Link copied!
Sign in / Sign up
1
Shares

Rich Kids: કોઈ પહેરે છે 12 હજારના બુટ તો કોઈ ઉંઘે છે 2 લાખના બેડ પર

16 નવેમ્બરના રોજ ઐશ્વર્યા-અભિષેકની દીકરી આરાધ્યા 6 વર્ષની થઈ. આ નિમિત્તે અમે તમને એવા સેલેબ્રિટી કિડ્સ અંગે જણાવી રહ્યા છીએ, જે બાળપણથી જ લક્ઝરીયસ લાઈફ સ્ટાઈલ જીવી રહ્યા છે. આ બાળકો કિંમતી આઈટમ્સ, બ્રાન્ડેડ કપડા, રમકડા, ગેજેટ, ડોલ્સની સાથે લાઈફ એન્જોય કરી રહ્યા છે. સેલેબ્સ પોતાના બાળકોની લક્ઝરીયસ લાઈફ માટે કરોડો રૂપિયા પણ ખર્ચે છે. તાજેતરમાં સૈફ અલી ખાને દિકરા તૈમુર અલી ખાનને 1.30 કરોડ રૂપિયાની કાર ગિફ્ટ કરી છે. સૈફે દિકરાને આ ગિફ્ટ તેના બર્થ ડે પહેલા આપી છે. ઉલ્લેખનીય છે કે, તૈમુર 22 ડિસેમ્બરના રોજ એક વર્ષનો થઈ જશે. માત્ર એટલું જ નહીં, મોમ કરીના કપૂર પણ તેને અત્યારથી જ પ્રોફેશનલ બનાવી રહી છે.

12 હજારના બૂટ પહેરે છે આરાધ્યા

બચ્ચન બહુ ઐશ્વર્યાની દીકરી આરાધ્યા બચ્ચન સેલિબ્રિટીથી ઓછી નથી. બચ્ચન પરિવાર આરાધ્યા માટે ફેશન ડિઝાઈનર અબુ જાની તથા સંદિપ ખોસલા પાસે ડ્રેસ ડિઝાઈન કરાવે છે. આ સિવાય તે વિલો બોમ્બરનું જેકેટ તથા યુજીજીના બૂટ પહેરે છે. ભારતમાં યુજીજીના બૂટની કિંમતની શરૂઆત 12 હજાર રૂપિયાથી થાય છે. ઐશ્વર્યા જ આરાધ્યા માટે કપડાંની પસંદગી કરે છે. જ્યારે આરાધ્યાનો જન્મ થયો ત્યારે દાદા બિગ બીએ તેને ઓડી એ8 ગિફ્ટ આપી હતી. આ સમયે આ કારની કિંમત દોઢ કરોડ રૂપિયા હતી. એશ-અભિએ આરાધ્યા માટે દુબઈમાં 54 કરોડ રૂપિયાનું ઘર પણ ખરીદ્યું છે. 

 

તૈમુર અલી ખાન

કરીના કપૂરના દિકરા તૈમુરના અત્યાર સુધીમાં જે ફોટોઝ સામે આવ્યા છે. તેમાં ગુચી અને રોલ્ફ લોરેન(પોલો સ્પોર્ટ્સ)ના બેબી સ્નીકર્સ પહેરી જોવા મળી રહ્યો છે. એક રિપોર્ટમાં ગુચીના સ્નીકર્સની કિંમત 12 હજાર રૂપિયાથી વધુ બતાવવામાં આવી છે. તો બીજી તરફ રોલ્ફ લૌરેનના બેબી સ્નીકર્સની કિંમત 5 હજાર રૂપિયાથી વધુ છે. કરીના પાસે તૈમુર માટે અન્યા બ્રાન્ડ્સનું પણ સારું કલેક્શન છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon