Link copied!
Sign in / Sign up
0
Shares

આજે અક્ષયતૃતીયા માં રાખશો આટલી વાતો નું ધ્યાન તો વરસશે ભગવાન નો આશીર્વાદ🤗🙏🤗

અક્ષયતૃતિયા (અખાત્રીજ) એ આખા વરસ માં નો એક શુભદિવસ છે .આ વર્ષે એ ૧૮ એપ્રિલ ના દિવસે ઉજવાશે .કોઈપણ શુભ કામ કરવા માટે આ દિવસ ને ઉત્તમ માનવામાં આવે છે .અને આ દિવસે ઘણા લોકો સોનુ પણ ખરીદે છે .એવુ માનવામાં આવે છે કે આ દિવસે સોનુ ખરીદવા થી ઘરમાં સુખશાંતિ આવે છે .પરંતુ જો કોઈ કારણવશ તમે આ દિવસે સોનુ નથી ખરીદી શકતા તો , દાન અવશ્ય કરો કારણકે આ દિવસે દાન કરવાથી તમારો આવનારો સમય ખુબજ શુભ એટલે કે સારો આવશે .પરંતુ કેટલીક વાતો નુ આ દિવસે ખાસ ધ્યાન રાખવું જોઈએ જે અમે આજે તમને આ બ્લોગ દ્વારા જણાવશું .

 

(૧) સ્વચ્છતા નું ધ્યાન રાખો.

ફક્ત અખાત્રીજ ના દિવસે જ નહિ પરંતુ સામાન્ય દિવસે પણ પૂજા કરતી વખતે સાફસફાઈ રાખવી ખુબજ જરૂરી છે .અને સાથે સાથે હિન્દુ ધર્મ માં તુલસી ના છોડ નું પણ અનેરુ મહત્વ છે .એટલે હમેશા સ્નાન કર્યા બાદ જ તુલસી પત્ર તોડવું જોઈએ .

(૨) પૂજા કરતી વખતે મનમાં કોઈ ક્રોધ ના રાખો.

ખાલી તન જ નહિ પરંતુ મન પણ સાફ હોવુ જોઈએ .પૂજા કરતી વખતે મન માં કોઈપણ નકારાત્મક વિચારો કે ક્રોધ નો ભાવ નો હોવો જોઈએ .બીજા માટે ક્યારેય ખરાબ નો વિચારવું ,હમેશા મન ને શાંત અને સાફ રાખો .

 

(૩) વડીલો નું આદર કરવું .

ફક્ત પૂજા કરવી જ બધુ નથી હોતુ ,જો તમે એક બાજુ પૂજા કરશો અને બીજી બાજુએ મોટા નું અનાદર કરશો તો ભગવાન ક્યારેય તમારું નહિ સાંભળે અને તમારી પૂજા નો સ્વીકાર પણ નહિ કરે .કારણકે ભગવાન પણ સૌની પહેલા મોટા નું માન અને આદર કરવાનું જ ઈચ્છા રાખે છે .

 

(૪) સોનુ ખરીદવું .

આ દિવસે સોનુ ખરીદવા થી ઘર માં સુખશાંતિ જળવાઈ રહે છે .

 

(૫) દાન કરવું પણ જરૂરી છે .

જો તમે કોઇ કારણસર સોનુ નથી ખરીદી શકતા તો ગરીબો ને દાન અવશ્ય આપો અને ખાવાનું ખવડાવો .તમારી પાસે સોનુ હોય કે ના હોય તમારું દિલ સોના જેવું હોવુ જોઈએ .

કોઈપણ પૂજા કે પર્વ ત્યાં સુધી સફળ ના કહેવાય જ્યાં સુધી તમારું મન અને વિચારો સુગમ નો હોય એટલે મન ને શાંત રાખો અને આ પર્વ ને ઉલહાસ અને શાંતિ થી તમારા પરિવાર સાથે ઉજવો .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon