Link copied!
Sign in / Sign up
7
Shares

રાતના શિશુ બેચેન થતું હોય તો આ ઉપાય જરૂર કરો 👌🏽👶🏽👌🏽

એક બાળક આખા ઘર ની ખુશી ઓ ની ચાવી હોય છે .આખો સમય રમવું કુદવુ ,બાળકો નો કલબલાટ નો અવાજ ,અહિયાં ત્યાં ભાગવું દોડવું ,બાળકો ની આવી બધી વસ્તુઓ થી ઘર માં ચહલ પહલ લાગે છે .પરંતુ આજ માબાપ ના દિલો ની ધડકન જ્યારે બીમાર પડે છે ત્યારે જાણે ઘર માં અશાંતિ છવાઈ જાય છે .જ્યારે બાળક બીમાર પડે છે ત્યારે ઘર માં બધું સુનું સુનું લાગે છે અને સાથે સાથે માતાપિતા માટે ચિંતા નો વિષય પણ બને છે .ખાસ કરી ને ત્યારે જ્યારે નવજાત શિશુ બીમાર પડે છે કારણકે તે પોતાની તકલીફ બોલી ને કઇ નથી શકતું ત્યારે માતાપિતા માટે એ એક સંઘર્ષ નું કામ હોય છે .પોતાના દિલ ના ટુકડાને હેરાન પરેશાન થતા અને રડતા જોઈને કોઇ પણ માતાપિતા નું દિલ પણ રડી પડે છે .જેમના શિશુઓ બીમાર પડયા હશે તે માતાપિતા ને જાણકારી હશે કે બાળક બીમાર પડે ત્યારે કેટલી સમસ્યાઓ થાય છે એ પણ ખાલી બાળકો માટે નહીં પણ ઘરમાં બધા સદસ્યો માટે . જ્યારે શિશુ બીમાર હોય છે ત્યારે તેને સૌથી વધારે તકલીફ રાત ના સુતી વખતે થાય છે જો તમારું બીમાર હોય તો એ જરૂરી છે કે તે રાત ની ઉંઘ બરાબર લઈ અને રાત ના એને બેચેની ન થાય .એટલે આજે અમે તમને જણાવશું કે તમે તમારા બીમાર શિશુ ને રાતના કેવી રીતે શાંત રાખી શકો અને તેને આરામ મળે .

(૧) પુરતું ખાવાનું ખવડાવો

 

જ્યારે શિશુ બીમાર હોય ત્યારે તેની ભુખ મરી જાય છે એટલે એવા સમયે તમે બાળકોને બળજબરીથી દુધ પીવડાવો નહી ,નહિતર એ રડવા લાગશે અને જીદ કરવા લાગશે જેનાથી તેની તબિયત વધારે બગડી શકે છે .જો તમારું બાળક સમજણુ હોય અને એ બધા આહાર લેતો હોય તો તેને ભાવતું હોય તેવું જ ખાવાની આપો અને તેમની પસંદ ના ખવામાં નવા એક્સપરીમેંટ કરી ને તેને વધારે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવો .અને જો બાળક થોડું ખાધા પછી ન ખાવા માંગે તો તેને બળજબરીથી ન ખવડાવો નહિતર તેનાથી બાળક ઉલ્ટી પણ કરી શકે છે જેના થી તેની તબિયત વધારે બગડી શકે છે .અને પેટ માં દવા ની જગ્યા રહે એટલે એને થોડું ઓછું ખવડાવો .

(૨) ખુબ પાણી પીવડાવો

જો તમારું બાળક થોડું મોટુ છે અને તેને કાંઈ ખાવાનું ભાવતું નો હોય તો કઈ વાંધો નહીં પણ એટલું ધ્યાન રાખો તેને પાણી વધારે ને વધારે પીવડાવો .ખાસ કરી ને ત્યારે જયારે તમારા બાળકને ફલૂ ,ડાયરીયા જેવી કોઈ બીમારી થઈ હોય ત્યારે તેના શરીર ને હાઈડ્રેટેડ રાખવા માટે. આની સાથે સાથે તમે ફળો અને શાકભાજીના રસ અને સુપ પણ આપી શકો છો .

(૩) દવા પીવડાવવામાં વાપરો નવી રીતો

 

બધા બાળકો દવા પીવા માટે આનાકાની કરે છે એટલે દવા પીવડાવવા માટે નવી મજેદાર રીતો અપનાવો . એટલું ધ્યાન રાખો કે દવા પીવડાવતા પહેલા બાળકોને બહુ પેટ ભરી ને ખવડાવવું નહી નહિતર બાળકો ઉલ્ટીપણ કરી શકે છે .દવા પીવડાવતી વખતે બાળકો નું ધ્યાન બીજે દોરો અથવા એમની મનપસંદ વસ્તુ આપવાનું વચન આપો એમને પ્યાર થી દવા પીવડાવો બળજબરી થી નહિ.

જો તમે બળજબરીથી દવા પીવડાવશો તો તેઓ આક્રમક બની જાશે અને તમારી સાથે એમને પણ વાગી શકે છે .

(૪) બળજબરીથી સુવડાવો નહી

જો ,જ્યારે તમારા બાળકને સૂવુ નથી હોતું તો તેને બળજબરીથી સુવડાવો નહી ,તેને રમવું હોય તો તેને રમવા માટે થોડો વધારે સમય આપો .અને જો એ વધારે ચીડચીડયું થઈ ગયું હોય તો તેને બહાર ફરવા માટે લઈ જાઓ ,તેમનું ધ્યાન બીજે દોરો અને તેમની સાથે પૂરતો સમય વિતાવો અને રમો .

(૫) બાળકો ને પ્યાર કરો (લાડ લડાવો) અને તેમની સાથે રમો

તેમની સાથે રમત રમો ,તેમનુ કોઇ મનપસંદ રમકડું હોય તોએ તેને વારંવાર બતાવો .તેમને થોડા લાડ લડાવો .જો તમારું બાળક થોડું સમજણુ હોય તો તેને તેનું મનપસંદ કાર્ટુન દેખાડો અને તેમા વ્યસ્ત રાખો જેનાથી તે તેની તકલીફ ભુલી જાય .

આ બધુ કર્યા બાદ પણ તમારું શિશુ શાંત નથી રહેતું તો તમારા ડોક્ટર ને દેખાડો કારણકે એવું પણ હોય કે તેમની તકલીફ વધી ગઈ હોય એટલે એ વધારે બેચેન રહેતું હોય.

બેન્ગલુરું મોમ્સ માટે ગૂડ ન્યુઝ : ટાઈની સ્ટેપ લોન્ચ કરી રહ્યું છે ફ્લોર ક્લીનર જે તમારા બાળક અને ઘરના વાતાવરણ માટે છે એકદમ સુરક્ષિત. આ લીનક પર ક્લિક કરી તમે પણ આજેજ પ્રી- બૂક કરો ફ્લોર ક્લીનર http://bit.ly/tinystepBlogs

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon