Link copied!
Sign in / Sign up
2
Shares

રમકડાં ની સાફસફાઈ આવી રીતે કરો ,જેથી તમારા બાળકો બીમાર પડે નહિ🤗

પ્યારા ટેડી બિયર, નાના પ્લાસ્ટિક બતકો, મોટી મોટી આખો વાળી ઢીંગલી અને રંગબેરંગી રમકડા .જો તમે પણ માતાપિતા છો , તમારા ઘરમાં પણ નાનું શિશુ હશે તો એમાં કોઇ સંદેહ નથી કે તમે પણ તમારા શિશુ ના શિક્ષણ માટે ,તેમને મનોરંજન કરવા માટે ,અને તેમને ખુશ કરવા માટે રમકડાં ની ખરીદી કરતા જ હશો . તમે રમકડાં ખરીદી કરવા માટે તમારા બાળક ની ઉમર ને ધ્યાન માં રાખતા હશો અને સાથે એ શિશુ માટે સુરક્ષિત છે કે નહિ તે પણ જોતા હશો .પરંતુ શું રમકડા ને સાફ રાખો છો ? રમકડાં ને નિયમિત પણે સાફ કરવા થી શિશુઓ સુધી પહોંચતા જીવાણુ અને બીમારી ની સંભાવના ઘટી જાય છે .

ઉદાહરણ તરીકે, સૉફ્ટ ટોય ધુળ માટી માટે સૌથી સારી જગ્યા હોય છે .અને તેના કારણે એલર્જી પણ થઈ શકે છે .બધા રમકડા માં સાફસફાઈ કરવા ના નિર્દેશ આપ્યા હોતા નથી એટલે તમે તમારા શિશુ ની સુરક્ષા માટે અને રમકડા ની સાફસફાઈ કરવા માટે નીચે આપેલી રીતો અજમાવી શકો છો .

☆ સ્ટફડ (રૂ ભરેલા )રમકડા ને સાફ કરો .

જો સ્ટફ્ડ રમકડા ઉપર વોટર સેફ નું લેબલ લગાવેલુ હોય તો તમે તેને સીંક માં ધોઇ ને ડ્રેનર માં સુકાવામાટે નાખી શકો છો અથવા તમારા વોશિંગ મશીન માં પણ ધોઈ શકો છો .

ફેબ્રિક ( કપડા) ના રમકડા ને વોશિંગ મશીન માં ધોઈ ને ડ્રાય ક્લિન કરી શકો છો .પોલિસ્ટર ફેબ્રિક માંથી બનેલી ઢીંગલી ને પણ સ્ટફ્ડ પ્રાણીઓ ની જેમ પાણી થી ધોઇ શકો છો ( ધોવાની પહેલા લેબલ અવશ્ય જોઈ લેવુ ) ઘણી ઢીંગલીઓ ના ફક્ત શરીર ને જ ધોઈ શકો છો .ઢીંગલી ને વોશિંગ મશીન માં નાખતા પહેલા તેને જુના ઓશીકા ના કવર માં વિટી ને નાખો જેથી તેના હાથપગ ની સિલાઈ નીકળી જાય નહી.ઢીંગલી ના કપડા ને હળવા ડિટર્જન્ટ માં હાથો થી ધોવા ઘણા ફેબ્રિક ના રમકડા ને ડ્રાય ક્લિન કરવામાં આવે છે .એના માટે ઓશીકા ના કવર માં સફેદ બ્રાન, સાફ હેરબ્રશ થી ભરો અને રમકડા ને તેમાં નાખો કવર ને મજબુતી થી પકડીને તેને પાંચ મિનીટ હલાવો .રમકડા ને કવર માથી નિકાળો અને લાગેલા બ્રાન ને બ્રશ થી નિકાળો .

☆ પ્લાસ્ટિક ના રમકડા ને પાણી થી ધોવા અને લાકડાના રમકડા ને લુછી નાખો .ઘણા ખરા પ્લાસ્ટિક ના રમકડા ને હળવા સાબુ વાળા પાણી થી ધોવામાં આવે છે .લાકડા ના રમકડા ને ક્યારેય પાણી માં પલાળી ને ન રાખવા .લાકડા ના રમકડા ને સાબુ વાળા પાણી થી ધોઈ ને સ્વચ્છ કપડા થી લુછવા માં આવે છે .

☆બાથટોય ને વિનેગર થી સાફ કરો .

અઠવાડિયામાં એક વાર વિનેગર અને ગરમ પાણી ના ૫૦:૫૦ મિશ્રણ માં ડુબાડી ને ધોવા અને સાફ કરી ને ખુલી હવામાં સુકવો .બાથ બુક ને સાબુ અને ગરમ પાણી થી ધોઈ ને તેના પાના ને જલ્દીથી સુકાવા માટે ઉભા રાખવા .જો ડીશ વોશર સાફ હોય તો બાથટોય ને તેમાં પણ સુકાવી શકો છો એટલે બધા ને બેક્ટેરિયા અને ચેપ થી બચાવી શકાય .

☆ મેટલ ના રમકડા ને હાથ થી સાફ કરો અથવા ડીશ વોશર નો ઉપયોગ કરો .

તમારી પાસે જે પ્રકાર ના મેટલ ના રમકડા હોય તેના ઉપર થી નક્કી થશે કે તેને કેવીરીતે સાફ કરવા .ઘણા મેટલ ના રમકડા ને ડિશવોશર માં સારી રીતે સાફ કરી શકાય છે .પરંતુ જો તેમાં ગાડી ,ટ્રક ,ના રબર ના ટાયર હોય છે તેને ડિશવોશર માં ધોવા નહિ તેમાં રબર પીગળી જવાની શક્યતા હોય છે એના કરતા એક ચમચી બ્લીચ ને પાણી માં નાખી ને તેના થી હાથે થી ધોઈ ને હવામાં સુકવવા .

☆ રમકડા ને જીવાણુ રહિત કરવા .

જો તમારુ બાળક બીમાર હોય અને બાળ રોગ વિશેષજ્ઞ એ તેનું કારણ સંક્રમણ છે એવુ કીધુ હોય તો તમારે રમકડા ને લઇ ને સાવધાની રાખવી જોઈએ રમકડા ને જીવાણુ મુક્ત કરવા જોઈએ .જો તમારા ઘરમાં બીજા પણ નાના બાળકો હોય તો આ એકદમ આવશ્યક છે .ઘણા રમકડા ને હળવા સાબુ અને પાણી થી ધોઈ ને સાફ કરી ને આલ્કોહોલ થી જીવાણુરહિત કરવામાં આવે છે તો ઘણા વિશેષજ્ઞ બ્લીચ વાપરવાની સલાહ આપે છે .ઘણા વોશિંગ મશીન માં સેનીટાઈઝિંગ અને જીવાણુ રહિત કરવાનું બટન પણ હોય છે તેમાં તમે સ્ટફ્ડ અને ફેબ્રિક ના રમકડા ધોઇ શકો છો .જો તમે તમારા મશીન માં હોટ સાઇકલ નો ઉપયોગ કર્યો હોય તો રમકડા ને ફરીથી ધોવાની જરૂર નથી.

☆ રાસાયણિક ક્લીનર ના બદલે કુદરતી ક્લીનર નો ઉપયોગ કરો.

 

 

બજારમાં મળતા ઘણા ખરા ક્લીનર અને ડિટર્જન્ટ મા રસાયણ આવેલા હોય છે એટલે ઘણા માતાપિતા તેનો રમકડા ધોવા માટે વાપરતા અચકાય છે .પરંતુ તમે ઘરે પણ ક્લીનર તૈયાર કરી શકો છો , પણ તે હળવી અને કુદરતી સામગ્રી લઈ ને .આ રમકડા ને સારી રીતે સાફ કરી શકે છે અને બાળકો માટે સુરક્ષિત પણ હોય છે .

☆ કૈસ્ટીલ સાબુ .

આ સાબુ ડિટર્જન્ટ મુક્ત સાબુ છે અને આમાં છોડ ના તેલ થી બનેલું ગ્લિસરીન ( જૈતુન ની તેલ ) ,માઇન્સ ફેટ ,એનીમલ ઇંગ્રિડિએન્ટ્સ હોય છે .આ પ્રાકૃતિક ઉત્પાદક છે આ શિશુ ને નવડાવવા માટે પણ ઉપયુક્ત છે આનો ઉપયોગ રમકડા ધોવા માટે પણ કરી શકો છો .

☆ ટી .ટ્રી. તેલ .

ટી.ટ્રી. તેલ માં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ તત્વો હોય છે એટલે શિશુ ના રમકડા ધોવા માટે એ સારો વિકલ્પ છે, સાથે જ આની સુગંધ પણ સરસ હોય હોય છે .આ તેલ ને રમકડા ઉપર લગાવી ને સાફ પાણી થી ધોઈ ને સુકાવી દેવા .તમે એમાં ગ્લિસરીન પણ ભેળવી શકો છો .અને આનાથી લાકડા ના રમકડા પણ ધોઈ શકો છો .

☆ વાઇટ વિનેગર .

આને પાણી માં ભેળવી ને તમે રમકડા ધોઈ શકો છો .અને ત્યારબાદ સાફ પાણી થી ધોઈ ને સુકવી દયો .રમકડા ની સફાઈ તેના વપરાશ ઉપર નિર્ભર હોય છે .જેવું રમકડા ઉપર ડાઘા કે મેલું દેખાય તરત ધોઈ નાંખવુ જોઈએ .જો તમારા શિશુ ને શરદી,ઉધરસ ,કે પેટ માં દુખતું હોય તો તરત રમકડા ને ધોઈ નાખવા .જો કોઈ જુના રમકડા થી શિશુ રમતું હોય તો પણ તેને તરત જ સાફ કરી લેવુ. તમારા શિશુ ના મનગમતા રમકડા ને અને ડાયપર બેગ માં રાખવામાં આવતા રમકડા ને દર અઠવાડિયે ધોઈ નાખવા જોઈએ .

તમારા શિશુ ને સુરક્ષિત રાખવા માટે તેના રમકડા ને સમયાંતરે સાફ કરવા બહુજ જરૂરી છે .તેની અવગણના કરવી નહી.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon