Link copied!
Sign in / Sign up
13
Shares

રોટલી એકદમ મુલાયમ અને ઢોકળાં બનશે ટેસ્ટી, બહુ કામની છે આ 10 ટિપ્સ♕

રસોઇ તો બધાંના ઘરમાં બનતી જ હોય છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે, કેટલીકવાર નાની-નાની ટિપ્સના ઉપયોગથી પણ કિચનનાં ઘણાં કામ બહુ સહેલાં બની જતાં હોય છે, ઘણીવાર રોજિંદી રસોઇને વધારે ટેસ્ટી બનાવી શકાય છે. રસોઇ ટેસ્ટી બનાવવાની સાથે-સાથે સમયનો પણ બચાવ કરે તેવી 10 ઉપયોગી ટિપ્સનું એક ખાસ કલેક્શન લાવ્યા છીએ અમે અહીં.

૧. રોલીના લોટમાં દહીં નાખી બાંધવાથી રોટલીઓ બનશે મુલાયમ અને ટેસ્ટી

 

૨. પપ્પૈયા ના છોતરાને સુકવીને ગાળી લો અને આ પાવડરને નોનવેજ રેસીપી માં વાપરો તો તે સ્વાદિષ્ટ બનશે.

3. કસુરી મેથીનો વારંવાર ઉપયોગ ન કરવો હોય તો લીલી મેથીના પાન ને પેન પર થોડી વાર ગરમ કરી લો અને ઠંડુ થયા પછી તેને તમારી ડીશ માં વાપરી શકો છો 

૪. ઈન્સ્ટન્ટ ઢોકળા બનવા માટે લોટમાં થોડો સોજી મિક્સ કરો તેનાથી ઢોકળા સોફ્ટ બનશે 

૫. ચણાના લોટના ઢોકળા બનાવતી વખતે તેમાં થોડો ઈનો મિક્સ કરો જેથી ઢોકળા સોફ્ટ બનશે 

૬. બટેકાની છાલ કાઢી તેમાં કાંટા વાડી ચમચી વડે કાણા પાડીલો અને તેને મીઠા ના પાણીમાં બોળી રાખો આનાથી દમ આલૂ સરસ બનશે 

૭. ચા બન્યા બાદ તેના વધેલા કુચ્ચાને ધોઈને તેનું પાણી ગુલાબના છોડના કુંડામાં નાખો. આ પાણી છોડ માટે ખાતર નું કામ કરે છે 

૮. જો ચોખા બાફતી વખતે નીચેનો ભાગ થોડો બળી જાય તો તેને ફેંકવાના બદલે તેની ઉપર બ્રેડ થોડી વાર મૂકી દો. આમ કરવાથી ભાત માં બળેલાની વાસ નહિ આવે અને ભાત ખાવા લાયક થઈ જશે.

૯. તમે લીંબૂ નો બરાબર રસ કાઢવા માંગતા હોવ તો તેને પેહલા વીસ સેકેંડ માટે મીક્રોવેવમાં ગરમ કરીલો પછી તેને વચ્ચેથી કાપી નીચ્વીલો આમ લીંબુનો બધોજ રસ નીકળી જશે 

૧૦.  જો તમે દુધને ફ્રીજમાં મુકવાનું ભૂલી ગયા હોવ અને દૂધ ફાટવાનો ડર હોય તો તેમાં થોડો ખાવાનો સોડા નાખીલો. દૂધ નહિ ફાટે .

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon