Link copied!
Sign in / Sign up
30
Shares

રવાને આપો નવો ટ્વિસ્ટ, ઘરે જ બનાવો આ ઝટપટ અને ટેસ્ટી વાનગીઓ!

આપણી સૌની રસોઇમાં કાયમ રહેતી સોજીની અનેક વિવિધ અને ટેસ્ટી વાનગીઓ બને છે. સોજીનો શીરો અને ઉપમા સિવાય તમે ઇન્સ્ટન્ટ વેમાં તેને વાપરી શકો છો. આજે અહીં આપને માટે આવી જ ખાસ રવા સ્પેશલ રેસિપિ લાવવામાં આવી છે. જે તમારી રસોઇને ખાસ બનાવી શકે છે. નોંધી લો રેસિપિ અને કરો ટ્રાય.

રવા કચોરી

 

સામગ્રી

 -એક કપ રવો

-એક કપ માવો

-સાત નંગ બદામ

-સાત નંગ કિસમિસ

-એક ટીસ્પૂન ઈલાયચી પાવડર

 ચાસણી માટે

 -અડધો કપ ખાંડ

-બે કપ પાણી

-કેસર થોડા તાંતણા

 

લોટ બાધંવા માટે

 બે કપ મેંદો

-એક ટીસ્પૂન કોર્નફ્લોર

-એક ટીસ્પૂન ઘી

-મીઠું સ્વાદ અનુસાર

-બે કપ પાણી

-તેલ તળવા માટે

 રીત

સૌપ્રથમ એક મોટા બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, ઘી, મીઠું, હૂંફાળું પાણી મિક્સ કરી તેની નરમ કણક બાંધી લો. બાંધેલા લોટને કોટનના ભીના કપડાંમાં બાંધીને એક સાઈડમાં મૂકી દો. બીજા બાઉલમાં પૂરણ માટેની સામગ્રી ભેગી કરો. માવાને સૌ પહેલા બરાબર મસળી લો. ત્યારબાદ ચમચી વડે બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લો. હવે બાંધેલી કણકમાંથી નાના-નાના ગોળા લઈને તેની પૂરી બનાવો. ત્યારબાદ તેમાં ઉપર તૈયાર કરેલું પૂરણ એક ચમચી મૂકો. આ રીતે પૂરણ ભરીને કચોરી તૈયાર કરો. ધીમે-ધીમે બધી જ કચોરી તૈયાર કરી લો. તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી કચોરી તળો. લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળવી. કચોરી થોડી ઠંડી પડે એટલે એને તૈયાર કરેલી ચાસણીમાં ડુબાડો.

રવાના લાડુ

 સામગ્રી

 -સો ગ્રામ સોજી

-અઢીસો મિલી લિટર દૂધ

-દસ ગ્રામ ઘી

-અડધો કપ ખાંડ(દળેલી)

-ચપટી ઇલાયચી

 રીત

 એક નોનસ્ટિક પેનમાં સોજી સામાન્ય ભૂરા રંગની થાય ત્યાં સુધી શેકી લો. પછી તેમાં ઘી અને દૂધ મિક્સ કરો. આને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી મિશ્રણ થોડું ચિકણું ન લાગે. પછી તેમાં ઇલાયચી પાવડર નાંખી મિક્સ કરો અને મિશ્રણ લાડુ વાળવા જેવું લાગે એટલે પેનને ગેસ પરથી ઉતારો અને મિશ્રણમાં દળેલી ખાંડ મિક્સ કરો. ત્યારબાદ આ મિશ્રણમાંથી નાના-નાના લાડુ બનાવી લો. જ્યારે લાડુ સૂકાઇ જાય એટલે તેને એર ટાઇટ ડબ્બામાં ભરી લો. ઇચ્છો ત્યારે તેનો સ્વાદ માણો. તમે ઇચ્છો તો આમાં મનપસંદ ડ્રાયફ્રુટ્સ પણ ઉમેરી શકો છો.

કેપ્સિકમ રવા વડા

 સામગ્રી

 -અઢીસો ગ્રામ રવો

-ચાર ટીસ્પૂન ખાટું દહીં

-ચાર ટીસ્પૂન નાળિયેરનું ખમણ

-ત્રણ લીલા મરચાં

-એક કટકો આદુ

-મીઠું સ્વાદ અનુસાર

-તેલ જરૂર મુજબ

-સોડા

-ખાંડ

 ફિલિંગ માટે

 -અઢીસો ગ્રામ કેપ્સિકમ

-એક ટીસ્પૂન તલ

-એક ટીસ્પૂન ખસખસ

-એક ટીસ્પૂન ટોપરાનું ખમણ

-એક ટીસ્પૂન સિંગદાણાનો ભૂકો

-એક ટીસ્પૂન ગરમ મસાલો

-એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર

-એક નંગ લીંબુ

-પા ઝૂડી કોથમીર

 રીત

 રવામાં મીઠું, ખાંડ, ચપડી સોડા, ખાટું દહીં અને તેલનું મોણ નાખી ખીરું તૈયાર કરો. તેને લગભગ પાંચ કલાક સુધી રહેવા દો. પછી તેમાં નાળિયેરનું ખમણ અને વાટેલા આદુ-મરચાં નાંખો. કેપ્સિકમના બિયા કાઢીને ઝીણા કટ કરી લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાંખો. હવે તેમાં કેપ્સિકમ, મીઠું, ખાંડ, તલ, ખસખસ, કોપરાનું ખમણ, શિંગદાણાનો ભૂકો, ગરમ મસાલો અને ધાણાજીરું નાંખી બરાબર મિક્સ કરી લો. પાંચ મિનિટ સુધી ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. છેલ્લે ગેસ બંધ કરીને તેમાં લીંબુનો રસ અને કોથમીર નાંખો. હવે ઈડલી માટેની જે વાટકી આવે છે તે લો. તેમાં તેલ લગાવી લો. સૌથી પહેલા તેમાં રવાનું ખીરું પાથરો. ત્યારબાદ તેમાં રવાનો મસાલો પાથરો. ફરીથી ઉપર રવાનું ખીરું પાથરો. જેટલી પણ વાટકીઓ છે તે આ રીતે તૈયાર કરી લો. હવે તેને કૂકરમાં મૂકીને બાફી લો. લગભગ દસ મિનિટ સુધી ચઢવા દો. બરાબર ફૂલી જાય એટલે ઉતારી લો. ઈડલી કાઢીએ છીએ તેમ ચપ્પાની ધાર વડે આ કેપ્સિકમ રવા વડાને પણ કાઢીને ગરમા-ગરમ પીરસો.

રવા ઢોકળા

 સામગ્રી

 -એક કપ રવો

-અડધો કપ ખાટું દહીં

-પોણો કપ પાણી

-એક ટીસ્પૂન તેલ મોણ માટે

-પા ટીસ્પૂન હળદર

-એક ટીસ્પૂન આદુ-મરચાની પેસ્ટ

-પોણી ટીસ્પૂન ફ્રુટ સૉલ્ટ (ઇનો)

-મીઠું સ્વાદ અનુસાર

 

વઘાર માટે

 -એક ટીસ્પૂન તેલ

-અડધી ટીસ્પૂન રાઈ

-અડધી ટીસ્પૂન તલ

-ત્રણ લીલા મરચા ઝીણા સમારેલા

-ચપટી હીંગ

-પાંચ પાન મીઠો લીમડો

 રીત

 સૌપ્રથમ રવાને તેલથી બરાબર મોઈ લો. હવે તેમાં દહીં, પાણી, હળદર, મીઠું, આદુ-મરચાની પેસ્ટ નાંખીને વીસ મિનિટ ઢાંકી રાખો. ઢોકળિયામાં પાણી મૂકીને દસ ઇંચની થાળીમાં તેલ લગાવી તેમાં ગરમ કરવા મૂકો. તૈયાર કરેલા મિશ્રણમાં ફ્રુટ સૉલ્ટ ઉમેરી હલાવીને થાળીમાં રેડી લો. વીસ મિનિટ મિડિયમ ગેસ પર ચડવા દો. ચડી જાય એટલે કાપા પાડી લો. હવે વઘાર માટે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે તલ, મરચા, લીમડો, હિંગ નાખો અને ઢોકળા પર આ તૈયાર થયેલો વઘાર રેડી લો.

રવા-પૌંઆ કટલેટ

 સામગ્રી

 -પાંચસો ગ્રામ રવો અને પૌઆ(બંને સરખા ભાગે)

-બસો ગ્રામ બાફેલા બટાકાનો માવો

-અડધી ટીસ્પૂન આદુ-મરચાની પેસ્ટ

-એક ટીસ્પૂન કોથમીર સમારેલી

-મીઠું સ્વાદ અનુસાર

-તેલ તળવા માટે

 રીત

રવો અને પૌંઆને અલગ અલગ પલાળવા. રવા અને પૌંઆનું પાણી નીતારી લેવું. તેમાં મીઠું, સાકર બધું જ બરાબર નાંખીને મસળી લો. મિશ્રણમાંથી નાની નાની કટલેસનો આકાર આપી તેને તવા પર તળી લેવી. અને ટામેટાના સોસ સાથે ખાવામાં લેવી. ફણગાવેલું કઠોળ તૈયાર હોય તો આ કટલેસના મિશ્રણમાં મિક્સ કરી શકાય. જેથી તે સ્વાદિષ્ટ બનશે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon