સાડી મા પોતાના બેબીબમ્પ છુપાવ્યા હતા .અને જયા ફિલ્મ રિલીઝ થઈ ત્યાં સુધી ગર્ભવતી જ હતી.

(૨) શ્રી દેવી

એવુ કહેવાય છે કે શ્રી દેવી ૧૯૯૭ માં આવેલી ફિલ્મ જુદાઈ ના શૂટિંગ દરમિયાન ગર્ભવતી થઈ ગઇ હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ના પ્રોડ્યૂસર શ્રી દેવી ના પતિ બોની કપૂર જ હતા એવુ પણ કહેવાય છે કે આ ફિલ્મ મા ભજવેલા અભિનેત્રી ઉર્મિલા ના પાત્રને ધ્યાનમાં રાખી ને જ શ્રી દેવી એ એની છોકરીનું નામ જાહનવી રાખ્યું હતું.

(૩) ઐશ્વર્યા રાય

તમને ૨૦૧૨ મા આવેલી ફિલ્મ હીરોઇન તો યાદ જ હશે. જેમાં કરીના કપૂરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. પણ તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માં કરીના ની પહેલા ઐશ્વર્યા ને લેવા ની વાત ચાલી રહી હતી પરંતુ એ સમય દરમિયાન નિર્માતાઓ ને ખબર પડી કે ઐશ્વર્યા ગર્ભવતી છે એટલે એમણે ઐશ્વર્યા ની બદલે કરીના ને લેવાનો નિર્ણય લઇ લીધો .

(૪) કાજોલ 

આ લીસ્ટ  માં કાજોલ પણ આવે છે. ૨૦૧૦ ના વર્ષ માં ફિલ્મ વી આર ફેમિલી ના શૂટિંગ દરમિયાન કાજોલ ગર્ભવતી થઈ ગઈ હતી .ગર્ભવતી હોવા છતાં કાજોલે ફિલ્મ ની શૂટિંગ પૂરું કર્યું .આ ફિલ્મમાં કાજોલે ત્રણ બાળકોની માતા ની ભૂમિકા ભજવી હતી.

(૪) જૂહી ચાવલા

૨૦૦૧ માં આવેલી ફિલ્મ આમદની અઠની ખર્ચા રૂપૈયા ની શૂટિંગ દરમિયાન જૂહી પહેલીવાર ગર્ભવતી થઈ હતી .ગર્ભવતી હોવા છતાં જૂહી એ શૂટિંગ પુરુ કર્યું. ત્યારબાદ એ બીજી વાર ગર્ભવતી થઈ ત્યારે ઝંકાર બિટ્સ નું શૂટિંગ ચાલી રહ્યું હતું.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon